________________
૨૮]
जैन साहित्य संशोधक
[खंड ३
માં ન્યાયપ્રસિદ્ધ પરાર્થ અનુમાનનું અતિ વિસ્તૃત અને અતિ ફુટ વર્ણન જૈન દષ્ટિએ કરવામાં આવ્યું છે તે ઉપરથી એટલું તે લાગે છે કે નિયુક્તિકારના પહેલાં જ તાર્કિક પદ્ધતિ જૈન શાસ્ત્રમાં સ્થાન પામી હશે. છતાં નિર્યુક્તિ સુદ્ધાંમાં એ બે પદ્ધતિને સમન્વય થએલે જણ નથી.
પરંતુ કાળક્રમે જેમ જેમ દાર્શનિક સંઘર્ષ અને તર્કને અભ્યાસ વધતો ગયો તેમ તેમ પ્રથમથી જ આગમમાં પ્રચલિત એ બે પદ્ધતિના સમન્વયનો પ્રશ્ન વધારે સ્પષ્ટપણે ઉપસ્થિત થવા લાગ્યા. આગમમાં મૂળ જ્ઞાનના મતિ શ્રત આદિ એવા પાંચ વિભાગે છે. તેમ જ પ્રત્યક્ષ, પરોક્ષ એમ બે; અને પ્રત્યક્ષ, અનુમાન આદિ એમ ચાર પણ છે. તેમાં કોઈ વિરોધ છે કે નહિં ? અને ન હોય તો તેને સમન્વય શી રીતે? આ પ્રશ્ન થવા લાગે. એને ઉત્તર આપવાને પ્રથમ પ્રયાસ વાચક ઉમાસ્વાતિના તત્વાર્થ સૂત્રમાં થએલે જણાય છે. સમગ્ર આગમોનું દહન કરી સમસ્ત જૈન પદાર્થોને, લોકપ્રિય દાર્શનિક સંસ્કૃત સૂત્ર શૈલીમાં, સૌથી પહેલાં ગૂંથનાર જૈનાચાર્ય વાચક ઉમાસ્વાતિ છે. તેથી તેઓ ઉક્ત પ્રશ્નનું સમાધાન કર્યા વિના નજ રહે તે દેખીતું છે. તત્ત્વાર્થના પ્રથમ અધ્યાયમાં મુખ્યપણે જ્ઞાનનું નિરૂપણ છે. તેમાં વાચકશ્રીએ આગમિક પદ્ધતિની ભૂમિકા ઉપર તાર્કિક પદ્ધતિ ઘટાવી છે. જ્ઞાનના મતિ, મૃત આદિ પાંચ ભેદો બતાવી તેને તાર્કિક પદ્ધતિના પ્રથમ પ્રકારમાં ઘટાવતાં વાચકશ્રી કહે છે કે-પહેલાં બે જ્ઞાન પક્ષ; અને બાકીનાં ત્રણે પ્રત્યક્ષ છે. પક્ષ અને પ્રત્યક્ષ એ બે ભેદવાળી પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિને આગમિક પદ્ધતિમાં ઘટાવનાર આગમાભ્યાસી વાચકશ્રી આગમમાં ઉક્લિખિત ચાર ભેદવાળી બીજી તાર્કિક પદ્ધતિને ભૂલી જાય એમ બનવું અસંભવ છે, તેથી જ તેઓએ પિતાના તત્વાર્થભાષ્યમાં રતુવંમિ કહી ચાર પ્રમાણનું પણ સૂચન કર્યું છે. પરંતુ જેમ પાચ જ્ઞાનને પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણ ભેદમાં સૂત્રધારા ઘટાવ્યાં છે, તેમ એ પાંચ જ્ઞાનને પ્રત્યક્ષ, અનુમાન આદિ ચાર પ્રમાણમાં સૂત્ર કે ભાષ્ય સુદ્ધાંમાં ઘટાવ્યાં નથી. માત્ર કેઈ ચાર પ્રમાણ માને છે એટલું જ જતુર્વિધfમ એ ભાષ્ય વાક્યદ્વારા સૂચન કર્યું છે. આ સૂચન કરતી વખતે વાચકશ્રી સામે “બીજી ચાર ભેદવાળી તાર્કિક પદ્ધતિ જે આગમમાં નિર્દિષ્ટ થએલી છે તે જૈનદર્શનને માન્ય છે કે નહિં; અને માન્ય હોય તે તેમાં પણ પાંચ જ્ઞાન કેમ ઘટાવતા નથી?” એ જીજ્ઞાસુ શિષ્યનો કે દનાંતરીય પ્રતિવાદીઓને પ્રશ્ન હતો. એ પ્રશ્નનું નિરાકરણ કેાઈ ચાર પ્રકારનું પ્રમાણ માને છે એટલા કથનથી થતું નથી. બહુ તે એ કથનઠારા એટલું જ ફલિત થાય કે આગમમાં સ્થાન પામેલ ચાર પ્રમાણેનો વિભાગ એ કાઈ બીજા દર્શનકારનો એ માન્ય કરેલો વિભાગ છે; પણ તે જૈનદર્શનને પણ અનિષ્ટ નથી; એ સૂચવવા વાચકશ્રી આગળ વધીને કહે છે કે નવાવાળ અર્થાત ચતુર્વિધ પ્રમાણન વિભાગ અપેક્ષા વિશેષે સમજો. આ જ ટૂંક સૂચનને વળી તેઓ આગળ જતાં નયસૂત્રના ભાષ્યમાં સ્પષ્ટ કરી કહે છે કે-શબ્દનયની અપેક્ષાએ પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, અને શબ્દઃ એ ચારેનું પ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે. વાચકશ્રીના પૂર્વોપર એ કથનને સાર એટલો જ નીકળી શકે કે બે ભેદવાળી પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિ જ જૈનદર્શનને વધારે બંધ બેસતી છે. અને ચાર ભેદવાળી બીજી તાર્કિક પદ્ધતિ આગમમાં નિર્દિષ્ટ છતાં મૂળે એ દર્શનતરની છે; પણ જેનદર્શનને અમુક અપેક્ષાએ તેને સ્વીકાર કરવામાં કશી અડચણ નથી. આ જ કારણથી તેઓએ પ્રથમ પ્રકારની તાર્કિક પદ્ધતિમાં જેમ પાંચ જ્ઞાનનો વિભાગ ઘટાવ્યો તેમ બીજા પ્રકારની તાર્કિક પદ્ધતિમાં ભાષ્ય સુદ્ધામાં ઘટાવ્યો નથી.
વાચકશ્રીએ જે પ્રત્યક્ષ અને પરોક્ષભેદની તાર્કિક પદ્ધતિને મુખ્યપણે જૈનદર્શન સંમત હોવાની તત્વાર્થ સૂત્રધારા છાપ મારી તેને જ આચાર્ય કુંદકુંદે મંજુર રાખી. તેઓએ પણ પ્રવચનસારના પ્રથમ પ્રકરણમાં તત્ત્વાર્થસૂત્રની જેમ પહેલાં બે જ્ઞાનને પરોક્ષ અને બાકીનાં ત્રણ જ્ઞાનને પ્રત્યક્ષરૂપે વર્ણવ્યાં છે. આગામિક
Aho! Shrutgyanam