________________
૨૦ ]
जैन साहित्य संशोधक
જિનમાણિકયસૂરિ શિષ્ય પંડિત વિનયસમુદ્રગણુના શિષ્ય ગુણરત્ન નામના મુનિએ સંસ્કૃતમાં નો મદિંતાળ એ પદના જુદી જુદી જાતના ૧૧૦ અર્થ કર્યા છે જેમાં ૧૪ સ્વપન અને ૯ ગ્રહ વગેરેના અથી પણ ઘટાડયા છે.
આ નમસ્કાર મહામંત્રમાં ૯ પદ, ૮ સં૫૬, અને ૬૮ અક્ષર આવેલા છે. ગ્રંથતમાં આ મહામંત્રના માહાસ્યનું વર્ણન કરતાં જણાવ્યું છે કે –
नवकारइकक्खर पावं फेडेइ सत्त अयराण । पन्नासं च पएणं सागरपणसयसमग्गेणं ॥ जो गुणइ लक्खमेगं पूएइ विहीइ जिणनमुक्कारं । तित्थयरनामगोअं सो बंधइ नत्थि संदेहो ॥ अटेव अट्ठसय अट्ठसहस्स अट्टलक्ख अहकोडी उ।
जो गुणइ भत्तिजुत्तो सो पावइ सासयं ठाणं ॥ અર્થાત– ભાવપૂર્વક સ્મરેલા] નમસ્કાર મંત્રને એક અક્ષર સાત સાગરોપમ જેટલા કાળના પાપ નાશ કરે છે, એક પદ પચાસ સાગરોપમ કાળના પાપ નાશ કરે છે અને આ મંત્ર પાંચસો સાગરોપમ કાળના પાપોને નાશ કરે છે. જે મનુષ્ય વિધિપૂર્વક જિનના પૂજન સાથે એક લાખ નમસ્કારનો જાપ કરે તે નિશ્ચયથી તીર્થકર નામ ગોત્રનું પુણ્ય ઉપાર્જન કરી શકે. વળી, જે મનુષ્ય આઠ કોડ, આઠ લાખ, આઠ હજાર, આઠસેને આઠવાર, ભક્તિપૂર્વક આ મંત્રનું ગુણન કરી શકે તે શાશ્વતપદને પ્રાપ્ત કરી શકે.
નમસ્કાર મંત્રના સમરણના પ્રભાવે અહિક અને પારલૌકિક સુખની પ્રાપ્તિ કરનાર પુરુષોનાં અનેક દષ્ટાંત આવશ્યક સૂત્રના વ્યાખ્યા ગ્રંથે વગેરેમાં આપવામાં આવ્યાં હોય છે. જિજ્ઞાસુઓએ તે તે ગ્રંથે જોઈ લેવા.
Aho ! Shrutgyanam