________________
૨૨૦ ]
जैन साहित्य संशोधक .
[खंड ३
લખવાની હોય તો તે હું બીજી જ રીતે લખું એમ મને લાગ્યા જ કરે છે તેમ છતાં આવશ્યક સૂત્રના કર્તા વિષેનો મારો વિચાર હજી બદલાયે નથી એ મારે સ્પષ્ટપણે જણાવી દેવું જોઈએ.
પ્રસ્તાવનામાં કરાયેલાં આવશ્યકક્રિયાના સમર્થન સામે તે કોઈ પણ રૂઢિગામી સાંપ્રદાયિક સાધુ કે પ્રહસ્થને લેશ પણ વિરોધ કે મતભેદ ન હોય એ દેખીતું છે. એવા લોકો માટે તે મતભેદ કે વિરેધના વિષય માત્ર બે છેઃ (૧) આવશ્યકસુત્રના કર્તા વિષે મારે મત અને (૨) જૈન આવશ્યકક્રિયાની જૈનેતર નિત્યકર્મ સાથે સરખાવવાની મારી પદ્ધતિ.
બીજા મુદ્દાના બચાવ ખાતર મારે ટીકાકારોને એટલું જ કહેવું જોઈએ કે આજે જે તુલનાત્મક પદ્ધતિએ અભ્યાસ શરૂ થયો છે અને જે લગભગ સાર્વત્રિક થતું જાય છે તેથી ડરવાને કશું જ કારણ નથી. જે આપણી વસ્તુ સર્વોત્તમ હોય તો તુલનામાં તે બતાવી શકાય, અને જે તેવી સર્વોત્તમ વસ્તુને એક અભ્યાસી બરાબર સરખામણી કરી તેની સર્વોત્તમતા સાબિત ન કરી શકે તો તે કાર્ય કઈ બીજે કરે; પરંતુ જ્યાં સુધી સરખામણીમાં કોઈ પણ વસ્તુને ઉતારવામાં ન આવે ત્યાં સુધી તેની સર્વોત્તમતા એ તો માત્ર પોતાની માની લીધેલી સર્વોત્તમતા જેવી જ માત્ર છે. અને વળી આપણી પ્રાચીન પ્રથામાં પણ સરખામણીને અવકાશ કયાં ઓછા છે? જ્યારે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે ત્યારે જાણે અજાણે પણ પોતાના ધર્મતનું બીજા ધર્મત સાથે યથાશક્તિ તેલન કરે જ છે; અલબત્ત, એ ખરું છે કે પ્રાચીન પ્રથા અનુસાર તેલનને ઉદ્દેશ ગમે તે રીતે પોતાની વસ્તુને એક અને બીજાની વસ્તુને કનિષ્ઠ બતાવવાનો હોય છે, ત્યારે આ આધુનિક પ્રથામાં એ એકાંગીપણું કાંઈક દૂર થયેલું
જોવામાં આવે છે. આચાર્યશ્રી હરિભદ્રજી અને ઉપાધ્યાયશ્રી યશોવિજયજીની કૃતિઓમાંથી એવા સંખ્યાબદ્ધ વિચારે તારવી શકાય એમ છે કે જે માત્ર તટસ્થ તુલનાત્મક દૃષ્ટિએ કરાયેલા છે. વળી આપણે પ્રાચીનકાળમાં થયેલું એ જ બધું ક્યાં કરીયે છીયે ? ઘણુંયે જુનું છડીયે છીયે અને નવું સ્વીકારી છીયે. જો તુલનાત્મક પદ્ધતિ સર્વગ્રાહ્ય થતી જતી હોય તે તે દૃષ્ટિએ આવશ્યકક્રિયાનું તેલન કરવામાં હું તેનું મહત્વે જોઉં છું. સમભાવ એ મુખ્ય જૈનત્વ છે; તેનો આવિર્ભાવ માત્ર કુળ જૈન કે રૂઢ જૈનમાં જ હોય અને અન્યત્ર ન હોય એમ તો જૈનશાસ્ત્ર કહેતું જ નથી. જૈનશાસ્ત્ર ઉદાર અને સત્યગ્રહી છે, તેથી તે જતિ, દેશ, કાળ કે રૂઢિનું બધુને ન ગણકારતાં જ્યાં જેવું તત્વ સંભવે ત્યાં તેવું જ વર્ણવે છે. આ કારણથી જૈન આવશ્યક ક્રિયાની જૈનેતર નિત્યકર્મ કે સધ્યા આદિ સાથે તુલના કરવામાં જે બીજએ પણ માને છે તેને જ હું ભૂષણ માનું છું. અને આ વાતને વધારે તો સમય જ સિદ્ધ કરશે
પહેલા મતભેદનો વિષય કર્તાના સમયનો છે. ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યક સૂત્ર ગણધરકૃત નહિ, પણ અન્ય કોઈ સ્થવિરકૃત છે એવા મારા વિચારનું તાત્પર્ય જે કાઈ ટીકાકાર એવું કાઢતા હોય કે આ વિચાર આવસ્યકની પ્રાચીનતા વિષયક લેકશ્રદ્ધાને લોપ કરે છે અને તે દ્વારા આવશ્યકક્રિયાની મહત્તા ઘટાડી અને તેના હાલમાં નિમિત્ત થાય છે તે ખરેખર તે ટીકાકારે મારા કરતાં સત્યને જ વધારે અન્યાય કરશે. હું સંપૂર્ણ મૂળ આવશ્યક ગણધરકત નથી માનતે; પણ તેના કર્તા સ્થાપીને લગભગ ગણધર સમકાલીન અગર લગભગ તેટલા જ પ્રાચીન માનું છું, અને તેથી આવશ્યક સૂત્રની પ્રાચીનતા જરાયે લુપ્ત થતી નથી. કદાચ કોઈ અંશમાં પ્રાચીનતા વિષે જે લોકવિશ્વાસ ઓછો થાય તો તેથી ડરવાનું શું ? જે વસ્તુ સારી અને શ્રેષ્ઠ ન હોય તે તેને કેવળ પ્રાચીનતાને પાષાક પહેરાવી જગતમાં કોઈ પણ વિશેષ પ્રતિષ્ઠિત નહિ કરી શકે; તેથી ઉલટું જે વસ્તુ સારી છે અને જે સત્ય છે તેના પર પ્રાચીનતાને પિપાક નહિ હોય તે પણ તે પ્રતિષ્ઠિત જ થવાની, રહેવાની અને કાળક્રમે તે જ વસ્તુ પ્રાચીન બનવાની.
Aho! Shrutgyanam