________________
न्यायावतार सूत्र
[ ૧૨૭
સ્યાદ્વાદશ્રુતનું લક્ષણ અને જૈનદષ્ટિએ પ્રમાતાનું સ્વરૂપ; ટૂંકમાં છતાં બહુ જ સ્પષ્ટ અને નિશ્ચિતરૂપે બતાવી સિદ્ધસેન દિવાકર ન્યાયાવતારને વિશિષ્ટ જૈનતર્યપદ્ધતિના પ્રથમ ગ્રંથનું સ્થાન આપ્યું છે. જે અત્યાર સુધી કાયમ છે.
જેના પ્રમાણમીમાંસા પદ્ધતિને વિકાસક્રમ આજ સુધીમાં તત્વચિંતકોએ જ્ઞાનવિચારણા એટલે પ્રમાણમીમાંસામાં જે વિકાસ કરેલો છે, તેમાં જૈન દર્શનને કેટલો ફાળો છે એ પ્રશ્નને ઉત્તર મેળવવા જ્યારે જેનાહિત્યને વધારે ઉંડાણથી જોઈએ છીએ ત્યારે હૃદયમાં સાશ્ચર્ય આનંદ થવા સાથે જૈન તત્વચિંતક મહર્ષિ ને પ્રત્યે બહુ માન થયા વિના રહેતું નથી. અને તત્વચિંતન-મનન ૫ તેઓની જ્ઞાનોપાસની મુક્ત કંઠે પ્રશંસા કરવા મન લલચાય છે.
જૈન સાહિત્યમાં જ્ઞાનનિરૂપણની બે પદ્ધતિ નજરે પડે છે. પહેલી આગમિક અને બીજી તાર્કિક આગમિક પદ્ધતિમાં મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ રીતે જ્ઞાનના પાંચ ભેદો પાડી સમગ્ર જ્ઞાનવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. તાર્કિક પદ્ધતિના બે પ્રકારે વર્ણવેલા છે.
(૧) પહેલો પ્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદને; અને (૨) બીજો પ્રકાર પ્રત્યક્ષ અનુમાન અને આગમ એ ચાર ભેદને છે. પહેલી પદ્ધતિને આગમિક કહેવાનાં મુખ્ય બે કારણે છેઃ
(૪) કેઈ પણ જૈનેતર દર્શનમાં નહિ વપરાએલા એવા મતિ, શ્રુત, અવધિ આદિ જ્ઞાનવિશેષવાચી નામો વડે જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે; અને,
(૬) જેનશ્રુતના ખાસ વિભાગ ૫ કર્મશાસ્ત્રમાં કર્મપ્રકૃતિનું જે વર્ગીકરણ છે તેમાં જ્ઞાનાવરણીયકર્મના વિભાગ તરીકે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ (નહિ કે પ્રત્યક્ષાવરણ પરક્ષાવરણ, અનુમાનાવરણ, ઉષમાનાવરણ આદિ ) શબ્દો યોજાએલા છે તે.
બીજી પદ્ધતિને તાર્કિક કહેવામાં પણ મુખ્ય બે કારણ છેઃ
(૪) તેમાં યોજાએલ પ્રત્યક્ષ, પક્ષ, અનુમાન, ઉપમાન આદિ શબ્દો ન્યાય, બૌદ્ધ આદિ જૈનેતર દર્શનમાં પણ સાધારણ છે છે તે; અને,
(૪) પ્રત્યક્ષ, પક્ષ આદિપે સમગ્ર જ્ઞાનવૃત્તિનું પૃથક્કરણ કરવામાં તર્કદષ્ટિ પ્રધાન છે તે.
ગણધર શ્રી સુધર્મ પ્રણીત મૂળ આગમથી માંડીને ઉપાધ્યાય યશવિજયજીતી કૃતિ સુધીનાં જ્ઞાનનિરૂપણ વિષયક સમગ્ર શ્વેતાંબર-દિગંબર વાભયમાં માત્ર કર્મશાસ્ત્ર બાદ કરીને ) આયમિક અને તાર્કિક બે પદ્ધતિઓનો સ્વીકાર કરાએલો છે. એ બેમાં આગમિક પદ્ધતિ જ પ્રાચીન હોય તેમ લાગે છે. કારણ કે જૈન તત્ત્વચિંતનની ખાસ વિશિષ્ટતા અને ભિન્ન પ્રસ્થાનવાળા કર્મશાસ્ત્રમાં તે જ પદ્ધતિ સ્વીકારાએલી છે. આ કારણથી એમ પણ કહી શકાય કે ભગવાન મહાવીરના સ્વતંત્રવિચારનું વ્યક્તિત્વ આગમક પદ્ધતિમાં જ છે. બીજી તાર્કિક પદ્ધતિ છે કે જૈન વાભયમાં ઘણાં જૂના કાળથી જ દાખલ થએલી લાગે છે, પણ તે આગમિક પદ્ધતિની પછી જ અનુક્રમે દાર્શનિક સંઘર્ષણ તેમ જ તર્કશાસ્ત્રનું પરિશીલન વધવાને પરિણામે ગ્ય રીતે સ્થાન પામી હેય તેમ ભાસે છે.
મૂળ અંગ ગ્રન્થમાંથી ત્રીજા સ્થાનાંગ નામના આગમમાં તાકક પદ્ધતિના બન્ને પ્રકારે નિર્દેશ છે. ભગવતી નામક પાંચમા અંગમાં ચાર ભેદવાળા બીજા પ્રકારનો નિર્દેશ છે. મૂળ અંગમાં આગમિક અને તાર્કિક બન્ને પતિએ સમગ્ર જ્ઞાનવૃત્તિનું નિરૂપણ થએલું હેવા છતાં પણ ક્યાંયે એ બે પદ્ધતિને પરસ્પર સમન્વય કરાએલે નજરે પડતો નથી. શ્રીમદ્દ ભદ્રબાહુકત દશવૈકાલિકનિક્તિ (પ્રથમાધ્યયન)
Aho! Shrutgyanam