________________
૪૮]
जैन साहित्य संशोधक
[खंड ३
જગજીવને કરી તેને હું ઈનકાર નથી કરી શકે. શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણોની પ્રસ્તાવનામાં શું લખવું એ વિચારતાં મને એમ લાગ્યું કે તેમનાં સ્મરણેનાં થોડાં પ્રકરણે મેં રેડાના કેદખાન માં લખ્યાં તે આપું તે બે અર્થ સરે. એક તે જે પ્રયાસ મેં જેલમાં કર્યો તે અધુરે છતાં કેવળ ધર્મવૃત્તિથી લખાયેલું હોવાથી મારા જેવા મુમુક્ષુને તેને લાભ મળે અને બીજો જેઓને શ્રીમન્ને પરિચય ન થયા હોય તેઓને તેમને કંઈક પરિચય મળે અને તેથી તેમનાં કેટલાંક લખાણે સમજવામાં મદદ મળે.
નીચેનાં પ્રકરણે તો અધૂરાં છે. હું પૂરાં કરી શકું એવું મને ભાસતું નથી. કેમ કે અવકાશ મળે તેયે જે મેં લખ્યું છે તેનાથી આગળ બહુ વધવાની મારી ઈચ્છા નથી થતી. તેથી છેલ્લું પ્રકરણ જે અધૂરું રહ્યું તે પૂરું કરી તેમાં કેટલીક વસ્તુને સમાવેશ કરી દેવા ઈચ્છું છું.
એ પ્રકરણમાં એક વિષયને વિચાર નથી થયે. તે વાંચનારની પાસે રજુ કરવા ઈષ્ટ ગણું છું. કેટલાક એમ કહે છે કે શ્રીમદ્દ પચીસમા તીર્થંકર થઈ ગયા. કેટલાક એમ માને છે કે તેમણે મોક્ષ મેળવી લીધું. આ બંને માન્યતા અગ્ય છે એમ મને લાગે છે એ માન્યતા ધરાવનારા શ્રીમદ્દને ઓળખતા નથી અથવા તીર્થકરની અથવા મુક્ત પુરુષની વ્યાખ્યા બીજી કરે છે. આપણા પ્રિયતમને સારૂ પણ આપણે સત્યને હળવું કે સતું ન કરીએ. મેક્ષ અમૂલ્ય વસ્તુ છે. મોક્ષ આત્માની અંતિમ સ્થિતિ છે. મેક્ષ એવી મેંઘી વસ્તુ છે કે તે મેળવતાં જેટલો પ્રયત્ન સમુદ્ર તીરે બેસી એક સળી લઈ તેની ઉપર એક એક બિંદુ ચડાવી સમુદ્ર ઉલેચનારને કરવો પડે અને ધીરજ રાખવી પડે તેના કરતાંયે વિશે ષની આવશ્યકતા છે એ મોક્ષનું સંપૂર્ણ વર્ણન અસંભવિત છે. તીર્થકરને મેક્ષપૂર્વેની વિભૂતિઓ સહજ પ્રાપ્ત હોય. ઓ દેહે મુક્ત પુરુષને રોગાદિ હાય નહિં. નિર્વિકારી શરીરમાં રગ સંભવતો નથી. રાગ વિના રેગ હેય નહિ. જ્યાં વિકાર ત્યાં રાગ રહેલ જ હોય, ત્યાં રાગ ત્યાં મેક્ષ સંભવે નહિ મુક્ત પુરુષને જોઈતી વીતરાગતા, કે તીર્થકરની વિભૂતિઓ, શ્રીમદ્દને પ્રાપ્ત નહોતી થઈ. સામાન્ય મનુષ્યોના પ્રમાણમાં શ્રીમદ્દની વીતરાગતા અને વિભૂતિઓ ઘણું વધારે હતી, તેથી આપણે તેમને લૌકિક ભાષામાં વીતરાગ અને વિભૂતિમાન કહીએ. પણ મુક્ત પુરૂષને સારુ કપાયેલી વીતરાગતાને અને તીર્થકરની વિભૂતિઓને શ્રીમદ્દ નહોતા પહોંચી શક્યા એવો મારો દઢ અભિપ્રાય છે. આ કંઇ એક મહાન અને પૂજ્ય વ્યક્તિને દેષ બતાવવાને સારૂ નથી લખતે. પણ તેમને અને સત્યને ન્યાય મળવા ખાતર લખું છું. આપણે સંસારી જીવો છીએ ત્યારે શ્રીમદ્ અસંસારી હતા. આપણને અનેક યે નિઓમાં ભટકવું પડશે ત્યારે શ્રીમદને કદાચ એક જન્મ બસ થાઓ, આપણે કદાચ મેક્ષથી દૂર ભાગતા હોઈશું ત્યારે શ્રીમદ્દ વાયુવેગે. મેક્ષ તરફ ધસી રહ્યા હતા. આ થડે પુરુષાર્થ નથી. એમ છતાં મારે કહેવું જોઈએ કે શ્રીમદ્દ જે અપૂર્વ પદનું તેમણે પોતે સુંદર વર્ણન કર્યું છે તે પામી નહેતા શક્યા. તેમ
Aho! Shrutgyanam