________________
અંક ૨ ]
ऐक ऐतिहासिक श्रुतपरंपरा अने तेनी परीक्षा
હાર્યો અને એકવીશમી વાર છે. શહાબુદીનની પૃથ્વીરાજ સામેની એકવીશ લડાઈઓને આ પરંપરા કરતાં વધારે પ્રામાણિક પુરા નથી. આ બનાવ વિષે રાજશેખરની અંગત માહીતી વિશેષ હોવાને સંભવ નથી. એની માહીતી મૃતપરંપરાની જ હોવી જોઈએ. આ ગમે તેમ હોય પણ એકવીશ વાર લડાઈ થયાને મત, જ્યાં સુધી વધારે પુરાવા મળે નહિ ત્યાંસુધી કેવળ પરંપરાની કેટિને જ રહેવાને.
આ બાબતમાં પણ ઉપર જણાવેલા તબકાત––નાસીરીની માહીતી આપણા કામમાં આવે છે. તેમાં પૃથ્વીરાજ સાથે બે વાર યુદ્ધ થયાનો ઉલ્લેખ છે. પ્રથમવાર શહાબુદીને સખત હાર ખાધી અને બીજી વાર પૃથ્વીરાજ પકડાયે. પ્રથમનો અહેવાલ નીચે પ્રમાણે છે. “પણ રાયકોલા પિથોરા પાસે આવી ગયા હતા, અને સુલતાને તેને મળવા તરાઈ તરફ કુચ કરી. હિંદના બધા રાણુઓ રાયકેલા સાથે હતા.
- જ્યારે લશ્કરે બરાબર ગોઠવાઈ ગયાં ત્યારે સુલતાને ભાલે લીધે અને ગેબિન્દરાય–દિહીને રાય–જે હાથી ઉપર બેસી રણક્ષેત્રમાં ઘુમત હતો તેના ઉપર આક્રમણ કર્યું. સુલતાન–ઈ–ગાઝી જે તે સમયને હૈદર હતા, જે બીજે રૂસ્તમ હતો તેણે ગોવિન્દરાયના મહેડા ઉપર એટલે સખત ઘા કર્યો કે તે કાફીરના બે દાંત તેના મહેમી પડ્યા. તેણે ઇસ્લામના સુલતાન ઉપર જમૈયો તાક્યો અને હાથના ઉપરના ભાગમાં સખત ઘા માર્યો. સુલતાને પોતાના ઘોડાને ફેરવ્યો અને ઘાના દર્દથી તે ઘોડા ઉપર રહી શક્યો નહિ. ઈસ્લામના લશ્કર ઉપર હાર આવી અને તેથી લશ્કર, પાર્થ વ્યવસ્થામાં ન લાવી શકાય, એ રીતે ભાગ્યું અને સુલ્તાન ઘેડ ઉપરથી પડવાની તૈયારીમાં હતા. એક સિંહસમાં ખજ યુવાને તેને જોયો અને એકદમ તેની પછવાડે કુદકો મારી બેસી ગયો, અને તેને પિતાના હાથમાં ટેકવી ઘોડાને પોતાના અવાજથી દેડાવી તેને રણક્ષેત્રની બહાર લાવ્યો.
પૃ. ૪૫૯-૬૦ તબકાત–ઈ–નાસિરિ. આ પ્રમાણે પૃથ્વીરાજની જીતનો અહેવાલ સામા પક્ષે આપ્યો છે. પૃથ્વીરાજ રાસા અને એ જાતના પ્રથાનો અહેવાલ પ્રસિદ્ધ છે એટલે અહીં તે આપવાની જરૂર નથી. આ પછી પૃથ્વીરાજે તબર હિન્દના કિલાને ઘેરે ઘાલ્યો, અને તેર મહિનાસુધી ઘેરો ચાલ્યો. “પછીના વર્ષો સુલ્તાન ઈ ગાઝીએ ઇસ્લામનું લશ્કર ભેગું કર્યું અને ગયા વર્ષનું વેર લેવા હિન્દુસ્તાન તરફ પ્રયાણ કર્યું. ઇસ્લામની સેનામાં એક લાખ અને વીશ હજાર ઘોડેસ્વાર હતા, અને બધા બખ્તરમાં સજજ હતા. સુલતાન આવી પહોંચ્યો એ પહેલાં તબરીન્દા સર થઈ ગયું હતું અને પૃથ્વીરાજની છાવણી તરાઈની પાસે હતી. સુલતાને હવે પોતાના લશ્કરની ગોઠવણી કરી. સૈન્યને મધ્ય ભાગ, સરસામાન, વાવટા, છત્ર, અને હાથીઓ કેટલાક માઇલ પછવાડે રાખ્યાં...ચપલ હાથવાળાં અને બીજા વિનાના સવારની સેનાના ચાર વિભાગ કર્યા અને કાફીરોની સામે ચારે બાજુએથી આક્રમણ કરવા હુકમ કર્યો.” “ઈસ્લામી સેન્ચે આ પ્રમાણે યુદ્ધ કર્યું. અને ખુદાએ ઇસ્લામને ફતેહ આપી અને કાફીરોનું લશ્કર હાર્યું.” “રાય પિરા હાથી ઉપરથી નીચે ઉતરી ઘોડા ઉપર બેઠે, અને નાઠો. સુરસુતીની પાસે કેદ પકડાયા ” અને “તેઓએ તેને જહાનમમાં મોકલ્યો. અને દિલ્હીને ગોબિન્દરાય યુદ્ધમાં માર્યો ગયો.” “હી. ૫૮૮ માં આ બનાવ બન્યા અને આ વિજય મળ્યો.” પૃ. ૪૬૪–૪૬૯
આ રીતે પૃથ્વીરાજને વિજય વિ. સં. ૧૨૪૮ માં થયે અને હાર વિ. સ. ૧૨૪૯માં થઈ. રાજા જયન્તચંદ્રને અહેવાલ આ જ ચતુર્વિસંતિ પ્રબન્ધમાં આપેલ છે. હર્ષ કવિના પ્રબંધમાં
Aho! Shrutgyanam