________________
૬૦ ]
जैन साहित्य संशोधक
[ खंड ३
બદ્ધ તેમ જ બ્રાહ્મણ પ્રતિમા વિધાનની ખાસ ખૂબી એની ભાવવાહી હસ્તમુદ્રાઓમાં હોય છે. જેની પ્રતિમાઓમાં આને બિલકુલ જ અભાવ હોય છે. કારણ કેવલીની આદર્શ કલ્પના સૃષ્ટિમાં પૂર્ણ નિવૃત્ત સિવાય અન્ય ચંચલ ભાને સ્થાન જ નથી. મધ્યકાલીન જેના મૂર્તિઓમાં ઊણું ને ઉણીષ કપાળ અને મસ્તક ઉપર અંકિત કરવાની બૌદ્ધ પ્રથા દાખલ થઈ. વક્ષ:સ્થળમાં શ્રીવત્સનું ચિહ્ન પણ અંકાવા લાગ્યું. આ બધા ફેરફાર નજીવા હતા ને એથી જૈન મૃતિની લાક્ષણિક રચનામાં કાંઈ જ પરિવર્તન થયું નહિ. આદર્શની એકતાને લઈ વૈવિધ્ય વધ્યું નહિ, કળાની દષ્ટિએ વિકાસ થયો નહિ. પરંતુ ભાવિકની દષ્ટિયે તે પ્રાચીન સત્યની નિખાલસ શુદ્ધિ ઠીક જળવાઈ રહી એમ જ સમજવું જોઈએ. પણ શિલ્પકારની પ્રતિમાન નિર્માણ શક્તિ સાંપ્રદાયિક સિદ્ધાંતના સંકુચિત ક્ષેત્રમાં સર્વથા લુપ્ત તે ન જ થઈ. વિવિધતા અશકય હતી, પણ પરિમાણુ અપરિમિત હતું તેથી શ્રવણ બેલા જેવી અનુપમ મૂર્તિ બનાવી શિલ્પીને રસાત્મા સંતોષાયે. તીર્થકરેની સાદી પ્રતિમાઓના આવાસગૃહ સજવામાં ને શણગારવામાં જેન નહિ, પણ જે શ્રત કલાઓ, કાંઈ જ બાકી રાખી નથી. હિંદુસ્તાનના ચારે ખૂણામાં જૈનમંદિરની અદ્વિતીય ઈમારતે હજી ઉભી છે. દક્ષિણના મૈસુર રાજ્યમાં હસન જીલ્લાના બેલુરના મંદિરે મધ્યકાલીન જૈન વૈભવની સાક્ષી પૂરી રહ્યા છે. ગૂજરાતના આબુના મંદિર વિશે તે લખવું જ નકામું છે. મધ્યપ્રાંતના છત્તરપુર રાજ્યના ખજાહોમાં નવમા સૈકાથી લઈ અગ્યારમા સૈકા સુધીના ઘણા સંદર દેવાલયો વિદ્યમાન છે ને કાળા પત્થરની અનેક જૈન પ્રતિમાઓ ખંડિત, અખંડિત ઠેર ઠેર નજરે પડે છે. મધ્યકાલીન જૈન પ્રતિમા–નિર્માણમાં સજીવતાને અંશ ઓછો જણાય છે. જો કે તીર્થકરોની મૂર્તિ કલામાં નિર્ણવતાને-કલા દષ્ટિએ ભાવવિહીન એકતાને આરોપ મૂકી શકાય એમ છે. તે પણ એ દોષારોપણ પૌરાણિક મૂર્તિવિધાન સંબંધી અસ્થાને છે. જૈન ધર્મને અંગે હિંદની પૌરાણિક કથાઓમાં બહુ જ થોડું પરિવર્તન થયેલું છે. મુખ્ય ભેદ તે એટલો જ લાગે છે, કે બ્રાહ્મણ દેવતાઓ જેન અહંત ને કેવલીની સમક્ષ ગૌણ સ્થાન પામે છે. એટલે જેને દેવસ્થાનમાં હિંદુઓના સહુ દેવતાઓની પ્રતિમાઓ મળી આવે છે ને મધ્યકાલીન યુગમાં જ્યારે વામમાર્ગને લઈને કે બીજા કારણોને લઈને બ્રાહ્મણમંદિરેમાં અતિ અલીલ વિષયોને સ્થાન મળતું હતું, ત્યારે જેન દેવાલયમાં શુદ્ધ, સાત્વિક અને પવિત્ર ભાવનામયી સુંદર મૂર્તિકલાને આશ્રય મળતું હતે. ખજહાના કે મૈસુરના બેલુરકંદરે જોતાં જેન મંદિરની પવિત્ર ભાવનાને તરત ગાય આવશે. એમાં સ્વચ્છન્દતા અને અનિયંત્રિત વિલાસિતાને દેવવિભૂતિઓને બહાને પણ થાન માન્ય નથી. સેંદર્યની નજરે જૈન મંદિરની પ્રધાનમૂર્તિઓ-મુખ્ય તીર્થકરોની પ્રતિમાઓ મહત્ત્વની નથી લાગતી, પરંતુ મંદિર બહારની ભીંતેના આભરણુરૂપે રચાયેલી જે અન્ય દેવતાઓની પ્રતિમાઓ હોય છે, તે આકર્ષક હોય છે. તીર્થકરોની મૂર્તિઓમાં એક જાતની નિંતા ને ભવ્યતાના ગુણે પ્રતીત થાય છે, અને ખાસ કરીને મધ્યકાલીન ધાતુખિંબેની કારીગરી આંખને મેહ પમાડે એવી હોય છે. આવી એક સુંદર
Aho! Shrutgyanam