________________
૨૮૨]
जैन साहित्य संशोधक
[खंड ३
ઉદ્યતનસૂરિના સંબંધમાં તે આ પ્રશસ્તિમાંથી યથેષ્ટ વિગત મળી જ રહે છે પણ તે ઉપરાંત જે બીજી પણ કેટલીક મહત્ત્વની ઐતિહાસિક વિગતે આમાંથી મળી આવે છે તેનું ઉપયોગી વિવેચન અહિં કરવા ઈચ્છું છું. ગુજરાતમાં પ્રસરેલા જૈનધર્મના પ્રારંભિક ઇતિહાસ ઉપર આ પ્રશસ્તિ ઘણું અજવાળું પાડે છે. અણહિલપુરના શાસનકાલમાં ઉત્કર્ષ પામેલે. જૈનધર્મ, મૂળ કઈ બાજુએથી તળ ગૂજરાતમાં પ્રવિષ્ટ થયો અને કયા આચાર્યના સંયમબળે ગૂર્જરભૂમિ જૈનમંદિરોથી મંડિત થઈ એ વિષયને કેટલાક ખુલાસે આમાંથી મળી આવે છે. જૈનધર્મ પાળનારી બધી વૈશ્ય જાતિઓ-એસવાલ, પિોરવાડ, શ્રીમાલ વગેરે-નું મૂળ સ્થાન ભિન્નમાલ કેમ છે અથવા ભિન્નમાલથી નીકળેલી એ જાતિઓએ શા કારણથી જૈનધર્મનો સ્વીકાર કર્યો-એ બહુ મહત્વના પ્રશ્નના ઉકેલની દિશા પણ આમાંથી સૂઝી આવે તેમ છે. પણ અહિં એ બધી બાબત ચર્ચવાને અવકાશ નથી.
આ પ્રશસ્તિમાંથી હિંદુસ્થાનના રાજકીય ઇતિહાસની દૃષ્ટિએ બહુ ઉપયોગી ગણાય એવી એક બાબત મળી આવે છે અને તે ૩ જી ગાથામાં સૂચવેલા રાજા તેરમાણ અગર તેરરાય વિષેની છે. આ તરમાણ તે બીજો કોઈ નહિં પણ દણોના પ્રબલનેતા તરીકે જે ઈતિહાસમાં પ્રસિદ્ધ છે તે જ એ હેવો જોઈએ. ભારતને જેટલે ઇતિહાસ અદ્યાવધિ પુસ્તકારૂઢ થયો છે તેમાં “પૃથ્વીભક્તા” એવા બીજા કઈ તરમાણને નામનિર્દેશ જડતો નથી, તેથી હું આ તરમાણને દૂણસમ્રાટું તરભાણ જ સમજું છું. અને સ્થાનની દૃષ્ટિએ પણ તે બંનેની એકતા સધાય છે. હિંદના તત્કાલીન ઈતિહાસમાં સમ્રા તેરમાણ એક મહાન સૂત્રધાર છે. ગુપ્ત સામ્રાજ્યના સિંહાસનને વિચલિત કરનાર એ વિદેશી વીર મધ્ય એશિયાની મભૂમિમાંથી હાર નીકળી વિક્રમના ૬ ઠા સૈકાની બીજી પચીસીના અરસામાં ભારતમાં પેઠે અને પંજાબ અને દિલ્લીના
શનો વિજય કરતો મધ્યભારતની છેક માલવભમિ ઉપર વિ. સં. પદ ની આસપાસમાં એણે પોતાને વિજયધ્વજ ઉડતે કર્યો. ૧૯ ભારતની રાજકીય, ધાર્મિક અને સામાજિક પરિસ્થિતિમાં મહાન પરિવર્તન ઉપસ્થિત કરનાર એ દૃણાધિપતિનું ભારતીય પાટનગર ક્યાં અને કયું હતું તેને પત્ત પુરાતત્ત્વવેત્તાઓને હજી લાગ્યો નથી. એના પુત્ર મહાવીર મિહિરકુલની રાજધાની સાકલ (પંજાબમાં આવેલું હાલનું સીયાલકેટ) હતું એ તો કેટલાક પુરાવાઓ ઉપરથી નિર્ણત થયું છે પણ એના પોતાના નિવાસસ્થાનને જે કશો પત્તો ન હતો તે આ કુવલયમાલામાંથી મળી આવે છે. આ કથામાં જણાવ્યા પ્રમાણે એની રાજધાની પāર્શ કરીને હતી અને તે ચંદ્રભાગા (ચિનાબ) નદીને તીરે વસેલી હતી.
પંજાબના પ્રાંતના નકશામાં એ સ્થાન ક્યાં આવેલું હોવું જોઈએ તેને શેધ હવે પુરાવિદોએ કરવાની જરૂર છે. પ્રવ્યથા એ પ્રાકૃત નામ છે. એનું સંસ્કૃત રૂપાંતર પાર્વતિ કે પાર્વતી એવું કાંઈક થાય. એ નામને મળતું સ્થાન પંજાબ-પ્રાંતના નકશામાં દેખાતું નથી તેમ જ એ વિષયને લગતાં જે જૂનાં ભૌગોલિક પુસ્તકો છે તેમાં પણ તેને પત્તો લાગતો નથી. યવનચંગના પ્રવાસ વર્ણનમાં P0-FA-T0 અગર PO-LA-FA-TO (પ-ફ-તે, પોલ–ફ-તે નામના પંજાબના એક પાટનગરને ઉલ્લેખ આવે છે.૨૦ G-E-તો એ ચનિક શબ્દને સંસ્કૃત ઉચ્ચાર gવૈત એવો થાય છે. તો શું એ પર્વત જ તરમાણની રાજધાની પૂબ્યુરા નહિં હોય ? યવનચંગના લખવા પ્રમાણે છે--તો મુલ્લાનથી ૭૦૦ લી એટલે ૧૧૭ માઈલ ઉત્તર-પૂર્વમાં આવેલું હતું. કનિંગહામ સાહેબે હિસાબ કરીને જોયું તો મુતાનથી બરાબર એ જ દિશામાં અને એટલે જ છેટે સંપા નામનું સ્થાન પડે છે જે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે પણ આવેલું છે. પણ બીજી કેટલીક બાબતેની શંકાઓ ઉપસ્થિત કરી કનિંગહામ રારોટ નામના સ્થાનને પો-ફ-તે સાથે સરખાવે છે. ૨૧ વીસેન્ટ એ સ્મીથ કાશ્મીર રાજયનું ઉપનગર જે કમ્ છે તેને પોક કહે છે અને ડે. કલીટ આજે અતિ પુરાણુસ્થાન તરીકે જોધાએલું એ જ
Aho I Shrutgyanam