________________
ગં ૨]
आवश्यकसूत्रना कर्ता कोण ?
[ ૨૨૨
आवश्यकसूत्रना कर्ता कोण ?
લેખક:-અધ્યાપક શ્રીયુત પં. સુખલાલજી ] છ વર્ષ પહેલાં આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંગ્લ, આગ્રા તરફથી “હિન્દી પંચ પ્રતિક્રમણ’ પ્રસિદ્ધ થયેલું. તેની બે હજાર પ્રતો કાઢવામાં આવેલી અને તે કલકત્તાવાળા બાબુ દાલચંદજી સિધી તરફથી ભેટ રૂપે વહેંચવામાં આવેલી, તે નકલે જોતજોતામાં ખલાસ થઈ ગઈ. પાછળથી કિંમત આપીને પુસ્તક મેળવવાની હજારે માગણીઓ આવી, અને કોઈ ઉદાર ગૃહસ્થ તે પિતાના ખર્ચ કરી તેવી આવૃત્તિ તૈયાર કરી છપાવી ભેટ આપવા માટે અમુક મોટી રકમ ખર્ચવાની પણ સ્પષ્ટ ઇચ્છા દર્શાવી; તેમ જ એ આવૃત્તિનાં બે અનુકરણે પણ થયાં (૧) હિન્દીમાં જ ખરતર ગચ્છના પ્રતિક્રમણરૂપે અને (૨) ગુજરાતીમાં આત્માનંદ સભા તરફથી. લોકોની અધિક માગણી અને થયેલા અનુકરણે એ સામાન્ય રીતે કઈ પણ સંસ્કરણની લોકપ્રિયતા અગર વિશેષતાના સૂચક મનાય છે; પરન્તુ એ બન્ને બાબતે હોવા છતાં હું એ દષ્ટિએ એ આવૃત્તિને સફળ માનવા લલચાયે નથી, સફળતાની મારી કસોટી તે મારો આત્મસંતોષ છે. ગમે તેટલી માગણીઓ આવી અને અનુકરણે પણ થયાં, છતાં એ આ મને પૂર્ણ સંતોષ થયો જ છે એમ નથી, તેથી મારી કસોટીએ એ આવૃત્તિની સફળતા અધુરી જ છે; તેમ છતાં એ આવૃત્તિમાંથી મને જે થોડો ઘણે આશ્વાસ મળે છે તે એટલા જ સારૂ કે મેં તે વખતે તે આવૃત્તિ માટે મારાથી જે શક્ય હતું તે કરવામાં લેશ ૫ણું ઉપેક્ષા કરી ન હતી. તે આવૃત્તિમાં મેં કેટલીક નવીનતાઓ દાખલ કરી છે, તેમાંની એક નવીનતા તો જૈન સમાજ માટે એ છે કે અત્યાર સુધીમાં આવશ્યક જેવા મહત્વપૂર્ણ અને નિત્યકર્મ જેવા મનાતા વિષય તથા તે વિષયના સાહિત્ય ઉપર શાસ્ત્ર ભાષામાં કે લોકભાષામાં નવીન દૃષ્ટિએ કશું લખાયું ન હતું તેના શ્રીગણેશ થયા, અને પ્રસ્તાવના દ્વારા એ દિશામાં વિચાર કરવાની પહેલ કરી.
પ્રતિપાદક શૈલીએ આવશ્યકનાં મૂલત સમજાવવાં અને ઐતિહાસિક દષ્ટિએ આવશ્યકસૂત્રોના સમયને તેમ જ કર્તાને વિચાર કરવો, તેમ જ વળી હમણાં હમણા વિન્માન્ય થયેલી તુલનાત્મક પદ્ધતિએ આવશ્યકગત વિચારો અને તેના પ્રતિપાદક સૂ નું જૈનેતર સંપ્રદાયના નિત્યકર્મ સાથે તેલને કરવું એ હિન્દી પ્રસ્તાવના લખતી વખતે મારી પ્રવૃત્તિનું ધ્યેય હતું. તે વખતે મેં તે માટે જ શ્રમ પણ પુરુકુળ કરેલે, તેમ છતાં પણ તેમાં આપવાના ઘણા મુદ્દાઓ અને બીજી ઘણી વિગતો મારી માંદગી અને બીજા કારણસર રહી જ ગઈ. તેને બીજી આવૃત્તિમાં દાખલ કર્યું અને પ્રથમની આવૃત્તિની ત્રુટિઓનું સંશોધન કર્યું તે પહેલાં જ હું એક બીજા જ માથું ઉંચુ ન કરી શકાય એવા કાર્યભાર નીચે દબાયે.
દરમિયાન હિન્દી પ્રસ્તાવના વાંચનાર કેટલાક એ તરફ આકર્ષાયા અને કેટલાકને તે પ્રસ્તાવના માંહેના અમુક મુદાઓ સાથે વિરોધ પણ જણાવા લાગ્યા. જો કે મતભેદ નહિ ધરાવનાર અવિરેધીઓની સંખ્યા મોટી હતી અને હજી પણ છે, તે પણ મતભેદ ધરાવનાર ટીકાકારોની નાની સંખ્યા તરફ જ મારું ધ્યાન આદરપૂર્વક ગયેલું છે. મેં જે વિચાર્યું છે અને જે લખ્યું છે તે જ સત્ય છે, તેમાં કશું જ પરિવર્તન કરવા જેવું ન હોઈ શકે એવો દાવો તે હું ત્યારે જ કરી શકું કે જે મને સાતિશય જ્ઞાન કે દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થયાનું અભિમાન હોય. એ પ્રસ્તાવના લખતી વખતના કેટલાક મુદ્દાઓ સંબંધમાં મારા જે વિચારે છે તેમાં આજે થોડું પરિવર્તન પણું થયું છે અને તે જ બાબતે જે અત્યારે મારે
Aho! Shrutgyanam