________________
ઓઢપ્રાદ
૧ર૦-૧ર૯૭. મારા પતિએ વિદ્વાન મિની સહાયતાથી એક નાટક રચ્યું હતું. તે નાટક નટીઓ મને ભજવી બતાવે એવી વ્યવસ્થા છેડા દિવસ પછી મારા સસરાએ કરી. આમ અમે આ ભવ્ય મહેલમાં સંબંધીઓ અને મિત્રે વચ્ચે, કમળસરોવરમાંના ચક્રવાકની પેઠે, મહા આનંદે રહેવા લાગ્યાં. અમારાં હૈયાં નેહાન કરીને ગંઠાઈ ગયાં અને અમે પળવાર પણ એક બીજાથી અળગાં રહી શકતાં નહિ, હું જાણે નેહના લાંબા સુખને માટે સરજાઈ હતી તેથી એક પળ પણ જે હું એકલી પડતી તે ય મને એ પળ બહુ લાંબી લાગતી; નાહતાં, ખાતાં, શણગાર સજતાં, સુતાં, બેસતાં, ટુંકમાં સમ કાજ કરતાં, અને અંદરની એકતાને આનંદ ભાગવતાં, તે એટલે સુધી કે અમે માળા પહેરીને, અને સુંગધી પદાર્થો અમારા શરીર ઉપર છાંટીને અને ચેતીને નાટક જોવા જતાં ત્યારે પણ એવી એકતાને આનંદ જોગવતાં. આમ અમે કશી પણ ચિંતા વિના નેહમાં એકવત થઈ રહેતાં.
૧૨૯૮-૧૩૦૮. આમ સુખસાગરમાં તરતાં તરતાં તારાઓ અને ચંદ્રથી પ્રકાશતી રાતેવાળી સુંદર શરદ્ સુખમાં ચાલી ગઈ. પછી શિશિરની રાતે આવી. તે લાંબી થવા લાગી ને ઝાકળ પડવા લાગ્ય, (એ અતુમાં) સૂરજ પિતાને પ્રકાશ ઉતાવળે ખેંચી લેવા લાગ્ય, (ગ્રીષ્મની વિલાસસામગ્રીઓ) ચંદ્ર, ચંદન, મોતીની માળા, કંકણુ, સુતરનાં ને રેશમનાં કપડાં એ સિા મનથી ઉતરવા લાગ્યાં. શિયાળે આવ્યું, બરફ સાથે એની પણ મજા લેતો આવે. ઘેરઘેર નેહીજન અને (ઘેર આવેલા) બધા પ્રવાસીઓ આનંદ કરવા લાગ્યા. ત્યારપછી વસંતમાં ઠંa ચાલી ગઈ ત્યારે સહકાર કુલ (સા પ્રકૃતિમાં) ખીલ્યાં તેની સાથે સનેહનું રાજ્ય પણ ખીલ્યું. તેવારે નારીઓએ કામ પડતાં મેલવા માંડયાં ને ઉતાવળી ઉતાવળી હીંદેળાખાટે ગઈ હિંદેળાખાટને મજબુત બાંધી હોય અને સ્નેહી હાથે કરીને એ હિંદળાય તે વગર ભેએ ખુબ હીંચકો આવે ને ખૂબ આનંદ મળે. અમારા અતુલ, અદ્દભુત અને જેવાજેવા બાગની શેભા નિહાળતાં અમે નંદનવનના દેવજુગલની પેઠે આનંદ કરતાં. (મારા પ્રિય મને કહેતા ) “મદનવાડીના તરૂપ આ ભમરા તે જે. ઝાડનાં કુલ અને બીજી વનસ્પતિ ઉપર, નારી લેકની આંખના કાજળની પેઠે, એંટી બેઠા છે અને વેલીઓ ઉપર (તેમની કળીઓ રૂ૫) ચંદ્રને ( ચંદ્રગ્રહણમાં) ઢાંકી નાખતા રાહુ સરખા દેખાય છે.” આવી શૃંગારિક ઉપમાઓથી મારા સવામી મને આનંદ આપતા અને મારા વાળમાં કુલ બેસતા, જેથી એ બધાંને મિશ્ર સુગંધ નિકળતે. આવું આવું કરવાને લીધે ખીલેલી વનસ્પતિ જોવામાં એમને બહુ મજા પડતી અને આવી રીતે આનંદમાં તથા સ્નેહમાં અમે ગઠીયાં રહેતાં.
Aho! Shrutgyanam