________________
મંત્ર ૨ ]
कुवलयमाला
[ <
રમ્ય બનાવ્યા (૮) એ શિષ્યામાં લુાગ, વિદ, સમડ, દુર્ગા, અગ્નિશમ અને છઠ્ઠા વડેસર ખાસ મુખ્ય હતા.(૯) વડેસરે અગાસવપ્પુ નામના નગરમાં રમ્ય એવું જિનમંદિર બંધાવરાવ્યું.(૧૦) તેમના એક શિષ્ય તત્ત્વાચાય નામે થયા જેઓ તપ અને શીલ આદિના ગુણાથી પૂજ્ય થયા.(૧૧) તેમના જ દાક્ષિણ્યચિન્હ (ઉપનામવાળા) શિષ્યે, હીદેવીના દેશનના પ્રતાપે આ કુવલયમાલા કથા રચી.(૧૨) ઈચ્છિતફળ આપનાર કલ્પવૃક્ષ જેવા આચાર્ય વીરભદ્ર સૂરિ જેના સિદ્ધાન્તાધ્યાપક ગુરુ છે; અને જેમણે બહુ શાસ્ત્ર અને ગ્રંથના વિસ્તાર કરી ( ઘણા ગ્રંથો રચી ) સત્યાના પ્રસાર કર્યાં એવા આચાર્ય હરિભદ્ર જેના યુક્તિશા શિખવનારા ગુરુ છે.(૧૪-૧૫) ત્રિકર્માભિરત એવા મહાદુવારમાં પ્રસિદ્ધ ઉદ્યોતન નામે ક્ષત્રિય થયા જે ત્યાંના તાત્કાલીન ભૂમિપતિ હતા.(૧૫) તેના પુત્ર સંપ્રતિનામે થયા જે વડેસર પણ કહેવાતા,(?) તેના પુત્ર જે ઉદ્યોતન તેણે જ આ કથાની રચના કરી. (૧૭)
પૃથ્વીમાં અષ્ટાપદ [પર્યંત]ની જેમ તુંગ, અલય્ જિનમંદિરાથી મનેહર, શ્રાવકાથી વ્યાપ્ત અને વિષમ એવું જાવાલિપુર નામનું નગર છે. ત્યાં વીરભદ્રે ઊંચું, શ્વેતુ' અને ધ્વજપટથી શેાભતું એવું ઋષભજિનનું મદિર કરાવેલું છે. એ મદિરમાં રહીને ચૈત્ર કૃષ્ણપક્ષની ચતુર્દશીના દિવસે, ભવ્યજનાને ધ કરનારી આ કથા પૂર્ણ કરી છે.(૧૯-૨૦)
પર-શત્રુના સુભટાની ભ્રુકુટિઓના ભંગ કરનાર અને પ્રણયીજનરૂપી રાહણીના માટે ચંદ્રકળા જેવા શ્રીવત્સરાજ નામે નરહસ્તી ત્યારે રાજ્ય કરે છે.(૨૧)
જિનપ્રવચનરૂપી દુસ્તર મહાસાગરના કાણુ પાર પામી શકે તેમ છે. કેવળ હીદેવીના વચનથી અલ્પબુદ્ધિવાળાએ પણ મેં આ કથા કરી છે. તેથી જિનવચનથી જે કાંઇ વિરુદ્ધ કે અધિક લખાયું હાય તા તેનું મિથ્યાદુષ્કૃત થાઓ.(૨૨–૨૩)
ચકુલના અવયવભૂત આચાર્ય' ઉદ્યોતને આ રચના કરી છે. ભવ્યજનાની મુક્તિની આ સહાયક થાએ. આ થા કરવાથી મને જે કાંઇ પુણ્ય પ્રાપ્ત થયું હાય તા તેથી મને જન્મોજન્મ સક્રિયામાં પ્રવનારું મન મળેા.(૨૪–૨૫) શકકાલના સાતસો વર્ષ વ્યતીત થવામાં માત્ર એક દિવસ ન્યૂન હતા તે દિવસે અપરા વેળાએ આ કથા સમાપ્ત થઇ છે.(૨૬)
કવિત્વના અભિમાને કે કાવ્યની બુદ્ધિએ આ રચના કરવામાં આવી નથી. ધ કથા કહેવાના આશયથી આ કથા નિદ્ધ કરી છે માટે આને દોષ ન કાઢશે.(૨૭)
Aho ! Shrutgyanam