________________
जैन साहित्य संशोधक
[खंड ३
પ્રમાણિક્તા તપાસવામાં મદદ મળે. ચતુર્વિશતિ પ્રબંધની પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે તે ગ્રંથ સંવત ૧૪૦૫ દિલ્લીમાં (ઢિલ્હી) પડ્રદર્શનપોષક મહણસિંહે આપેલા આવાસમાં પૂરો થયો. આ ગ્રંથ રચાવનાર પણ મહણસિંહ હતા. રાજશેખરે આ ગ્રંથ વિક્રમ સંવત ૧૪૦૫ માં પૂરો કર્યો. આ ઉપરથી એ અનુમાન સહજ છે કે તેની હયાતી વિક્રમ સંવત ૧૩૭૫–૧૪૦૦ ના ગાળામાં હશે. વસ્તુપાલન અવસાન કાળ વિ. સં. ૧૨૯૬ માળ સુદ પાંચમ સોમવારને આપે છે. તેજપાલનું મૃત્યુ વિ. સં. ૧૩૦૩ પછી છે. આ ઉપરથી એમ અનુમાન કરી શકાય કે વસ્તુપાલના અવસાન અને રાજશેખરની વચ્ચે અડધી સદીથી થોડોક વધારે સમય હશે. આ ઉપરાંત વસ્તુપાળ જે ગચ્છના સાધુઓને પોતાના કુલગુરુ તરીકે પૂજતો તે હર્ષપુરીય ગચ્છના રાજશેખર સાધુ છે. ગ્રંથ રચનાનું સ્થાન દીલ્હી છે કે જ્યાં સાધારણ રીતે દહીની ઈસ્લામી ચડાઈઓ સારી રીતે જાણીતી હોય. આ ઉપરાંત આ સમયે દીલ્હી ઈસ્લામીઓ માટે કાંઈ બહુ જૂનું પણ થયું હતું કે જેથી આ ચઢાઈઓનાં સ્મરણમાં બહુ ગોટાળો થઈ જાય. કુતુબુદ્દીન ઐબકે દિલ્હી વિ. સં. ૧૨૫૦ માં સર કર્યું. એટલે ઇસ્લામને દિલ્હીમાં આવે પૂરા બે સૈકા પણ થયા ન હતું. આ રીતે કાળની દષ્ટિએ, ગુરુપરંપરાના સંબંધની દષ્ટિએ અને સ્થળની દષ્ટિએ વિચારતાં જણાય છે કે વસ્તુપાલના સમયથી અને આ બનાવથી રાજશેખર બહુ દૂર નથી. આ સાન્નિધ્ય તેની પ્રામાણિકતાના પક્ષમાં છે.
ઉપર જણાવ્યું તેમ મૌજુદીનની આ હારને સમય ચતુર્વિશતિ પ્રબંધમાંથી મળતો નથી. પણ વસ્તુપાલ, તથા વરધવલ અને આજુબાજુના યુગનો અન્ય પુરાવાઓથી સમય જાણીતું છે. વસ્તુપાલને સમય એટલે વીરધવલનો અને ભીમ બીજાને સમય. બીજા ભીમનો રાજ્યસમય વિ. સં. ૧૨૩૫-૧૨૯૮ સુધીનો છે (ઈ. સ. ૧૧૭૮-૧૨૪૨ ). વિરધવલના રજિય સમય વિ. સં. ૧૨૮–૧ર૯૪ (ઈ. સ. ૧૩૩૩–૧૨૩૮) આપેલ છે. જુઓ બોમ્બે ગેઝટીઅર છે. ૧ પૃ. ૧૯૮૨૫.
આ સમયની દૃષ્ટિએ વિચારતાં મૌજુદીન કાણ તેને તુરત પત્તો લાગે છે. સાધારણ રીતે ઇ
५ श्रीप्रश्नवाहनकुले कोटिकनाम्नि गणे जगद्विदिते । श्रीमध्यमशाखायां हर्षपुरीयाभिधे गच्छे ॥१॥ मलधारिबिरुदश्रीअभयोपपदसूरिसन्ताने । श्रीतिलकसूरिशिष्यः सूरिः श्रीराजशेखरो जयति ॥ २ ॥ तेनायं मृदुगधैर्मुग्धो मुग्धावबोधकामेन । रचितः प्रबन्धकोशो जयताजिनपतिमतं यावत् ॥ ३ ॥ तथा कट्टारवीरदुःसाधवंशमुकुटो नृपौघगीतगुणः । बब्बूलिपुरकारितजिनपतिसदनोच्छलत्कीर्तिः॥१॥ बप्पकसाधोस्तनयो गणदेवोऽजनि सपादलक्षभुवि । तद्भूनकनामा तत्पुत्रः साढको दृढधीः ॥ ५ ॥ तत्सूनुः सामन्तस्तल्कुलतिलकोऽभवजगात्सिंहः । दुर्भिक्षदुःखदलनः श्रीमहमदसाहिगौरवितः ॥ ६ ॥ तज्जो जयति सिरिभवः षड्दर्शनपोषणो महणसिंहः । ढिल्ल्यां स्वदत्तवसतौ ग्रन्थमिमं कारयामास ॥७॥
शरगगनमनुमिताब्दे (१४०५) ज्येष्ठामूलीयधवलसप्तम्यां । વિશ્વનામિત્રે સાણં શ્રોત્રÀત્રોઃ યુવે તથા તે ચ. વિ. પ્ર. પુ. ૧૩૯ ૬ જુઓ વસન્તવિલાસ મહાકાવ્યની શ્રીયુત દલાલની પ્રસ્તાવના પૃ. ૨૨-૧૩. ગા. એ. સી. ૭ જુઓ તબકત ઈ. નાસિરીને મેજર એમ. જી. રેવરટીને અનુવાદ, પૃ. ૪૬૯ (ા. ૧
Aho! Shrutgyanam