________________
૨૨૪ ]
जैन साहित्य संशोधक
[ણંદ ૨
स्थानमौनध्यानरूपकायत्यागेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । मूलोत्तरगुणधारणीयता यत्र ख्याप्यते तत् प्रत्याख्यानम् । एतैरध्ययनैरावश्यकश्रुतस्कन्ध उक्तः ।
मनसुखभाई- भगुभाई - प्रकाशित श्रीयशोविजयजीकृत तत्वार्थव्याख्या, पृ० ५० । ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી જેવા શાબ્દિક, આલંકારિક, નૈયાયિક અને આમિક વિષે કાઇપણુ એમ કહેવાનું સાહસ ભાગ્યે જ કરશે કે તે ચાલતી શ્રુતપરંપરા કરતાં કાંઈ નવું જ લખી ગયા છે અથવા તે તેને લાક્ષણિક અર્થ કરવાનું સુઝ્યું નહિ. ઉપાધ્યાયજી વિશેષઆવશ્યક ભાષ્ય વગેરે અન્ય સમગ્ર આગમ ગ્રંથોના ઉંડા અભ્યાસી હતા અને વળી મલધારી શ્રી હેમચંદ્રની વૃત્તિ પણ તેએની સામે હતી; તેથી જે તેએને આવશ્યકના અર્થ નિર્યુક્તિપરક કરવાનું યેાગ્ય લાગ્યું હેત તે તેઓશ્રી પેાતાની શ્રી તત્ત્વાર્થ ભાષ્યની વૃત્તિમાં તે પ્રમાણે જરૂર કરત; પરન્તુ તેમ ન કરતાં જે સીધા અર્થ કર્યાં છે. તે વાચકશ્રીના ભાષ્ય અને શ્રી સિદ્ધસેનગણિની ટીકાના વિચારના પાક છે એમ કબુલ કરવું જ પડશે.
(૪) શ્રી તત્ત્વાર્થ ભાષ્ય અને તે ઉપરની બે ટીકાએ એ ત્રણે પ્રમાણેાનું સવાદી અને ખલવત્ સ્પષ્ટ પ્રમાણ એક ચેાથું છે; અને તે સેન પ્રક્ષનું. સેન પ્રશ્નના પૃ૦ ૧૯ પ્રશ્ન ૧૩ આવશ્યક સૂત્રના કર્તા સબંધમાં જ છે, તેમાં પૂછવામાં આવ્યું છે કે આચારાંગના ખીજા અધ્યયનની ટીકામાં સેગરસ સૂત્રને શ્રી ભદ્રબાહુસ્વામીકૃત કહ્યું છે તે શું એ એક જ સુત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે કે આવશ્યકના બધાં સૂત્રેા શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે અગર તે। એ બધાં સૂત્રેા ગણધરકૃત છે? આના ઉત્તર સેન પ્રશ્નમાં જે આપવામાં આવ્યા છે તે ખાસ ધ્યાન આપવા જેવા છે. તેમાં કહ્યું છે કે આચારાંગ આદિ અંગપ્રવિષ્ટશ્રુત ગણધરોએ રચેલું છે અને આવશ્યક આદિ અંગખાશ્રુત શ્રુતસ્થવિરાએ રચેલું છે, અને એ વાત વિચારામૃત સંગ્રહ, આવશ્યકવૃત્તિ આદિથી જણાય છે. તેથી લેગસસૂત્રની રચના શ્રી ભદ્રખાતુસ્વામીની છે અને અન્ય આવશ્યક સૂત્રેાની રચના નિર્યુક્તિ રૂપે તે તેની જ છે, અર્થાત્ લેગસ્સનું મૂલસૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે; અને બાકીના આવશ્યકસૂત્રેાની-નિર્યુક્તિ જ માત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે. પરન્તુ લેાગક્સ સિવાયના અન્ય આવશ્યકના સૂત્રેા તે। શ્રી ભદ્રબાહુસ્વામીથી ભિન્ન અન્ય શ્રુતસ્થવિરાના રચેલાં છે. એ તે પ્રશ્નના ઉત્તરકથનને સાર છે. સેન પ્રશ્નના સંપૂર્ણ પાઠ આ પ્રમાણે છે;
आवश्यकान्तर्भूतश्चतुर्विंशतिस्तवस्त्वारातीयकालभाविना श्रीभद्रबाहुस्वामिनाऽकारीत्याचाराङ्गवृत्तौ द्वितीयाध्ययनस्यादौ तदत्र किमिदमेव सूत्रं भद्रबाहुनाकारि सर्वाणि वा आवश्यकसूत्राणि कृतान्युत पूर्व गणधरैः कृतानीति किं तत्वमिति प्रश्नः ? अत्रोत्तरं - आचाराङ्गादिकमङ्गप्रविष्टं गणभृद्भिः कृतम्, आवश्यकादिकमनङ्गप्रविष्टमक देशोपजीवनेन श्रुतस्थविरैः कृतमिति विचारामृत सङ्ग्रहाऽऽवश्यकवृत्त्याद्यनुसारेण ज्ञायते, तेन भद्रबाहु स्वामिनाऽऽवश्यकान्तर्भूतचतुर्विंशतिस्तव रचनमपराऽऽवश्यकर चनं च निर्युक्तिरूपतया कृतमिति भावार्थ: श्री आचाराङ्गवृत्तौ तत्रैवाधिकारेऽस्तीति बोध्यमिति ॥ सेनप्रश्न, पृ० १९; प्रश्न १३ ।
ઉપરના ચારે પ્રમાણા જ્યાંસુધી ખાટાં સાબિત ન થાય ત્યાંસુધી હું મારા અભિપ્રાય બદલું તે તેને અર્થ એ જ થાય કે વિચાર વિનાની કાઈપણ એક રૂઢિ માત્રને સ્વીકારી લેવી.
Aho ! Shrutgyanam