SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સરગવતી. (૧૦ લૂટારાનું સાધુ થવું.) ૧૩૦૯-૧૩૧૪. (ઋતુઓ બદલાતાં ફરી પાછી વસંત આવી અને પ્રકૃતિની, શોભા નિહાળવા ફરી પાછાં અમે બાગમાં ગયાં.) ત્યાં એક અશોક વૃક્ષની નીચે ચુકેલી પત્થરની બેઠક ઉપર (આપણુ ધર્મના) એક સાધુને નિશ્ચિતમને મોં નીચું રાખીને બેઠેલા જોયા. તરત જ મારા વાળમાંનાં પુલ ખરી પડયાં મેં મારાં અંગ ઢાંકી દીધાં અને મારા મહેને ભાવતા ચૂર્ણ (પાઉડર)ને લુંછી નાખે. મારા સ્વામી પણ સ્વસ્થ થઈ ગયા, એમણે જેડા ઉતારી દીધા ને કુલ મુકી દીધાં, કારણ કે ભભકાભેર પિશાકે મહાપુરૂષ પાસે જવું શેશે નહિ. પછી અમે ઉતાવળે ઉતાવળે એમની તરફ ગયાં, અને કંઈક દૂરથી માથું નમાવી પૂજ્યભાવે, પણ શાન્તિથી, અમૂલ્ય રત્નની પેઠે એમને નિહ. ળવા લાગ્યાં. પછી અમે જરા વધારે નજીક ગયાં, અને માયા, મદ, માહ આદિથી વિરકત, શુભધ્યાનમાં સંલગ્ન અને શરીર તરફ પણ અનાસકત એવી એ ધર્મભૂતિના ચરણમાં અમે અમારી કરાંજલિ અર્પણ કરી. ક્ષણભર અમે પણ એમની આગળ, અવ્યગ્ર મનવાળા થઈ, શાન્તચિત્તે ધ્યાન ધરીને બેઠાં અને પછી જયારે પિતાના ધ્યાનમાંથી મુક્ત થઈ, એમણે પ્રશાન્તદષ્ટિએ અમારી તરફ જોયું ત્યારે અમે ઉભા થઈ વિનયભાવે એમને ત્રણ વાર વંદન કર્યું. ૧૩૧૫-૧૩૧૭. આ પ્રમાણે વંદન અને નમન કરીને તપગુણનો ઉત્કર્ષ ઈચ્છીને એમના શરીર અને જીવનયાત્રાના કુશળ પ્રશ્નો પૂછડ્યા. ૧૩૧૮. એના જવાબમાં તેમણે આશીર્વાદ આપીને કહ્યું કે જ્યાં જવાથી જગનાં બધાં દુખેને અંત થાય છે અને અતુલ તયા અક્ષય સુખ પમાય છે એવું જે નિર્વાણ સ્થાન તે તમને પ્રાપ્ત થાઓ.” ૧૩૧૯-૧૩૨૦. તેમને એ આશીર્વાદ અમે અતિ નમ્ર અને શ્રદ્ધાળુ ભાવે મસ્તકે ચઢાવ્યું અને પછી જરા અને મૃત્યુની પેલી પાર લઈ જનાર કલ્યાણકારક ધર્મને ઉપદેશ આપવાની પ્રાર્થના કરી. ૧૩ર૧. એના ઉત્તરમાં તેમણે જીવ–આત્માનાં બંધન અને મોક્ષ વિષે શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે ધીરેધીરે સરળતાપૂર્વક આ રીતે ઉપદેશ આપ્યોઃ ૧૩રર-૧૩ર૬. “જગતમાં રહેલા પદાર્થોનાં સ્વરૂપને જાણવાનાં ચાર સાધન છે. ૧ પ્રત્યક્ષ, ૨ અનુમાન, ૩ ઉપમાન, અને ૪ આગમ, આપણી ઇદ્રિાથી જે વસ્તુ જોઈ-જાણી શકાય, તે પ્રત્યક્ષ ગણાય. જે વસ્તુના કોઈએક ગુણધર્મને જોઈ-જાણ તેના વિશેષ સ્વરૂપને નિર્ણય કરે, તે અનુમાન કહેવાય. પ્રત્યક્ષ અગર પરાક્ષ વસ્તુ સાથે કઈ બીજી વસ્તુને સરખાવવી તેનું નામ ઉપમાન હોય છે; અને કઈ શાસ્ત્ર અગર શિક્ષક પાસેથી જે વસ્તુનું જ્ઞાન મેળવવું તે આગમ કહેવાય છે. આ ચાર રીતે બંધ અને મોક્ષનું પણ જ્ઞાન મેળવી શકાય છે. ૧૩ર૭-૧૩૩૪. “હવે આત્મા તે શું છે તે વિચારીએ આત્મા રૂપ, શબ્દ, ગંધ, . રસ અને સ્પર્શ એ ઈદ્રિયગેચર ગુણેથી સદા સર્વદા મુક્ત છે, એ ઇંદ્રિયથી પણ Aho I Shrutgyanam
SR No.009879
Book TitleJain Sahitya Sanshodhak Khand 02 Ank 01 to 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJain Sahitya Sanshodhak Samaj Puna
Publication Year1923
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy