________________
૪૦ ] जैन साहित्य संशोधक
[ રવંત રૂ શ્રીમાન શંકરાચાર્યે “નૈવામિત્રમવાર”-(૫૦ ૨ ૦ ૨ ફૂડ રૂ૩) સૂત્રના ભાષ્યમાં આહંમત વિષે ચર્ચા કરી છે. તેમાં પૂર્વપક્ષ કરતાં અહમત સંમત જીવ, યુગલ, ધર્માસ્તિકાય, આશ્રવ, સંવર, નિર્જરા, નય અને સપ્તભંગી વિષે પણ જણાવેલું છે. એ ભાષ્યમાં તો માત્ર “ધર્માસ્તિકાય” અને “અધર્માસ્તિકાય” ના નામે જ ઉલ્લેખ છે પણ એની ટીકામાં એ બન્ને શબ્દોની જે વ્યાખ્યા સ્વામી આનંદગિરિએ આપી છે તે, ઉપર જણાવેલી ભગવતીસૂત્રની વ્યાખ્યાને મળતી આવે છે. તેને ઉલેખ આ પ્રમાણે છે: "धर्मास्तिकायः सम्यक्प्रवृत्यऽतुमेयः शास्त्रीयबाह्यप्रवृत्या आन्तरः अपूर्वाख्यो धर्मोऽनुमीयते । अधर्मास्तिकायः स्थित्यनुमेयः-ऊर्ध्वगमनशीलो जीवः, तस्य देहेऽवस्थानेन ધમડકુમીયતે” [ આનંદાશ્રમ ગ્રંથમાળા પૃ. ૫૭૨, આનંદગિરિ ટીકા ]
અર્થાત ધમસ્તિકાયની વિદ્યમાનતા સમક્ટવૃત્તિ દ્વારા જાણી શકાય છે એટલે પ્રાણી છે જે સમ્યફપ્રવૃત્તિ કરે છે તે ધમસ્તિકાયને લીધે. જીવને સ્વભાવ ઉંચે જવાનો છે છતાંય તેને જે શરીરમાં ગંધાઈ રહેવું પડે છે તેનું કારણ અધમસ્તિકાય છે અર્થાત જીવના સહજ સ્વભાવને રોકી રાખનાર અધર્માસ્તિકાય છે-અસત્કર્મ છે.
કદાચ આ વ્યાખ્યાકારને ભગવતીસૂત્રને સાક્ષાત પરિચય હોય અથવા કેઈ દ્વારા ભગવતીના પાઠના ભણકારા એમણે સાંભળ્યા હેય. આ વ્યાખ્યા માટે આજ સુધી તે આનંદગિરિ ઉપર એવો આક્ષેપ હતો કે, એમણે જે વ્યાખ્યા કરી છે તે જૈન ધર્મના પદાર્થોને બરાબર સમજ્યા વિના જ કરી છે. પણ જ્યારે આપણી સામે એમની વ્યાખ્યાને સંવાદક ખુદ જૈન આગમ-અંગ ગ્રંથ ભગવતીને પાઠ વિદ્યમાન છે એટલે એમના ઉપર એવો આક્ષેપ મૂકી શકાય તેમ રહેતું નથી.
આર્ય સિદ્ધસેનની જેમ આનંદગિરિ પણ ધમસ્તિકાય અને અધર્માસ્તિકાયના સંબંધમાં જે પ્રાચીન પરંપરા ચાલતી હશે તેથી પરિચિત હશે અથવા તો આર્ય સિદ્ધસેને “નિશ્ચયઢાત્રિશિકા” ના એ લોક (જે ઉપર દર્શાવેલ છે) માં જણાવેલી ધર્માસ્તિકાય અને અધમસ્તિકાયને લગતી શંકાથી પણ પરિચિત હશે અને સંભવ છે કે, એથી જ એમણે પૂર્વોક્ત બને શબ્દની એવી જુદી વ્યાખ્યા આપી હોય.
- ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના સંબંધમાં મળેલી ભગવતીસૂત્રની બીજી વ્યાખ્યા, આર્ય સિદ્ધસેને એ બે તોની વિદ્યમાનતામાં જણાવેલી શંકા, અને આનંદગિરિએ કરેલી એ બે ની વ્યાખ્યા-એ બધું જોતાં હાલ તુરત તે એ બન્ને શબ્દોને ભાવ વિવાદગ્રસ્ત બને છે અને તેને શાસ્ત્રષ્ટિથી વા પ્રજ્ઞાશક્તિથી ઊહાપોહ થાય અને એ વિષે સવિશેષ પ્રકાશ પડે માટે જ આ ચર્ચાને અહીં આલેખેલી છે.
ભગવતીસૂત્રમાં જે સ્થળે એ પાઠ આવેલો છે તે સમગ્ર અને સંબંધસહિત પાઠ અર્થ સાથે અહીં આપવામાં આવે છે જેથી વિચારકોને આ વસ્તુસ્થિતિને બરાબર યાલ આવી શકે.
Aho I Shrutgyanam