________________
તરણાલી, તમને બાળે છે તેથી હું પણ બળી મરું છું, એ અગ્નિ તમે શી રીતે સહન કરી શકશો? આનંદ અને શોક ઉપજાવનારૂં આપણું પ્રારબ્ધ હજીયે ધરાયું નથી કે આપ ણને એકવાર એક કર્યા પછી પાછાં ફરી જુદાં કર્યો ? અરેરે! મારું હૈયું લેઢાનું હેવું જોઈએ, નહિ તે એ તમારૂ દુઃખ, પ્રિયતમ, આમ જોઈ રહે નહિ, પણ તરત જ તમારી ચિતામાં કુદી પડે. આમ દુઃખમાં ને વિજોગમાં હું તમારાથી દૂર રહું એના કરતાં તે એ ભલું કે હું તમારી સોડમાં ચિતા ઉપર સુઉં.
- ૩૭૯–૩૮૩. આમ શોકના આવેગને કારણે ને નારીસુલભ વીરતાને પ્રભાવે હું સતી થવાના ઠરાવ ઉપર આવી. જે સનેહી આત્માની પાછળ એમનું શરીર ચાલ્યું જતું હતું તેમની પાસે હું અગ્નિમાં જઈ પડી, અનિ હવે મને હિમ જેવો ઠંડી લાગવા લાગ્યો, કારણ કે હું મારા સ્વામીની સોડમાં હતી. ફુલમાં જેમ માખી, તેમ હું અગ્નિમાં ડુબી ગઈ અને એ અગ્નિએ મને મારા સ્વામી ભેળી કરી દીધી. જો કે એ રાતી પીળી અગ્નિની શિખા મને બાળતી મારી ચારે બાજુએ રમતી હતી, તેયે પતિના વિચારમાં મને જરા યે દુઃખ થયું નહિ. એમ, મારી સારસિકા, હું સતી થઈને મારા પ્રિય પતિની પાછળ ચાલી નિકળી.
૫ કામના, સાધના અને સિદ્ધિ ૩૮૪-૩૮૫. (સાધ્વી તરંગવતી આગળ બેલે છે) અમારાં મરણની કથા મારી સખીને હું વર્ણવી રહી કે તરત જ શેકને લીધે ફરી હું મૂચ્છ પામી. ફરી
જ્યારે મને ભાન આવ્યું ત્યારે ફરીથી એને અચકાતે શબ્દ અને ધડકતે હૈ કહેવા લાગી
૩૮૬-૩૯૬, ગંગાને કાંઠે હુ સતી થયા પછી કૌશામ્બી નગરીમાં ત્રાષભસેન શેઠના ધનવાનું અને આબરૂદાર ઘરમાં અવતરી. એક વખતે આ જળતો જોઈ મને એ મારી પૂર્વ જન્મ વાર્તા સાંભરી આવી હતી, તેમજ આજે પણ અહીં આ તળાવના ચકવાકેને જોઈને મને ફરી બળવાન નેહ-સ્મૃતિ થઈ આવી. આ પ્રમાણે મારા પાછલા જન્મનું પ્રારબ્ધ મને બધું કેમ સાંભરી આવી તાજું થયું અને હું મારા સ્વામીથી મૃત્યુ થયે કેમ વિજોગ પામી, એ બધું મેં તને ટૂંકામાં કહ્યું છે. પણ તે મારા જીવના સોગન ખાધા છે તે પ્રમાણે, હું મારા પ્રિયને ફરી મળી શકું નહિ ત્યાં સુધી, આ વાત કોઈને કહેતી નહિ. હવે જ્યારે મારી કામના સફળ થશે, ત્યારે જ મને સુખ થશે.
આજ સાત વર્ષથી હું મારા એનેહીને ભેટવાની આશામાને આશામાં, મારા માતાપિતાને બેટી પેટી આશાઓ આપે જાઉં છે. જે એમાંથી કશું હવે વળશે નહિ તે હૈયાના દુઃખને ટાળવાને માત્ર એક જ માર્ગ બાકી છે, જે જિનપ્રભુએ જગના ઉદ્ધાર રને માટે સાર્થવાહ થઈને બતાવ્યું છે. તે નિવણને માર્ગ સાધવાને માટે હું સાધ્વી
Aho! Shrutgyanam