________________
=
સંવ ? ]
श्री हेमचंद्राचार्य प्रसादीकृत मंत्र-पदो ॐकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः।
कामदं मोक्षदं चैव ॐकाराय नमो नमः ॥ - બિન્દુ સંયુક્ત ૩૩ છે તે સર્વ ઈચ્છિત કામને, તથા મોક્ષને આપનાર છે તેથી યોગીઓ નિત્ય એનું જ ધ્યાન કર્યા કરે છે અને એને જ નમસ્કાર કર્યા કરે છે.
નાવવાના કર્તા શુભચંદ્રાચાર્ય પોતાના ગ્રંથના ૩૮ મા પ્રકરણમાં આ પ્રણાક્ષરના માહાભ્યનું વર્ણન કરતાં લખે છે કે –
स्मर दुःखानलज्वाला प्रशान्तेर्नवनीरदम् । प्रणवं वाङ्मयज्ञानप्रदीपं पुण्यशासनम् ॥
અર્થ-હે મુનિ તું પ્રણવ નામના અક્ષરનું સ્મરણ કર, કારણ કે એ પ્રણવાક્ષર દુઃખરૂપી અગ્નિની જ્વાલાને શાંત કરવા માટે નવીન મેઘના જે છે તથા વાડમય–શાસ્ત્રજ્ઞાનને પ્રકાશિત કરવા માટે પ્રદીપ અને પુણ્યનું શાસન છે.
यस्माच्छब्दात्मकं ज्योतिः प्रसूतमतिनिर्मलम् । वाच्यवाचकसम्बन्धस्तेनैव परमोष्ठनः ।।
અર્થ–એ પ્રણવાક્ષરથી જ અતિ નિર્મલ એવી શબ્દરૂપી તિ એટલે કે જ્ઞાનરાશિ ઉત્પન્ન થએલી છે અને તેથી જ આને પરમેષ્ઠી સાથે વાચ-વાચક સંબંધ રહેલ છે–પરમેષ્ઠી આનું વાચ્ય છે અને આ પરમેષ્ઠીને વાચક છે.
हृत्कञ्जकर्णिकासीनं स्वरव्यञ्जनवेष्टितम् । स्फीतमत्यन्तदुर्धर्षं देवदैत्येन्द्रपूजितम् ॥ प्रक्षरन्मूर्भिसंक्रान्तचन्द्रलेखामृतप्लुतम् । महाप्रभावसम्पन्नं कर्मकक्षहुताशनम् ॥ महातत्त्वं महाबीजं महामंत्रं महत्पदम् । शरच्चन्द्रनिभं ध्यानी कुम्भकेन विचिन्तयेत् ॥
અર્થ –ધ્યાન કરવાવાળા સંયમીએ હદયકમળની કર્ણિકામાં વિરાજમાન, સ્વર અને વ્યંજનથી પરિવેણિત, ઉજજવલાકાર, અત્યંત દુધર્ષ, દેવ અને અસુરોના ઇંદ્રાથી પૂજિત, મસ્તકમાં રહેલ અને ઝરતી એવી ચંદ્રમાની લેખાને અમૃતથી સિંચિત, મહા. પ્રભાવ સંપન્ન, કર્મ રૂપ વનને બાળી નાંખવામાં અગ્નિસમાન એવા એ મહાતત્વ, મહાબીજ, મહામંત્ર અને મહત્પદ સ્વરૂપ, તથા શરસ્કાળના ચંદ્રમાની માફક ગેર વર્ણધારક કારનું કુંભક પ્રાણાયામ વડે ચિંતન કરવું
सान्दसिंदुरवर्णाभं यदि वा विद्रुमप्रभम् । विन्त्यमार्न जगत्सर्व क्षोभयत्यभिसंगतम् ॥ जाम्बूनदनिभं स्तम्भे, विद्वेषे कज्जलविषम् । ध्येयं वश्यादिके रक्त चन्द्राभं कर्मशातने ॥
અર્થ-આ પ્રણાક્ષરનું ગાઢા સિંદૂરના રંગ જેવા રૂપમાં અથવા મંગાના જેવા રૂપમાં ધ્યાન કરવાથી આખા જગતને ક્ષેતિ કરી શકાય છે. સુવર્ણના જેવા પીળા રૂપમાં ધ્યાન કરવાથી ગમે તેને ખંભિત કરી શકાય છે. કાજળના જેવા સ્યામરૂપમાં ધ્યાન કરવાથી ગમે તેવા શત્રુને નાશ કરી શકાય છે. લાલ વર્ણમાં ધ્યાન કરવાથી ગમે તેને
Aho! Shrutgyanam