________________
* રસ મન માપના પાન અને સારવારના
સંવ ] आत्मानुशास्ति भावना
[ ૪૫ જેનું મન સંસારની વાત છેડી આત્મારામ બન્યું છે, તે, અમેઘ અમૃતની ધારાથી દરેક અગેમાં છંટાય છે. અર્થાતુ અમૃતવર્ષની શાંતિ મેળવે છે. (૧૨)
एवं ध्यानरता येऽत्र तेऽपि धन्या गुणोन्मुखाः।
वेषमात्रेण ये तुष्टास्तेऽनुकंप्या मनस्विनाम् ॥१३॥ એ પ્રકારે જેઓ અહીં ગુણોન્મુખ (ગુણ દષ્ટિવાળા) અને ધ્યાનરત છે તેઓ ધન્ય છે અને જેઓ માત્ર વેષથી સંતુષ્ટ છે તેઓ વિચારવાનેના દયાપાત્ર છે. (૧૩)
उद्यमे धत्तुमात्मानं ध्येयं स्मत्तु प्रतिक्षणम् ।
हितं वाञ्छन् जनः सर्वोप्येतद्ध्यानपरो भवेत् ॥१४॥ હિતને ઈચ્છતા સર્વ જણે ઉદ્યમમાં આત્માને સ્થાપવા, તેમ જ પ્રતિક્ષણ એયનું સ્મરણ કરવા માટે એના ધ્યાનમાં પરાયણ થવું જોઈએ. (૧૪)
धर्म कतै यदीच्छास्ति तदा वीक्षस्व सादरम् ।
आत्मानुशासनं सूरेः श्रीजिनेश्वरसंज्ञिनः ॥१५॥ જે ધર્મ કરવાની તારી ઈચ્છા હોય તે જિનેશ્વર નામના સૂરિનું [ રચેલું ] આત્માનુશાસન આદરપૂર્વક અવલોક. (૧૫)
___ संसारानित्यतां बुद्ध्वा ये तिष्ठति निराकुलाः ।
ते नूनं वह्निना दीप्ते शेरते निर्भर गृहे ॥१६॥ જેઓ સંસારની અનિત્યતાને જાણીને પણ નિશ્ચિત રહે છે, ખરેખર તેઓ અગ્નિ પ્રજવલતિ ઘરમાં ગાઢ ઉંઘ લે છે. (૧૬)
यौवनैश्वर्यभूपालप्रसादप्रमुखैर्मदैः ।
भूयांसः स्थिरं मत्वा का कोट्या गृहाति काकिनीम ? ॥१७॥ યુવાની, પ્રભુતા અને રાજકૃપા વગેરે મદા વડે ઘણા લેકે પિતાને સ્થિર માની કેણ કરેડની કિંમતે કેડી ગ્રહણ કરે છે. (૧૭)
गतानुगतिको भूत्वा मा त्वं स्वपिहि निर्भरम् ।
पतितं वीक्ष्य कूपेऽन्धं सज्जाक्षस्तत्र किं विशेत् ? ॥१०॥ તું ગતાનુગતિક થઈ–એટલે રુઢિગામી બની બહુ મા સૂજે. અંધને કુવામાં પડેલે જોઈ શું દેખતે માણસ તેમાં દાખલ થાય? (૧૮)
૧ આત્માનુશાસન નામના એક કરતાં વધારે પ્રકરણો રચાયાં હોય એમ જણાય છે. પાર્શ્વનાગસૂરિનું રચેલું એ નામનું પ્રસિદ્ધ પ્રકરણ તો ઘણે ઠેકાણે લેવામાં આવ્યું છે પણ જિનેશ્વરસૂરિનું રચેલું અદ્યાપિ અમારા જેવામાં આવ્યું નથી. પણ આ પ્રકરણમાં એનું ખાસ સૂચન કરવામાં આવેલું છે તેથી તે વિશિષ્ટ ભાવવાળું દેવું જોઈએ એમ ચોકકસ જણાય છે. પાર્થનાગકૃત પ્રકરણ બનશે તે આવતા અંકમાં, આ જ પ્રમાણે પ્રકટ કરવાનો વિચાર છે.
Aho! Shrutgyanam