________________
૩
૨ ]
जैन तत्त्व चर्चा
[૨૨૧
હાસ હોઈ શકે છે? ના; તેથી જ તેમાં વિકાસ હોય એમ પણ કહી શકાય નહિ.
આત્માની સ્વાભાવિક શક્તિનો વિકાસ (વૃદ્ધિ) તે જ વિભાવિક શકિતને હાસ (હાનિ) છે અને વૈભાવિકતાને વિકાસ તે જ સ્વાભાવિકતાને હાસ છે. અવ્યવહાર રાશિના છમાં સ્વાભાવિક શક્તિને વિકાસ હેત તે, જરૂર કાષાયિક (વૈભાવિક) સ્થિતિનો હાસ હેત. પરંતુ અવ્યવહાર રાશિના જીવોમાં સ્વાભાવિક શક્તિને અંશે પણ વિકાસ હેતે નથી, તેથી તેમનામાં કષાયની માત્રા (પ્રમાણ કે મા૫) સંજ્ઞી પંચેન્દ્રિય જીની અપે. ક્ષાએ ન્યૂન હોવા છતાં પણ વૈભાવિક શક્તિને હાસ સમજવાને નથી. સૂતેલા અથવા તે મૂછો પામેલા મનુષ્યમાં ધ, લોભ આદિ કષાયિક પરિણામને સ્પષ્ટ પ્રાદુર્ભાવ (આવિભવ કે પ્રકટતા) નથી તેથી શું તે મનુષ્યને જાગ્રત મનુષ્યની અપેક્ષાએ વધારે વિકસિત કહે ? અર્થાત્ જેમ ગાઢ નિદ્રામાં સૂતેલા અથવા તે સખ્ત મૂછને પામેલા મનુષ્યને કાષાયિક પ્રવૃત્તિ ન કરી શકવા માત્રથી, મન્દકષાયી કે વિકસિત કહી શકાય નહિ; તે જ પ્રકારે અવ્યવહાર શશિગત છ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો પ્રમાણે કાષાયિક પરિણામ ન કરી શકવા માત્રથી વિકસિત કહી શકાય નહિ. મૂળમાં તેનામાં જે કાષાયિક પરિણતિની માત્રા ઓછી છે તેનું કારણ આત્મિક અશુદ્ધિની ન્યૂનતા નહિ, પરંતુ સાધનની અપૂર્ણતા અથવા તો નિબળતા માત્ર છે.
સંજ્ઞી પંચેન્દ્રિય જેમાં કષાયની માત્રા વધારે છે અને અવ્યવહાર રાશિના જીવમાં ઓછી છે, કારણ કે અવ્યવહાર રાશિના જ એક કટાકેટી સાગરોપમની સ્થિતિ પણ બાંધી શકતા નથી અને રસબન્ધ પણ બહુ જ થેડે કરી શકે છે, જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સીત્તેર કટાકેટી સાગરોપમની સ્થિતિ અને વધારેમાં વધારે રસબન્ધ કરી શકે છે. કાષાયિક માત્રામાં આટલે ફરક હોવા છતાં પણ અવ્યવહાર રાશિના જ નિકૃષ્ટ જ છે, તેનું કારણ એ છે કે તેમની આત્મિક અશુદ્ધિ અનાદિ કાળથી અત્યન્ત અધિક છે; અને સાધનના અભાવે અથવા તે શક્તિની ન્યૂનતાને કારણે અધિક માત્રામાં કષાય બન્ય કરી શકતા નથી; સૂતેલા અને મૂચ્છિત મનુષ્યની જેમ. પરંતુ જે તેમને સાધને અને શક્તિને લાભ મળી જાય છે તે જ છ સંજ્ઞી જેના પ્રમાણે જ કષાયબધુ જરૂર કરી શકે છે. આમ હેવાથી યોગ્યતાની અપેક્ષાએ અવ્યવહાર રાશિગત છે વિકસિત નહિ, પરતુ નિકૃષ્ટ (હીનતમ અર્થાત્ હલકામાં હલકી શ્રેણિના ) જ છે.
પરંતુ આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે, જેના પર આપણું ધ્યાન હજી ગયું નથી. તે એ કે, સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં જેમ કષાયની માત્રા અધિક હોય છે, તેમ જ તેની સાથે જ્ઞાન અને વીર્યના ક્ષપશમની માત્રા પણ અધિક હોય છે, આ ક્ષાપથમિક માત્રા પર જ વિકાસને આધાર છે. નૈદિક એકેન્દ્રિય જીવમાં સ્પર્શનેન્દ્રિયાવરણના અત્યંત અલ્પ અંશને તેમ જ વીર્યાન્તરાયના પણ અતિ અલ્પાંશને ક્ષયોપશમ હોય છે, બાકીની સર્વ ઇન્દ્રિયોના આવરણને સર્વઘાતી રસ ઉદયમાં હોવાથી તે એકેન્દ્રિય ને બીજી ઇન્દ્રિયો દ્વારા સ્વલ્પ પણ જ્ઞાન થઈ શકતું નથી; પરિણામે તે
Aho! Shrutgyanam