________________
जैन साहित्य संशोधक
બારસઈ ચારિ તેરણ ચડવા એ, સહસ સુખાસણિ જાણિ તુ; પાંચસઈ બ્રાહ્મણ વેદ ભણઈ એ, નિતુ ઊગમઈ ભાણિ તુ પાંચસઈ પાંચે આગલા એ, સમેસરણ પટકૂલ તુ; પાંચસઈ સિંહાસણા એ, કારાવિય બહુ મૂલ તુ. ૩૬ સાતસઈ મઠ તપસી તણ એ, ચઉસઠ્ઠી તુરક મસીતિ તુ; પનરહ સઈ વસ્તિગ તણુઈ એ, નિત મહાત્મા વિહરતિ , ૩૭ વરસિઇ સંઘપૂજ આરિ કિય, લીઘઉ જગિ જસવાઉ તુ પંચવીસસઈ ઉદ્ધાર કિય, મહેસરીય પ્રાસાદ તુ. ૩૮ સહસ એક નિતુ કાપડીય, જિમણ કરાઇ બહુ ભાવિ તું, સાતસઈ કૂવ ખણુવિયા એ, થ્યારિસઈ ચઉસઠ વાવિ ત. ૩૯ ચારિસઈ પર મંડાવિયા એ, બારહ કાલી માસિ તુ; જાત્ર કરવા ભાવ કીલ, કવડિલ પૂરઈ આસ તુ.
તે વસ્તુ સાહ વસ્તિગ, સાહ વસ્તિગ, અનઇ તેજપાલ; બિહુ બાંધવ આલેચ કરિ, ઠામ ઠામ કરણી કરાવીય; દ્રવ્ય વેચઈ બહુ ભાવ ધરિય, બદ અ પુણ્ય ભંડાર ભરાવીય. યાત્રા કરવા ઊપનુ, મંત્રિ મનિ હિવ ભાઉ; સાંનિધ અંબિકદેવિ કિય, કવડિલ તણુઉ પસાઉ. ૪૧
ભાષા ૫ મી. યાત્રા કરેવા ચાલીઉ તુ, ભ૦ દેવાલા સઉ એક તુઃ દેસિવિદેસિઈ આવીયા તુ, ભ૦ મિલિયા સંઘ અનેક તુ. ૪૨ ઉગણસઈ સીકરિ ભલી તુ, ભ૦ શ્યારિઈ રાય સુરંગ તુ; અઢારસઈ વાજિત્ર ભલા તુ, ભ, ચ્યારિ સહસ તુરંગ તુ. ૪૩ પાયક પાર ન પામીઈ તુ, ભ૦ પાલખી સઈ પાંચ તુ; સેજવાલાં સંધિ ઘાલીયા તુ, ભ૦ ગ્યારિ સહસ અનઈ પાંચ તુ. ૪૪ સાતસઈ ગણધર ચાલીયા તુ, ભ૦ વસઈ તેહના સીસ તુ બિસઇ ત્રીસ દાંતરથ તુ, ભ૦ ભાટહ સઇ તેત્રીસ તુ. ૪૫ અગ્યારસઈ ખમણ મિલ્યા તુ, ભ૦ ગાયણ ત્રિણિ સહસ તુ; દસ સઈ ચારણ સાથિંઈ ભગુઉ તુ, ભ૦ લેહકાર સઈ દસ તુ. ૪૬ સહસ એક સૂત્રધાર તુ, ભ૦ કંઈ શત એક તુ; બિ સહસ પિડીયાં મિલ્યાં તુ, ભ ઊટ સંઘાતિ સઈ સાત તુ.૪૭ ત્રાંબ ચરૂ કડાહિયા તણી તુ, લમલાભઈ સંક્ષ ન પાર તુ; સાત લાખ માણસ મિલ્યા તુ, ભ૦ અવર ન જાણું ભાર તુ. ૪૮
Aho I Shrutgyanam