________________
અંક ૨ ]
जैन प्रतिमा विधान अने चित्रकला
[ ૬૭
પ્રતિમા અમદાવાદના ઝવેરીવાડના અજીતનાથના મંદિરમાં મેજુદ છે. એના ઉપર અંકિત લેખ ઉપરથી જણાય છે કે એની પ્રતિષ્ઠા સંવત ૧૧૧૦ ના ચૈત્ર સુદી ૧૩ ને દિવસે થઈ હતી. [ આ સુંદર મૂર્તિને ફેટેગ્રાફ પ્રથમ પૃષ્ઠ સામે જ આપે છે. સં. ] આ ઉપર મહેં હાલમાં જે ઈન્ડીઅન એન્ટીકવેરીમાં એક સચિત્ર લેખ લખ્યો છે.
આસીન મૂર્તિઓ કરતાં મને ઊભી પ્રતિમાઓ વધારે ગમે છે. પણ બન્નેમાં ખાસ નોંધવા જેવી વિશેષતા તે એમની એક-લક્ષ્યતા છે. એલોરાની નવમા સૈકાની જૈન પ્રતિમાઓમાં તથા બેલુરની કે ખજહાની કે અબુની ૧૧ મી શતાબ્દીની મૂર્તિઓમાં કઈ પણ જાતને લાક્ષણિક ભેદ નથી. જનાશ્રિત કલા પ્રધાન ગુણ એના અંતર્ગત ઉલ્લાસમાં કે ભાવનલેખનમાં નથી. એની મહત્તા, એની કારીગરીની ઝીણવટમાં, ઉદાર શુદ્ધિમાં, એક પ્રકારની બાહ્ય સાદાઈમાં રહેલી છે. જૈન કલા વેગપ્રધાન નહિ, પણ શાંતિમય છે. સૌમ્યતાને પરિમલ, જૈન મંદિરોના પ્રસિદ્ધ સુગંધિત દ્રવ્યની પિઠે, સર્વત્ર મહેકે છે. એમની સમૃદ્ધિમાં પણ ત્યાગની શાંત ઝળક દીપે છે. અમદાવાદના હઠીસિંહની વાડીના ૧૯ મી સદીના મંદિરોના મંડપમાં સુંદર નર્તકીના પુતળાં જોઈ મહું ત્યાં મળેલા ભાવિક જેનેને એ વિલાસિતાના ચિત્રાલેખનનું પ્રયોજન પૂછયું. ત્યારે સહુથી સંતેષકારક ઉત્તર એક નવયુવક તરફથી એવો મળે કે હારના મંડપોમાં ઋદ્ધિને સિદ્ધિ મૂર્તિમંત આલેખવાનું પ્રયોજન એટલું જ હતું કે ત્યાગીને એ સહુ વસ્તુઓ શક્ય છતાં ત્યાજ્ય હોઈ બહાર જ પ્રવર્તે છે. આ જ ઉદ્દેશને અનુસરી જૈન સ્થાપત્યના અનુપમ વૈભવમાં પણ ત્યાગની અનન્ય શાંતિ છુપાયેલી છે.
અહીં જેન ચિત્રકલા વિશે પણ બે શબ્દો લખવા અનુચિત નહિ ગણાય. ખરી રીતે જૈન ચિત્રાલેખનને જૈન ન કહેતાં ગુજરાતી કહેવું વધારે સપ્રમાણ છે. પણ સાથે એમ કહેવું પણ પ્રાપ્ત થાય છે કે જે કાંઈ મધ્યકાલીન યુગના ચિત્રાવશે આપણને મળી આવે છે તે પ્રાયઃ જેન કલ્પસૂત્રોના અથવા અન્ય જૈન ગ્રંથના જ નમૂના હોય છે. ચિત્રિત કલ્પસૂત્રમાં પ્રત્યક્ષ થતી કળા આપણું જુના ભિત્તિચિત્રો ઉપરથી ઉતરી આવેલી છે, એ તે સ્પષ્ટ છે. પણ એમાંથી પ્રાયઃ બાહ્ય આકર્ષણ, ભાવવાહિતા લુપ્ત થઈ ગયાં જણાય છે. માત્ર કથાના પ્રસંગે આલેખન દ્વારા કહેવા પ્રધાન ઉદેશ જણાય છે. એમાં લાલિત્યને અભાવ, એક જાતની કૃત્રિમતા, ને નિજીવતા દીસે છે. એમ લાગે છે કે મધ્યકાલીન યુગમાં સ્થાપત્યને મૂતિવિધાનને વિશેષ વિકાસ થયો અને ચિત્રકળા ગણ બની. ભિત્તિચિત્ર ન્હાનાં ચિત્રપટ રૂપે રૂપાંતર પામ્યાં તે ક્ષેત્રની સંકુચિતતા સાથે કલ્પનાશક્તિને-કારીગરીની ઝીણવટનો પણ હાસ થશે. ૧૩ મા સૈકાના પહેલાંનાં ચિત્રો તે બિલકુલ અપ્રાપ્ય છે. એલેરાના જૈન મંદિરમાં પણ ચિત્રકળાને ઉપયોગ થયો હોય એમ લાગતું નથી. ૧૧ મા ને ૧૨ મા સૈકાની વચ્ચેની આપણી જિન કે ગૂજરાતી કળાનું જ સ્વરૂપ હતું, તે જાણવાને માટે હજી સુધી સાધન જ નથી. જૈન ભંડારોમાં કદાચ સામગ્રી હશે.
Aho ! Shrutgyanam