________________
અંક ૪- ]
વૈશાલીના ગાણસત્તાક રાજ્યને નાયક રાજા ચેટક
રને નાશ થએલે જણાવ્યું છે. જેમકથામાં ઉદાયન અને અવદાનમાં રુદ્રાયણ રાજા ભિક્ષુ થાય છે. તેનું મૃત્યુ તેના ઉત્તરાધિકારીની અનુમતિથી, દુષ્ટ અમાત્ય કરાવે છે. એકમાં વિષપ્રગથી તે કરવામાં આવે છે અને બીજામાં શસ્ત્રાઘાતથી. ઉત્તરાધિકારીના સંબંધમાં ફરક છે. જૈને તેને વૃદ્ધ રાજાને ભાણેજ કહે છે, ત્યારે બ્રાદ્ધ પુત્ર કહે છે. એક એરસ પુત્ર દ્વારા પિતાના જન્મદાતા પિતાનું આવું જઘન્ય કૃત્ય કરાય તેના કરતાં ભાણેજ દ્વારા તે કૃત્ય થાય તેમાં મનુષ્ય જાતિના રેજના વ્યવહારને વધારે બંધબેસતું લાગે ખરું. (આ માત્ર એક સામાન્ય કથન છે, બાકી આવા દાખલાઓ જગતના ઇતિહાસમાં ઘણાએ મળી આવે છે તેથી એ કથન ઉપર ભાર મુકવાની આવશ્યક્તા નથી.) આ હકીકતને લગતે જે ઉલ્લેખ બંને પંથવાળાઓ કરે છે તેનું ભાવસામ્ય ખાસ જોવા જેવું છે. દ્રાયણ રાજાને આવતે સાંભળીને શિખંડીના દુષ્ટ અમાત્યે તેને કહે છે કે –
देव श्रूयते वृद्धराजा आगच्छतीति । स कथयति प्रव्रजितोऽसौ किमर्थ तस्यागमनप्रयोजनमिति । तौ कथयतः-देव येनेकदिवसमपि राज्यं कारितं स विना राज्येनाभिरंस्यत इति कुत एतत् । पुनरप्यसौ राज्यं कारयितुकाम इति ।
शिखण्डी कथयति-यघसौ राजा भविष्यत्यहं स एव कुमारः को नु विरोध इति । तो कथयतः-देव अप्रतिरूपमेतत् ,कथं नाम कुमारामात्यपौरजनपदैरञ्जलिसहस्त्रैर्नमस्यमानेन राज्यं कारयित्वा पुनरपि कुमारवासेन वस्तव्यम् । ...स ताभ्यां विप्रलब्धः कथयतिकिमत्र युक्तं कथं प्रतिपत्तव्यमिति। तौ कथयतः-देव प्रघातयितव्योऽसौ, यदि न प्रघा. तयते नियतं दुष्टामात्य विग्राहितो देवं प्रघातयतीति ।...न देवेन श्रुतं
पिता वा यदि वा भ्राता पुत्रो वा स्वांगनिसृतः। प्रत्यनीकेसु वर्तेत कर्तव्या भूमिवर्धना ॥१
એ જ ભાવને આચાર્ય હેમચંદ્ર પિતાના મહાવીરચરિત્રમાં આ પ્રકારના શબ્દોમાં प्रटरेछ
ज्ञात्वोदायनमायातं केश्यमात्यैर्भणिष्यते । निर्विण्णस्तपसामेष नियतं तव मातुलः ।। ऋद्धं राज्यं बैन्द्रपदं तत्त्यक्त्वानुशयं दधत् । नूनं राज्यार्थमेवागाद्विश्वसीर्मा स्म सर्वथा ॥२
૧ દિવ્યાવદાન, પાન ૫૬૪. ૨ આ બે લોકો સાથે ક્ષેમેન્દ્રની અવદાનકલ્પલતામાંના આ નીચેના લોકો સરખાવા જેવા છેप्रवादे प्रसृते तस्मिन्नमात्यो दण्डमुद्गरौ । अतीतभूपागमनत्रस्तौ भूपतिमूचतुः ॥ ८३ ॥ सर्वत्र श्रूयते देव प्रवादः साधुनिन्दितः । वृद्धप्रनजितो राजा राज्यार्थी यत्नवानिति ॥ ८४ ॥
(महानaal, भाग १, पान ४४५.)
Aho I Shrutgyanam