________________
जैन साहित्य संशोधक
खंड ३
વિનીત હદયી, કેમલ સ્વભાવવાળી અને સ્ત્રીસહજ લજજાથી યુક્ત છતાં આત્મસંમાનથી સંપૂર્ણ અન્વિત છે. જેમ સર્વ રીતે મૂળ ઈતિવૃત્ત, દુષ્યન્ત અને શકુન્તલાની સ્વાભાવિક માનુષી વૃત્તિઓનું પ્રતિબિંબ પાડે છે, તેમ નાટકમાં પણ તેમની માનુષી વૃત્તિઓની સ્વાભાવિકતા જાળવવા ઉપરાંત પાત્રાનું પાત્ર ઉન્નત અને આદર્શ ભૂત થયેલું છે. અને એ જ એની ખૂબી છે.”
આ રાસમાં વસ્તુ ઉક્ત નાટકમાંથી લીધેલું સ્પષ્ટ છે. માત્ર પોતે જૈન સાધુ છે તેથી અહિંસાના સિદ્ધાતને ચીવટથી વળગી રહેવાના કારણે યત્રતત્ર ફેરફાર કર્યો છે. જે કે માછલીના ઉદરમાંથી ધીવરને મળેલી મુદ્રિકાને આ રાસમાં તેને સરવર પાળેથી મળેલી જણાવી છે, શકુંતલાને દુષ્યન્ત ભૂલી જતાં તેણી “આ કયાં કર્મ બન્યું” એમ કહી વિલાપ કરે છે તેમાં જૈનભાવના તરવરે છે. વગેરે વગેરે. નામમાં જે પ્રાકૃત ફેરફાર છે તે એ છે કે કણ્વ ઋષિને “કંઠ' દુષ્યત ને “દુષ્કત', શકુંતલા ને સકુંતલા, સિકુંતલા એ નામ અપાયાં છે.
૧૦૪ ટૂંકની આ કૃતિમાં દેશી ઢાળો અને દો જૂદા જૂદા મૂકાયા છે અને એ રીતે લોક પ્રચલિત દેશીઓ-લોક રાગનો ઉપયોગ જૈન કવિઓએ તેરમા સૈકાથી તે છેવટ સુધી કર્યો છે એ એમનું સમગ્ર સાહિત્ય જોતાં જણાશે.
' આ રાસ એક અતિ જૂની પ્રતમાંથી ઉતાર્યો છે. તે પ્રતમાં આ રાસ, તેમ જ આ કર્તાકત અવંતિસુકુમાલ પર પંચઢાલક (પાચ ઢાલની સઝાય-સ્વાધ્યાય) તેમ જ છેવટે હરિયાલી છે, અને વચમાં લક્ષ્મીરત્ન ઉપાધ્યાય શિષ્યકૃત સુરપ્રિય ઋષિ સ્વાધ્યાય છે કે જે કવિ પણ વિક્રમ સોળમા શતકમાં થયા છે. આ પ્રતમાં બે બાજુવાળા એવા ચાર પત્રો છે ને તે ખીચખીચ નાના પણ સુંદર અક્ષરોમાં લખેલા છે. દરેક પત્રની બંને બાજુ પર ૨૩ પંક્તિઓ છે. છેવટે “પં. ખેમકુશલ લખિત’ એમ જણાવ્યું છે. આ પ્રતિ મારી પાસે છે કે જે સુભાગ્યે એક સાહિત્યરસિકભાઈ પાસેથી પ્રાપ્ત થઈ છે. તેના કાગળ પરથી તે સોળમી સદીના અંતમાં યા સત્તરમીના પ્રારંભમાં લખાયેલી લાગે છે. તે પ્રત પરથી અક્ષરશઃ ઉતારો કરી આ કૃતિ અત્ર મૂકવામાં આવે છે. જૂની જૈન પ્રતમાં “ખ ને બદલે “” લખાય છે તેમ અત્ર પણ છે. પણ તેને ઉચ્ચાર “ખ” જ થતું અને તેથી ઉતારામાં “ખ” મૂક્યો છે ને રૂપે જૂનાં છે તે બતાવવા મૂળ રૂપ જ મૂકવામાં આવ્યાં છે. પૂર્વે લખવામાં અને ઉચ્ચારમાં ભેદ રહે તે એ કે ગયઉ લખાય, પણ બોલાય ગયો, એમ કેટલાક માને છે. ગયઉ–ઉ, પહુતુ એવાં ભૂતકાળનાં પ્રાચીન રૂપ મૂળમાં છે, તેનાં આધુનિક રૂપો ગયો–પહોત વગેરે છે. પ્રાચીન ગુજરાતીમાં પુંલિગે પ્રત્યય
ઉ' કાર હતો. સરખા “ અલખામણુ યમ ધર્મ થઉ, જે હુ આદર આપ'-ભાલણકત નળાખ્યાન. ૧૨-૧૬. આ “ઉ” પરથી હાલને “ઓ’ થયો છે અને હાલ લખાય છે. તેવી જ રીતે પ્રાચીન રૂપ કહઈ, પૂરઈ, લહઈ તેના વર્તમાન રૂપ કહે, પૂરે, લહે-એ છે. આ ઉતારામાં પ્રાચીન રૂપ આબાદ રાખ્યાં છે. સામાન્ય રીતે હાલનાં રૂ૫ ઇ ને બદલે એ, ઉ ને બદલે એ મૂકવાથી આવી રહે છે. આ પ્રાચીન કૃતિથી-ભાલણના સમયની કૃતિથી ભાષાશાસ્ત્રીને ઘણું મળી રહેશે.
Aho! Shrutgyanam