________________
૩૪
જૈન સાહિત્ય સંશાધક
[ખંડ ૨૩
તાએ વર્ષોવેલા ધૂળના વર્ષાદથી આખું તેની અંદર દટાઇ ગયું. આજે પણ ત્યાં ધૂળને ઢગલા મેાજુદ છે.૧
૧ સાયપાસૂત્રટીા, પૃષ્ઠ ૧૭–૩૮. ઉદાયન સંબંધી આ બધી હકીકતવાળી કયા, પુરાતત્ત્વ મંદિર તરફથી પ્રકટ થયેલ પ્રશ્નત થાસંપ્રજ્ઞમાં પણ આવેલી છે.
આચાય હેમચદ્રની બીજી નવી હકીકત.
આચાર્ય હેમચંદ્રે પેાતાના મહાવીરચરિત્રમાં, મહાવીરના સમયને લગતી જેટલી હકીકતા-કથાએ વિગેરે પ્રાચીન જૈન ગ્રંથામાં મળી આવી છે તે બધીના તેમણે ઉપયેગ કર્યાં છે. અને જ્યાં ત્યાં પ્રસંગ લઇ એ હકીકતે તે બંધ બેસતી બનાવી છે. ઉદાયનની ઉપર આપેલી બધી કથા પણ તેમણે પેાતાના એ ચિરત્રમાં સંપૂર્ણ રીતે ગેાઠવી છે અને તેમાં બીજી પણ કેટલીક વધારે વાતા મુકી છે જે જૂના ગ્રંથામાં જોવામાં આવતી નથી. પણ વધારે ધ્યાન ખેંચવા લાયક તૈાંધ તે તેમણે એક એ કરી છે કે–વીતભયપત્તન જ્યારે ઉક્ત રીતે, ઉદાયનના મૃત્યુને લીધે, દેવતાના કાપથી નષ્ટ થઇ ગયું ત્યારે તેમાં મહાવીરની તે ચંદનની મૂર્તિ પણ દટાઇ ગઇ હતી. એ મૂર્તિને ગુજરાતના ચાલુક્યરાજા કુમારપાળે, પેાતાના કહે વાથી, જમીનમાંથી ખેાદી કાઢી હતી અને એક રથમાં બેસાડી તેને પાટણમાં લાવવામાં આવી હતી. પછી તેના માટે કુમારપાળે એક ભવ્ય મદિર બંધાવ્યું અને હેમચંદ્રના હાથે તે મૂર્તિની એ મદિરમાં ધણા મહેાત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. હેમચંદ્રે આ બાબતનું બધું વૃત્તાંત, ભવિષ્ય પુરાણુની માફક, મહા વીરના મુખથી કહેવડાવ્યું છે. રાજા શ્રેણિકના પુત્ર અભયકુમાર મહાવીરને પૂછે છે : અને મહાવીર તેના ઉત્તર આપે છે. ભવિષ્યની ભાષાને છેાડી દઇને આપણે જો હેમચંદ્રના કથત ઉપર વિશ્વાસ કરી શકિએ તા તેમાંથી આટલું ઐતિહાસિક તથ્ય આપણે જરૂર કાઢી શકિએ કે-વીતભયનું ઉધ્વસ્ત થએલું પ્રાચીન સ્થાન આયાર્યાં હેમચંદ્રને જાણીતું હતું અને ત્યાંથી એક પ્રાચીન તીર્થંકરની મૂર્તિ પણ તેમને મળી આવી હતી જે રાજા કુમારપાળ પાસેથી તેમણે પાટણમાં અણાવી હતી અને તેના માટે એક નવીન મંદિર તૈયાર કરાવી તેમાં તેને સ્થાપન કરવામાં આવી હતી. આ મૂર્તિના પ્રસંગ લઇ હેમંદ્રસૂરિએ ગુજરાતની ગૌરવશાલી રાજધાની પાટણ અને તેના રાજા કુમારપાળનું, કાંઈક આલંકારિક પણ ઘણે ભાગે સત્ય એવું જે વન એમણે પોતાની કલમથી કરેલું છે તે લાંબૂ હાવા છતાં પણ ભાષાંતર રૂપમાં બધું અહીં આપી દેવાના મને લાભ થાય છે. પુરાતત્ત્વના વાંચ¥ાને એ અવશ્ય ઉપયેગી થઈ પડશે. વર્ણન આ પ્રમાણે શરૂ થાય છે-“ અભયકુમારે પુનઃ પૂછ્યું, હે પ્રભુ! તમે કહ્યું કે એ પ્રતિમા પૃથ્વીમાં ટાઇ જશે, તે પછી કયારે પ્રકટ થશે ?' પ્રભુ મેલ્યા કે–સૌરાષ્ટ્ર, લાટ, અને ગુર્જર દેશના સીમાડામાં અણુહિલપુર પાટણુ નામે એક નગર વસશે, તે નગર આ ભૂમિનું શિરામણિ, ક્લ્યાણાનું સ્થાન અને અંત ધર્માંનું એક છત્રરૂપ તી થશે. ત્યાં ચૈત્યાને વિષે રહેલી રત્નમયી નિળ અર્હત પ્રતિમાએ નંદીશ્વર વિગેરે સ્થાનાની પ્રતિમાની સત્યતા બતાવી આપશે, પ્રકાશમાન, સુવર્ણ કળશેાતી શ્રેણિ થી જેમનાં શિખરા અલંકૃત છે એવાં તે ચૈત્યેાથી જાણે સૂર્ય ત્યાં આવીને વિશ્રાંત થયેા હેાય તેવી શાભાને ધારણ કરશે. ત્યાં પ્રાયઃ સર્વાંજના શ્રાવક થશે, અને તે અતિથિસ વિભાગ કરીને જ ભેજન કરશે. મીજાની સંપત્તિમાં ર્ખારહિત, સ્વસંપત્તિથી સ ંતુષ્ટ અને પાત્રમાં દાન આપનાર એવી ત્યાંની પ્રજા થશે. અલકાપુરીમાં યક્ષની જેમ ત્યાં ધણા ધનાઢય શ્રાવકે થશે. તેએ અરિહંતભક્ત બની સાતે ક્ષેત્રામાં દ્રવ્યના વ્યય કરશે, સુષમા કાળની જેમ ત્યાંના સ` લે?! પરધન અને પરસ્ત્રીથી વિમુખ થશે. હું અભયકુમાર ! અમારા નિર્વાણ પછી સોળસે ને એ ગાતેર વર્ષ જશે, ત્યારે એ નગરમાં ચૌલુક્ય
Aho! Shrutgyanam