________________
૧૮]
जैन साहित्य संशोधक
[ સંવંદ રૂ
રાય ઉપર દૂત મોકલ્યા છે અને મુસલમાનો જેઓ સંખ્યામાં હૈડા હતા, તેમના ઉપર ચઢાઈ કરવામાં મદદ કરવા વિનંતી કરી છે. આ લઢાઈમાં મુસલમાનો હાર્યા, કતુબુદીન ઘોડા ઉપરથી પડયા અને અજમેરના ગઢમાં આશ્રય લીધે. આને હિંદુઓએ ઘેર્યો અને સુલતાન શહાબુદીનની મદદ આવતાં ઘેરો ઉો. આ બનાવ હી. પ૯રમાં (વિ. સં. ૧૨૫૭માં) બન્યો. જુઓ પૃ. ૫૨૦-૨૧
આ હારનું વેર લેવા કુતુબુદીને હી. ૫૯૩ માં ફરી ચઢાઈ કરી. આ વખતે આબુ આગળ સખત લઢાઈ થઈ, અને હિંદુઓ હાર્યા. કુતુબુદીને અણહીલવાડ લીધું, અને ત્યાં મુસલમાન અમીર મુ. (3. પરર). આ કુચનું વર્ણન કરતાં અનુવાદક ઈસ્લામી તવારીખના આધારે જણાવે છે કે “ જ્યારે પાલી અને નકુલની સરહદમાં આવ્યા ત્યારે તેઓએ આ સ્થાને ખાલી જોયાં........ અને શત્રઓ બે સેનાપતિઓ નીચે ગોઠવાએલા માલુમ પડયા. તજ-ઉલ-મ–આ સિર પ્રમાણે રાયકરણ અને રારાબર અથવા દારાબર, અને ફિરિસ્તા પ્રમાણે ઉરસી અને વાલન. આ લોકો આબુગઢની તળેટીની એ ખીણના દ્વાર આગળ ગોઠવાયા હતા જ્યાં આગળ મુસલ. માનોની તેમના ઉપર ચઢાઈ કરવાની હિંમત ન ચાલે, કારણકે આ એ જ સ્થાન હતું કે જ્યાં પહેલાં સુલ્તાન મુહમ્મદ ઈ-સમ દેરી પૂર્વે ઘાયલ થયો હતો, અને તેથી ત્યાં આક્રમણ કરવું એ અશુભ ગણાયું હતું, કારણ કે એને એવું જ ફરીથી બને.” (પૃ. પર૧-૨૨) - હવે પ્રશ્ન થાય છે કે આ ઉલ્લેખ પ્રમાણે શહાબુદીનધારી આબુગઢ આગળ ઘાયલ થયો તે કયારે થયો? આ ઉલેખ હી. પાજ ની હારનો સમજો કે ત્યાર પછીને ? હી. પ૭૪ ની હાર આબુ આગળ થઈ હતી એ ક્યાંઈ ઉલ્લેખ નથી. એથી આ કેઈ તાત્કાલિક હાર હેવી જોઈએ. અહીંઆ ઇલીઅટના ઈતિહાસમાંથી મદદ મળે છે. ઇલીઅટે પિતાનો ગ્રંથ પ્રામાણિક ઇસ્લામી તવારીખોના ઉલેખ પૂર્વક લખ્યો છે. તે પ્રમાણે કતબદીને ગૂજરાત ઉપર હી. ૫૯૩ ચઢાઈ કરી હિંદઓને હરાવ્યા તે પહેલાં થોડાક જ માસ ઉપર શાહાબુદીનધારી આબુગઢ આગલ ધાયલ થયા હત ૧૦ આ બનાવ વિ. સં. ૧૨૫૩ અને વિ. સં. ૧૨૫૪ ના વચગાળામાં બન્યો હોવો જોઈએ.
હવે આ બનાવે વસ્તુપાલના જીવન ચરિતમાં બંધ બેસે છે કે નહિ તે જોઈએ. વસ્તુપાલનું મરણ પરંપરા પ્રમાણે વિ. સં. ૧૨૯૬ માઘ સુદ ૫ સેમવારે થયું. આ પહેલાં મુસલમાનોની ત્રણ મુખ્ય હારો ઉપરના અહેવાલ ઉપરથી જણાય છે. એક મૌજુદીન શહાબુદીનની વિ. સં. ૧ર૩૫ માં. તબદીનની વિ. સં. ૧૨૫૩ અને તીજી મૌજુદીન શહાબુદીનની આ જ અરસામાં. વસ્તુપાલની સાથે ધારાવર્ષ રાજા હતા. તે ગુજરાતના રાજા સાથે અનેક વાર બીજા રાજાઓની સામે લડ. હ. આબુ આગળની હાર અને છત બન્ને પ્રસંગે તે હાજર હતા. વિ. સં. ૧૨૩૫ ની છતમાં તેની હાજરી વિશે કશી માહીતી નથી, આ વસ્તુસ્થિતિમાંથી જે કે નિશ્ચિત અનુમાન કાંઈ નીકળતું નથી; તે પણ તે ઉપરથી એવો સંભવ ઉત્પન્ન થાય છે કે વિ. સં. ૧૨૫૩ ની મૌજદીનને આપેલી હાર એ વસ્તુપાલના હાથે અપાઈ હાય.
હવે બીજા બે બનાવ લઈએ, પૃથ્વીરાજનો અને જયંતચંદ્રનો. આ બન્ને બનાવો ઈતિહાસમાં પ્રસિદ્ધ છે, અને તેમને સમય પણું ઉપરના બનાવોથી બહુ દૂર નથી.
પૃથ્વીરાજે શહાબુદીનને વીશવાર છોડી મુકયો એને અર્થ એવો થાય કે વીશવાર શહાબુદીન ૧૦ જુએ પં. ઓઝાને રાજપુતાનેક ઇતિહાસ. પૃ. ૧૬ કિ. ૨ (જુઓ ઇલી અટ હિ, એફ. ઈ. .
૫. ૨૨૩૦) ૧૧ જાઓ પં. ગૌરીશંકર ઓઝાને રાજપુતાને કા ઈતિહાસ. પૃ. ૧૭૬.
Aho! Shrutgyanam