________________
અંક ૩. ]
કવિવર સમયસુંદર
૧૯૬૦) ઉક્ત ભાષા માટે એક મહાન ઉન્નતિના છે, તેવો જ અકબરનો રાજત્વકાલ (સં. ૧૬૧૩-૧૬૬૨) સર્વ દેશી ભાષાઓ માટે વૃદ્ધિ અને ગૌરવને યુગ છે. બંને દેશમાં આ સમૃદ્ધિશાલી સમયમાં અતિશય સંતોષજનક ઉન્નતિ થઈ છે અને સારા સારા કવિ અને લેખક પાક્યા છે. ઉર્દૂ ભાષાની સ્થાપના-પ્રતિષ્ઠા મુખ્યપણે આ સમયમાં થઈ હિંદી ભાષાના સમયવીર-મુખ્ય નાયક ગોસ્વામી તુલસીદાસ આ યુગમાં થયા કે જેમને કવિતાકાલ (સં. ૧૬૩૧-સં૦ ૧૬૮૦ ) છે. તે મહાનુભાવ-મહાત્માએ રામાયણ આદિ રચી હિન્દી પર જેટલે ઉપકાર કર્યો છે તે કેઈએ કર્યો નથી; કવિપ્રિયા અને રસિકપ્રિયાના કર્તા હિન્દી કવિ કેશવદાસ (કવિતાકાલ. સં. ૧૬૪૮-૧૯૬૮) એક પ્રતિષ્ઠિત નામી કવિ થયા; આ ઉપરાંત અકબરના દરબારમાંના ગંગકવિ, બીરબલ (“બ્રહ્મ' ઉપનામથી) આદિ, તેમજ સેનાપતિ, દાદૂ દયાલ, સુદરદાસ, બનારસીદાસ પ્રભૂતિ કવિઓ ઉદ્દભવ્યા. આ બહત્કાલમાં આની પહેલાં સૂરદાસ આદિએ વ્રજભાષાદ્વારા કૃષ્ણ કવિતા પર અધિક ધ્યાન આવ્યું હતું, જ્યારે તુલસીદાસના કાલથી રામભક્તિની ધારા વહી અને પછી રામભક્તોએ કૃષ્ણની પેઠે રામનું પણ શૃંગારપૂર્ણ વર્ણન કર્યું. (આની અસર જૈનસાહિત્યમાં નેમિનાથરાજુલ અને સ્થલિભદ્રને કેશ્યાના પ્રસંગે લઈ શંગાર પર મર્યાદિત સ્વરૂપે ઉતરી વૈરાગ્ય પરિણામ પર લાવવા પ્રત્યે જૈન કવિઓ પ્રેરાયા હેય એવું સંભવે છે) મહારાષ્ટ્રમાં મહાભારત મરાઠીમાં અવગત થયું અને તત્વજ્ઞાનમય અભંગે-દાસબાધ જેવા તાત્વિક ઉપદેશે ભાષામાં ઉતરવા લાગ્યા. આવા પ્રતાપી-ઉત્સાહભર્યા શતકમાં ગુજરાતી સાહિત્યમાં ગાનનો ધ્વનિ મંદ પડે એ માનવાને આંચકો આવે. મધ્યયુગ ભાષા
ગૂર્જર પ્રાચીન સાહિત્યના ત્રણ યુગ નામે અપભ્રંશ યા પ્રાચીન ગુજરાતી યુગ, મધ્યકાલીન યુગ અને અર્વાચીન યુગ એમ પાડીએ, તે અપભ્રંશ યુગમાં “અપભ્રંશ કિંવા પ્રાચીન ગુજરાતીનાં વ્યાકરણ આદિપ્રવર્તક અને પ્રાકૃત બોલીએના પાણિની ”-હેમાચાર્ય (વિ. સં. ૧૧૪૫ થી ૧૨૨૯), પ્રબંધચિંતામણિના કર્તા મેરૂતુંગ (વિ. સં. ૧૩૬૧), કવિ ધનપાલ (ભવિષ્યદત્ત કથાના કર્તા) આદિ અનેક જૈન ગ્રંથકારેએ પ્રબલ સાહિત્યસેવા કરી છે. જૈન ભંડારમાં અપભ્રંશનાં અનેક પુસ્તક મળી શકે તેમ છે. એ સિદ્ધ વાત છે કે સંવત પંદરમા સિકા સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન એ સર્વ પ્રદેશમાં અપભ્રંશ ભાષા જ વ્યાપક ભાષા તરીકે પ્રવર્તતી હતી. સંવત્ ૧૩મા સૈકાથી સં. ૧૫૫૦ સુધીની ભાષાને અન્તિમ અપભ્રંશ ભાષા ગણી શકીએ. આને ડા) ટેસટેરી જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષા કહે છે.
મધ્યકાલીન યુગ વિકમ પંદરમા શતકથી સત્તરમા શતકને ગણીએ તે તેમાં પંદરમા શતકમાં થોડા, પણ સેળમાં શતકમાં ઘણા વધુ, અને સત્તરમામાં તે અતિ વિપુલ પ્રમાણમાં જૈન કવિઓ અને ગ્રંથકારો મળી આવે તેમ છે. મધ્યકાલીન કે અર્વાચીન યુગમાં
Aho! Shrutgyanam