________________
વ ૨ ],
आहार शुद्धि अने रसत्याग
आहार शुद्धि अने रसत्याग " [ લે. શ્રીયુત વાલજી ગોવિંદજી દેસાઈ. બી. એ. એલએલ.બી. ]
અહિંસા તથા સંયમની દૃષ્ટિએ આહારશુદ્ધિને વિચાર જૈન લોકેએ કર્યો છે એટલે કદાચિત બીજા કેઈએ નથી કર્યો. એટલે સાધુજીવનને અંગે જીભનું વશીકરણ કેટલું મહત્વનું છે એ વિષયે જેનશાસ્ત્ર શું સાક્ષી પૂરે છે એનું સહજ દિગ્દર્શન કરવાની આ સ્થળે ધારણા છે.
- ઉત્તરાધ્યયન સત્રના સોળમા અધ્યયનમાં બ્રહ્મચર્યનાં દશ સમાધિસ્થાન, અર્થાત સાધન, ગણાવ્યાં છે. ત્યાં કહે છે – पणीयं भत्तपाणं तु खिप्पं मयक्विड्ढणं । बंभररओ भिक्खू निश्चओ परिकजए | (प्रणीतं भक्तपानं तु क्षिप्रं मदविवर्धनम् । ब्रह्मचर्य रतो भिक्षुनित्यशः परिवर्जयेत् ॥)
(સાધુએ પ્રણીત અર્થાત જેમાં ઘી વગેરે રસ હાલી મળ્યા હોય એવું, અને તત્કાળ વાસનાને ઉત્તેજનારું ખાનપાન હમેશાં વર્જવું.) धम्मलद्धं मियं काले जत्तत्यं परिहाणवं । नाइमत्तं तु भुजेज्जा बंभचेररओ सया ॥८॥ (धर्मलब्धं मितं काले यात्रार्थे प्रणिधानवान् । नातिमात्रं तु भुजीत ब्रह्मचर्यरतः सदा ॥)
(સાધુએ સ્વસ્થચિત્તે યોગ્ય સમયે પ્રમાણમાં અને કેવળ સંયમના નિર્વાહને અર્થે ધર્મમાર્ગે મળેલ અન્ન ખાવું, પ્રમાણથી વધારે પડતું ન ખાવું.) સૂત્રકૃતાંગ સત્રના પ્રથમ કે ધના સાતમા અધ્યાયમાં કહે છે –
भारस्स जाता मुणि भुंजएज्जा। (ભાર એટલે સંયમભારની યાત્રા એટલે નિર્વાહ તેને અર્થે સાધુએ આહાર લે.) જિનમંડન કૃત શ્રાદ્ધગુણ વિવરણમાં આવે છે -
મોકો વાર્થ સાધારણાર્થ" ( પ્રાણ ટકાવાને અર્થે ખાવું. ),
આહારનું પ્રમાણ કેટલું હોય એ વિષયે પણ બીજા ગ્રંથમાં કહી દીધું છે – द्वात्रिंशाः कवलाः पुंस आहारस्तृप्तये भवेत् । अष्टाविंशतिरेवेष्टाः कवलाः किल योषितः ॥
(પુરુષનો આહાર બત્રીશ કોળિયા અને સ્ત્રીને અઠ્ઠાવીશ કોળિયા.)
દશ બાર રોટલીનું પડીકું વાળીને એક સપાટે ગળે ઉતારીને રખેને કેઈ એને એક કેળિયે ન ગણાવે એટલાસારું આશાધર પંડિત કહે છે
Aho! Shrutgyanam