________________
અંજ ૨]
आवश्यकसूत्रना कर्ता कोण ?
[२३५
આવશ્યકસૂત્ર ગણધરકૃત નહિ, પરંતુ અન્ય સ્થવિરકૃત છે એ અભિપ્રાયનું સમર્થન કરનાર જે પ્રમાણે મારા જેવામાં આવ્યાં તે ઉપર ટાંક્યા પછી હવે આવશ્યક સૂત્રને ગણધરકત માનનાર પક્ષના પ્રમાણોનું પરીક્ષણ કરવાનું કાર્ય માત્ર બાકી રહે છે. મારા આ મતના વિરોધી તરીકે જે પ્રમાણે ટાંકવામાં આવે છે તે આગમેદય સમિતિદ્વારા પ્રકાશિત થયેલ વિશેષ આવશ્યક ભાષ્યના ગૂજરાતી અનુવાદ ભા. ૧માં ઉપઘાતના પૃ૦ ૨ ઉપર જોવામાં આવે છે.
આ પ્રમાણેની પરીક્ષાની સગવડ ખાતર હું તે સર્વને ચાર વિભાગમાં વહેંચી નાખું છુંઃ (૧) આવશ્યક કેણે કર્યું એ પ્રશ્નના ઉત્તર માટે “નક્ષત' દ્વારનું વિવરણ, (૨) ભગવાન પાસેથી શ્રી ગૌતમાદિને સામાયિક આદિ સાંભળવાના પ્રયજનનું વર્ણન, (૩) ભગવાનથી સામાયિક પ્રગટ થયાનું વર્ણન અને (૪) અંગપ્રવિષ્ટ તેમ જ અંગબાહ્ય શ્રુતની વ્યાખ્યાઓ.
(૧) સામાયિક આવશ્યક કોણે રચ્યું ? એ પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકાર શ્રી જિનભદ્ર ક્ષમાશ્રમણની ગાથા નીચે પ્રમાણે છે:
केणकयं ति य ववहारओ निणंदेण गणहरेहिं च । तस्सामिणा उ निच्छयनयस्स तत्तो जओ ऽणन्नं ॥
વિશાવરથમૂત્ર, નાથr ૨૩૨ || વિશેષ-આવશ્યક ભાષ્યના એ ગૂજરાતી અનુવાદની ઉપઘાતની ટીપ્પણીમાં આ ગાથાને અર્થ આ પ્રમાણે કર્યો છે: “સામાયિક જે આવશ્યક સૂત્રને એક પહેલો ભાગ છે તે અર્થથી શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું અને સૂત્રથી શ્રી ગણધર મહારાજે કર્યું છે;' પરન્તુ મારે કહેવું જોઈએ કે આ અર્થ નથી ગાથામાંથી નીકળતો કે નથી તેની માલધારી શ્રી હેમચંદ્રકૃત ટીકામાંથી. ઉલટું આ લેનત દ્વારનું વર્ણન તે સામા પક્ષકારની તરફેણમાં નહિ, પરંતુ વિરૂદ્ધમાં જ જાય છે; આ દ્વારમાં એમ કહેવામાં આવ્યું છે કે “સામાયિક કેણે કર્યું ?” અને તેને ઉત્તર ઉક્ત ગાથામાં એ પ્રમાણે આપ્યો છે કે “વ્યવહારથી સામાયિક શ્રી તીર્થકરો અને ગણુધરેએ કર્યું છે; પરન્તુ નિશ્ચય દષ્ટિએ સામાયિકના કર્તા તેના સ્વામી અર્થાત તેના અનુષ્ઠાન કરનારાઓ છે. સામાન્ય અભ્યાસીઓ સાથે માનસિત સદા, સૂર્ણ નથતિ ના નિડા એ સર્વવિદિત કથન અનુસાર જરૂર એમ માનવા પ્રેરાય કે સામાયિક એ વસ્તુ રૂપે શ્રી તીર્થકરોએ ઉપદેર્યું અને સૂત્ર રૂપે શ્રી ગણધરોએ રચ્યું; પરન્તુ જેના દ્વારની એ ગાથાનો એ અર્થ જ નથી, એનો ભાવ જુદો જ છે. એ ગાથામાં અર્થ દ્વારા સામાયિક કોણે કર્યું અને સત્ર દ્વારા કોણે રચ્યું એ પ્રશ્નનો ઉત્તર જ નથી, એમાં તો સામાયિક જે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ આત્મિક * પરિણામ છે, તેના વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ કરનારનું નિરૂપણ છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સામાયિક રૂપ આત્મિક પરિણામને નિશ્રયદષ્ટિથી કર્તા તેના અનુષ્ઠાન કરનારાઓ છે અને વ્યવહારદષ્ટિથી તેના કર્તાઓ એટલે ઉપદેશક, પ્રોજકે, પ્રેરક અર્થાત સામાયિક રૂપ આચારનું ઉપદેશ દ્વારા પ્રવર્તન કરાવનારાઓ શ્રી તીર્થકર, શ્રી ગણધર આદિ છે; તે જ વ્યવહારદષ્ટિએ તેના કર્તા કહેવાય. આ અર્થ છે કે ગાથામાં વપરાયેલા “સ્વામી’ શબ્દથી સ્પષ્ટ થાય છે, છતાં તેની ટીકામાં તે એ અર્થ એટલો બધો સ્પષ્ટ કર્યો છે અને તે ગાથાની આગળ પાછળનું પ્રકરણ તથા તે ઉપરની ટીકામાં આ મારે કહેલો જ અર્થ અસંદિગ્ધ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે. સારાંશ એ છે કે જેના દ્વારની પ્રસ્તુત ગાથા સામાયિક અધ્યયનના કર્તાનું પ્રતિપાદન નથી કરતી, પરંતુ સામાયિક રૂપ આત્મિક ગુણના વ્યાવહારિક અને નશ્ચયિક કર્તાનું નિરૂપણ કરે છે જેને શબ્દાત્મક સામાયિક અધ્યયનના કર્તાના નિરૂપણ સાથે કશો જ સંબંધ નથી.
Aho ! Shrutgyanam