________________
? ]
फारसी भाषामा ऋषभदेव स्तवन
[૨૨
श्री जिनप्रभसूरिकृत फारसी भाषामां ऋषभदेव स्तवन
આ નીચે આપેલું સ્તવન જૈન સાહિત્યમાં એક નવી વસ્તુ છે. જૈન ગ્રંથકારોએ ભારતવર્ષની સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, ગુજરાતી, પંજાબી, કાનડી, તામિળ, તેલુગુ વગેરે આર્ય અને દ્રવિડીય ભાષાઓમાંની ઘણીક ભાષાઓમાં પિતાની અનેક કૃતિઓ કરેલી છે તે તે સુવિદિત જ છે; પણ ફારસી જેવી સ્વેચ્છની ભાષામાં પણ જૈનાચાર્યોએ કાંઈ રચના કરી હશે એની કલ્પના મને આ સ્તવન જોયાં પહેલાં થઈ શકે તેમ ન હતી. જગદ્દગુરૂ શ્રીહીરવિજયસૂરિના શિષ્યો અકબર બાદશાહના દરબારમાં વિશેષપણે રહ્યા હતા તેથી તેમને બાદશાહાતની રાજભાષાનો સારે પરિચય થયો હોવો જોઈએ એ દેખીતું છે અને તેના પુરાવાઓ પણ તપાસ કરતાં મળી આવે તેમ છે. ભક્તામર સ્તવનની ટીકામાં કે બીજે કયાએ મારા વાંચવામાં આવેલું છે કે સિદ્ધિચંદ્ર પંડિત ફારસી ભાષા જાણતા હતા. પણ એ વિદ્રવાને ફારસી ભાષામાં કાંઈ રચના પણ કરી હતી કે કેમ તેને પુરા અદ્યાપિ મારી જાણમાં આવ્યો નથી. પણ પ્રસ્તુત સ્તવન તે એક રીતે ઘણું જૂનું કહેવાય. કારણ કે આના કર્તા શ્રીજિનપ્રભસૂરિ ૧૪મા સૈકામાં થએલા છે. તેઓ અલા-ઉદ્-દીનને જમાનાના છે. દિલ્હી અને તેના આસપાસના પ્રદેશમાં તે ઘણે સમય વિચર્યા હોય એમ તેમના સંબંધે મળી આવતી હકીકત ઊપરથી સમજાય છે. અલા-ઉદ્-દીન પછી દિલ્લીની ગાદિએ આવનાર મહમૂદશાહ બાદશાહના દરબારમાં તે સૂરિવર જતા આવતા હતા અને એ બાદશાહને પિતાની ચમત્કૃતિઓ બતાવી એની જન ધર્મ તરફ કાંઈક સહાનુભૂતિ મેળવી, મુસલમાના હાથે થતા જૈન મંદિરના નાશને કેટલેક અંશે અટકાવવામાં તેમણે સફળતા મેળવી હતી. આ વિગત જોતાં, તેમને ફારસી ભાષાને પરિચય થાય અને તેમાં કુતુહલની ખાતર આવી પ્રભુસ્તુતિ બનાવવા પ્રેરાય તે પ્રસંગ પ્રાપ્ત છે. જિનપ્રભસૂરિ સમર્થ વિદ્વાન હતા એ વાત તો તેમના બનાવેલા વિવિધતીર્થરાજ, વિષિક, સરસ જિૌથી, માટી વગેરે જે કેટલાક ગ્રંથો મળી આવે છે તે ઉપરથી જણાઈ આવે છે. એ ગ્રંથ ઉપરાંત, સંસ્કૃત પ્રાકૃત ભાષામાં તેમણે અનેક સ્તુતિ-સ્તોત્રે રચેલાં છે, જેમાંનાં કેટલાંક પ્રકટ થએલાં અને કેટલાંક અપ્રટ રહેલાં દષ્ટિગોચર થાય છે. એમ સંભળાય છે કે જિનપ્રભસૂરિને પ્રભુસ્તુતિઓ રચવાનો એક પ્રકારને જાણે નિયમ જ હોય તેમ પ્રતિ દિવસ તેઓ કેઈ ને કોઈ નાની મોટી પ્રભુસ્તુતિની રચના કરતા ત્યારે જ તેઓ મુખમાં કઈ વસ્તુ લેતા. કહેવાય છે કે આ નિયમને લઈને તેમણે પ્રાયઃ ૭૦૦ જેટલી સ્તુતિઓ વગેરેની રચના કરી હતી. જિનપ્રભસૂરિની આવી ઉત્કટ પ્રભુભક્તિએ, ફારસી જેવી
Aho! Shrutgyanam