________________
પતિવિજેગ.
૧૭ - ૩૪૭-૩૫, મારી ચાંચ વડે એ એમના ઘામાંથી બાણ ખેંચી કાઢ્યું, અને રડતી આંખે મારી પા વડે મેં એમને પવન નાખે. પછી મેં એમને બેલાગ્યા, પણ એ તે જડ જેવા નિશ્રેષ્ટ થઈને પડી રહ્યા હતા. તેમ છતાં સનેહને લીધે અને મુંઝવણને લીધે તે વખતે તે મેં માની લીધું કે હજી એ જીવતા છે.
૩પ૧-૩૫૩. પણ જ્યારે મને બધું સમજાઈ ગયું ત્યારે વણવી નહિ શકાય એવી વેદનાએ હું તે વવાર બેભાન થઈ ગઈ. પછી મારી પાંખમાંથી સુંદર પીંછાંને મારી ચાંચ વડે ચુંથી નાંખ્યાં; મારા સ્વામીની પાંખમાં પણ મેં ચાંચ મારી અને મારી પાંખે વડે હું એમને બાઝી પડી. હું એમની આસપાસ ઉડવા લાગી અને આમ રૂદન કરવા લાગી
૩૫૪-૩૫લ તમને, આ ગંગાના શણગારને, કીયા પાપીએ માર્યો? મારા સુખની ઈષ્યએ કેણે મને અનાથ કરી મુકી કે જેથી વિજેગનું દુઃખ મને આગના ભડકાની પેઠે બાળે છે, અને ભયંકર વિચારની અંદર મારે ડુબી જવું પડ્યું છે? મારા પ્રિય સ્વામી, હવે તમારે વિગે કરીને કમળસરોવર ઉપર હું આનંદ શી રીતે ભેળવી શકીશ? આપણા બેની વચ્ચે કમળના પાંદડાએ કરીને પણ વિજોગ તે, તે જાણે તમે પરદેશ ગયા છે એમ મને તેનું દુઃખ સાલતું, ત્યારે હવે તે મૃત્યુએ આપણને આજે કાયમનાં જુદાં પાડવાં છે, માટે હવે મારા દુઃખને અવધિ ક્યાં આવશે?
૩૬૦-૩૬પ, ફરીવાર પાછે એ પારધિ આવ્યું અને મારા જીવનના સાથી ઉપર નજર કરીને જેવા લાગે ત્યાં તે હાથીને બદલે મારા સ્વામી માર્યા ગયેલા જણાય, તેથી વેદનાએ કરીને એ બેલી ઉઠઃ “હા, પ્રભુ!” એ ભયંકર માનવીના ભયથી હું પાછી ઉd ગઈ. પણ મારા સ્વામી માર્યા ગયા તેથી એને પણ દીલગીરી થઈ. એણે એમને ઉપાડીને ચંદ્રપ્રકાશ જેવી રેતી ઉપર મુક્યા, પછી કિનારા ઉપર એ લાકડાં શોધવા ચાલ્યા એટલે ફરીને હું મારા પ્રિય સ્વામી પાસે જઈ બેઠી.
૩૬૬-૩૬૯ ડુસકાં ભરતી ભરતી વિદાયના છેલ્લા શબ્દો હું બોલતી હતી તેવામાં તે પારધિ લાકડાં લેઈને વળી પાછા આવ્યું અને હું ફરી પાછી ઉડી ગઈ. મને જણાયું કે એ પાપી હવે મારા સ્વામીને અગ્નિસંસ્કાર કરશે, તેથી એમના મૃત દેહ ઉપર આમતેમ આકાશમાં મેં નિરાશાએ ઉડ્યા કર્યું.
૩૭૦-૩૭૩. અને સાચે જ એ પારધિએ પોતાનું ધનુષ અને બાણભર્યું તુંબડું ભેય પર મુકીને મારા સ્વામીને લાકડાની ચિંતામાં મુકયા. પછી એમાં અગ્નિ સૂર્યો, અને લાકડાની ચીપાટે આમતેમ બેશી ઘાલી. મને તે એ અગ્નિ દાવાનળ કરતાં પણ ભયંકર લાગ્યો અને વિચારમાં ને વિચારમાં મારા સ્વામીને શોકભર્યો હદયે કહેવા લાગી
૩૭૪–૩૭૮. એ પ્રિય સ્વામી, આજ સુધી આપણા મિત્રરૂપ પાણીમાં તમે વાસ કરતા, તે આજે આ શત્રુરૂપ અગ્નિને શી રીતે સહન કરી શકશે? જે અગ્નિ
Aho! Shrutgyanam