________________
તરબતી પિતાપિતાની વિવિધતા પ્રમાણે શુભ અશુભ-સારા નરસાં ફળ આપે છે. કર્મકૃત ફળદયનું
સ્વરૂપ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવને આશ્રયે જાણી શકાય છે. દ્રવ્ય એટલે કે (આ વિષયમાં) આત્મા, નક્કી થયેલ ક્ષેત્રે એટલે કે ત્રણ લેકમાં (સ્વર્ગમાં, મર્યમાં અને પાતાળમાં અથવા નરકમાં), કાળમાં એટલે કે ફળને અનુસરી જન્મજન્માન્તરના ફેરામાં ભટકે છે, જેથી એક સ્થિતિ ફરીને બીજી થાય છે અને પૂર્વનાં કર્મને લેઈને નવાં નવાં જીવન ધારણ કરે છે.
૧૩પ૩-૧૩પ૬. “(આત્માના સામયિક શરીરને ધારણ કરતી) સ્થિતિ ઉપર શરીર આધાર રાખે છે, શરીર ઉપર માનસિક કર્મને આધાર છે, માનસિક કર્મ ઉપર અંતકરણને આધાર છે, અંતઃકરણ ઉપર તદ્રુપતાને (ભાવ અને વસ્તુની એક રૂપતાને) આધાર છે, તપતા ઉપર પરિણામને આધાર છે અને પરિણામ ઉપર આત્માને લાગતાં બાહ્ય અને આત્યંતરિક દુખેને આધાર છે. આ દુખે ટાળવાને માટે માણસ આનંદ કરવા જાય છે ને ત્યાં બહુ પાપ આચરે છે આ પાપને લીધે ( કારણકે એનું પ્રાયશ્ચિત્ત કરવાને માટે બીજા દેહ ધરવાજ જોઈએ) જન્મમરણના ફેરા ફર્યા જ કરવાની ઘટમાળને ચાકે બંધાય છે. આમ માણસને પોતાના કર્મને અનુસરીને જાયા પ્રમાણે ગમે તે નરકમાં, ગમે તે પશુનિમાં, ગમે તે માનવજાતિમાં કે ગમે તે સ્વર્ગમાં ભમવું જ પડે.
૧૩૫૭-૧૩૬૧, “(ઉપર બતાવેલી નિઓમાંથી ત્રીજીમાં એટલે માનવજાતિમાં અવતરે તે) માણસને (ઉદાહરણ તરીકે છે. તેના કર્મને અનુસરીને પુનર્જન્મમાં ચંડાળ, ભિલ, અંત્યજ, પારધિ, શક (સિથિયન), યવન (સેમેટિક અને ગ્રીક), બર્બર (વનવાસી) આદિને ત્યાં અવતાર આવે. માનવજાતિમાં જન્મ આવતાં પણ તેને પિતાનાં (પૂર્વ)કર્મને અનુસરી અનંત સુખદુઃખ ભેગવવાં પડે; શરીર અને બુદ્ધિના વિકાશને અનુસરી માણસ ચાકર થઈ દુઃખ ભોગવે કે ધણી થઈ સુખ ભગવે, સંજોગ પામે કે વિજેગ સહે, કુલીનને ઘેર કે કુલહીનને ઘેર અવતરે, જીવનબળ ને જીવનવિલાસમાં આગળ કે પાછળ પગલાં ભરે; લાભ પામે કે હાનિ સહે. એ સો કરતાં પણ વધારે તે એ ધ્યાન રાખવાનું છે કે આત્મા મનુષ્યના જ( સ્વર્ગના કે બીજા કેઈમાંથી નહિ) અવતારમાંથી સર્વ દુઃખને અંત આણનાર માક્ષને પામી શકે.
- ૧૩૨-૧૩૭૧. “હવે આ મોક્ષ સંબંધે સંસારમાંને અજ્ઞાન ઝાંખરાંએ પુરાઈ ગયેલ જે માર્ગ તે તીર્થકરેએ સમ્યગૂ જ્ઞાન તથા શુદ્ધ છવને કરીને ઠેઠ મેક્ષ સુધી ચેક કર્યો છે. પૂર્વકાળથી પિતાને વળગી આવેલાં કર્મને (જીવના જન્મજન્માન્તરના માગમાં એના ઉપર લાગેલા કર્મસંસકારને ) આત્મસંયમ વડે જે દબાવે છે અને (રહી ગએલાં અથવા વધતાં જતાં) બાકીનાં કમને સંયમ વડે નષ્ટ કરે છે. એ જ્યારે (માનવદેહમાંથી મરીને) પિતાનાં સર્વ કમનો ક્ષય કરે છે ત્યારે તે કર્મમુક્ત થાય છે અને પરમપવિત્ર બને છે. નિમેષમાત્રમાં એ ઉંચામાં ઉંચું સ્થાન પ્રાપ્ત કરે છે, અને ફરી
Aho! Shrutgyanam