________________
૭ ]
रायचंदभाइन केटांक स्मरणो
रायचन्द भाइना केटलॉक स्मरणो
-=
[ લેખક—શ્રીમાન્ મહાત્મા ગાંધીજી]
[ પૂ. મહાત્મા ગાંધીજી શ્રીમદ્ રાજચંદ્રના ખાસ પ્રશંસક છે. વર્તમાન જગના જે એ ત્રણ મહાપુરુષાની પેાતાના જીવન ઉપર અસરકારક છાપ પડેલી તેમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રમુખસ્થાને છે–એમ મહાત્માજીએ એક કરતાં વધારેવાર જાહેર રીતે મેલી દેખાડયું છે. એ ઊપરથી સમજાય છે કે મહાત્માજીના શ્રીમદ્ રાજચંદ્ર તરફ વિશિષ્ટ સદ્ભાવ છે. એ સદ્ભાવને લઈને મહાત્માજીએ પાતાના ચેરેાડાવાળા જેનિવાસ દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રનાં જીવન સ્મરણા લખવાની પ્રવૃત્તિ શુરુ કરી હતી. પણ તે પ્રવૃત્તિ પાંચેક પ્રકરણા હુમાયાં પછી અંધ પડી અને પછી તા મહાત્માજી કારાવાસથી મુક્ત થઈ હાર આવ્યા એટલે બીજી પ્રવૃત્તિએના મહાન પ્રવાહમાં એ અત્યક્ત પ્રવૃત્તિ પ્રાયઃ સદાને માટે પરિત્યકૂત બની.
[ ૨૭
એ દરમ્યાન શ્રીમદ્ રાજચંદ્રના લેખાના સંગ્રહની નવી આવૃત્તિ પરમશ્રુત પ્રભાવક મંડળ તરફથી તૈયાર થઇ. તેની પ્રસ્તાવના લખવા માટે શ્રીયુત રેવાશકર જગજીવન ઝવેરી તરફથી મહાત્માજીને વિનંતી કરવામાં આવતાં, તેમણે, જેલમાં લખી રાખેલાં સ્મરણાને જ પ્રસ્તાવના રૂપે એ સંગ્રહમાં મુકી દેવાના પેાતાના વિચાર દર્શાવ્યા અને તે શ્રી રેવાશ'ફરભાઈએ આભાર સાથે સ્વીકાર્યા. પણ સાંભળવા પ્રમાણે, પ્રસ્તાવના રૂપે એ સ્મરણા પ્રકટ કરવામાં કેટલાક બંધુઓને મતભેદ છે તેથી જિજ્ઞાસુજાના હાથમાં એ સમરા કયારે પ્રાપ્ત થશે તે કહી શકાય તેવુ નથી. માટે અમે મહાત્માજીની ખાસ અનુમતિથી, એ સ્મરણે આ નીચે પ્રકટ કરીએ છીએ, આ જમાનાના જૈનધર્મના એક અનન્ય તત્ત્વજ્ઞ પુરુષના વિષે, જગના એક અસામાન્ય મહાપુરુષે જે કાંઇ પાતાના પ્રામાણિક અભિપ્રાય લિપિબદ્ધ કર્યાં છે તેના અમૂલ્ય લાભ, સૌથી પ્રથમ, આમ અમારા વાચકાને આપવાના જે અવસર અમને મળ્યા તે બદલ અમને અત્યંત આન થાય છે અને મહાત્માજીએ જે આ અમને લેખટ્ટાન આપ્યું તે બદલ તેમના અત્યંત આભાર માનીએ છીએ.—સ’પાદક. ]
प्रस्ताव ना
શ્રીમદ્ રાજચંદ્રના પત્રા અને લખાણેાની આ આવૃત્તિને સારૂં પ્રસ્તાવના લખવાની માગણી મારી પાસે જેને હું મારા વડીલભાઇ સમા ગણું છું એવા શ્રી રેવાશંકર
Aho! Shrutgyanam