________________
जैन साहित्य संशोधक
[खंड ३
ઉ. હા. જેમ કે અર્થનય અને શબ્દનય વિચારે ગમે તે અને ગમે તેટલા હેય પણ કાં તો તે મુખ્યપણે અર્થને સ્પશી ચાલતા હશે, અને કાંતો મુખ્યપણે શબ્દને સ્પર્શી પ્રવૃત થતા હશે. અર્થસ્પર્શી તે બધા અર્થનય અને શબ્દસ્પર્શ તે બધા શબ્દનય. આ સિવાય ક્રિયાનય, રાનન, વ્યવહારનય, પરમાર્થનય એવાં અનેક યોગ્ય વર્ગીકરણ થઈ શકે.
પ્ર. આને જરા વિસ્તાર કરવો હોય તે શક્ય છે?
ઉ. હા. મધ્યમપદ્ધતિએ સાત વિભાગ કરવામાં આવે છે, જેમાં પ્રથમના ત્રણ દ્રવ્યાર્થિક અને પાછળના ચાર પર્યાયાર્થિક છે. પ્રથમના ચાર અર્થનય અને પાછળના ત્રય શબ્દનાય છે. માત્ર અહિં એ સાતનાં નામ આપીશું. વિગતમાં નહિં ઉતરીએ. વધારે વિગત અન્યત્ર ચર્ચીશું. ૧ નૈગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, ૪ ઋજુસૂત્ર, ૫ શબ્દ, ૬ સમભિરુદ્ર, અને ૭ એવંભૂત. જીવનું સ્વરૂપ–
प्रमाता स्वान्यनिर्भासी कर्त्ता भोक्ता निवृत्तिमान् ।
વસંવેવસંતિો નીવઃ શિલ્યાનમ: | ૨ | પ્રમાતા, સ્વપર પ્રકાશક, કર્તા, ભક્તા, વિવર્તવાન અને પૃથ્વી આદિના સ્વરૂપથી ભિન્ન એ જીવ સ્વસંવેદનજ્ઞાન વડે સિદ્ધ છે.
પ્ર. અહિં જીવને પ્રમાતા આદિ અનેક વિશેષણે આપેલાં છે તેનું શું પ્રયોજન?
ઉ. પ્રમાતા એ વિશેષણ દ્વારા એમ સૂચવે છે કે જીવ એ બૌદ્ધ સમ્મત માત્ર જ્ઞાનક્ષણ પરંપરા રૂપ’ નથી પણ એક ધ્રુવ તત્વ છે. કર્તા અને ભોક્તા એ બે વિશેષણ દ્વારા એમ સૂચવે છે કે જીવ એ સાંખ્યદર્શનના માનવા મુજબ અકર્તા અને અભકતા નથી. વિવૃત્તિમાન એ વિશેષણથી નૈયાયિક આદિ સમ્મત એવી ફૂટસ્થનિત્યતાને નિષેધ કરે છે. ફિત્યાદિ અનાત્મક એ વિશેષણથી જીવતત્ત્વ ચાવકની માન્યતા મુજબ ભૌતિક નથી પણ પૃથ્વી આદિ પાંચભૂતેથી તદ્દન ભિન્ન-સ્વતંત્ર છે એમ સૂચવે છે.
પ્ર. ઉક્ત પ્રકારના જીવતત્ત્વની સિદ્ધિ ખરી રીતે કયા પ્રકારના પ્રમાણથી થઈ શકે ?
ઉ. સ્વસંવેદન અર્થાત સ્વાનુભવથી. સ્વાનુભવ સિવાય જીવનું સ્વરૂપ સિદ્ધ કરવા સમર્થ બીજું મુખ્ય પ્રમાણે નથી.
પ્ર. પ્રમાતા આદિ દરેક પક્ષને અર્થ છે?
ઉ. પ્રમાણ વડે જ્ઞાન મેળવે તે પ્રમાતા પિતાને અને પિતાથી ભિન્ન વસ્તુને જાણે તે સ્વાન્યનિર્માસીસ્વપર પ્રકાશકઇચ્છાપૂર્વક કઈ પણ ક્રિયા કરે તે કર્તા, કરેલ ક્રિયાનું ફળ ભોગવે તે ભક્તા. સ્થિર રહેવા છતાં અનેક અવસ્થાઓને પ્રાપ્ત થયાં કરે તે વિવર્તવાન. ઉપસંહાર–
प्रमाणादिव्यवस्थेयमनादिनिधनात्मिका ।
सर्वसंव्यवहर्तृणां प्रसिद्धापि प्रकीर्तिता ॥ ३२ ॥ .. અનાદિ અનંત સ્વરૂપ એવી આ પ્રમાણ આદિની વ્યવસ્થા દરેક વ્યવહારી માણસને (સામાન્યરૂપે) પ્રસિદ્ધ-જ્ઞાત છતાં પણ વિશેષ પ્રધાનના અર્થે અહિ) કહેવામાં આવી છે.
Aho! Shrutgyanam