________________
તરડાવતી.
પહોંચી. મેં પણ આ અજવાળી રાતે ખૂબ આનંદમાં ગાળી, અને જ્યારે ઉંઘ આવી ત્યારે દીવાને અજવાળે જ પલંગમાં જઈ સૂતી. સવાર થતાં મેં હાથ મેં ધોયાં અને દેવને નમન કરી સાધુપુરૂના ગુણમરણ પૂર્વક સંક્ષેપમાં પ્રતિકમણ કર્યું. પણ અનેક સ્ત્રીઓને તે રાત ઉતાવળે પુરી થતી ન હતી એટલા માટે સતને ગાળો ભાંડતી, અને ખરેખર કેટલીક તે બાગમાં શું શું જોવાનું મળશે અને સરોવરમાં સ્નાન કરવાથી કે આનંદ થશે ઈત્યાદિ અનેક વિષયે ઉપર વાત કરતી આખી રાત જાગતી બેસી રહી.
૧૪-૧૯૮. ઉજાણીની વ્યવસ્થા કરવાને મુનીમ તે જોઈતા ચાકરેને લઈને આગળથી મળસ્કે જ બાગમાં ગયા હતા. એ પૂર્વાકાશના કમળને ખીલવતા, આકાશમાં પિતાને પ્રવાસ કરતા કરતા સૂર્યદેવ ઉદય પામ્યા. હવે સ્ત્રીઓ જુદા જુદા રંગનાં કઈ સુતરાઉ તે કઈ હીરાગળ તે કઈ ચીનાઈ, એમ-બહુ મૂલ્યવાન વસ્ત્રો પહેરી બહાર નિકળી; એમણે વળી મેતીનાં અને સેનાનાં રત્નજડિત ઘરેણું પહેર્યા હતાં. સ્ત્રીઓની સુંદરતાએ શેભામાં વળી શુભા વધારી મુકી અને તેમની જુવાનીએ તેના ઉપર વળી એપ ચઢા.
૧ ૨૮૪. મારી માતા પણ એટલામાં તૈયાર થઈ ગઈ હતી અને શુભ મુહૂર્ત જોઈને એણે આધેડ નારીઓના ભવ્ય સંઘને પિતાની પાછળ લી. પાછળ તેમની ચંચળતાએ મહાલતી જુવાન નારીઓ ચાલી. તેમના ઝાંઝરના, કટિમેખળાના અને બીજા ઘરેણાને ઝણકારથી હવેલીનું આંગણું એવું તે ઝણઝણી રહ્યું કે જાણે તે સંઘને વિદાય દેનારાં વાજાં વાગતાં હેય. અને આ સંઘ નિકળવાના સમાચાર મારી માએ મને, મારી સખીઓ મેકલી, કહાવ્યા.
૨૦૫-૨૦૯. મારી સખીઓ શણગારાતી હતી તે વેળાએ હુ પણ સેથી અને જ કપડાંથી અને ઘરેણાંથી શણગારાતી હતી, અને મારા અતિ મૂલ્યવાન શણગાર કરીને તેમનાથી ત્રણ ગણી શોભા પામી ચંપાના ફુલ પેઠે ખીલી નીકળી હતી. પછી હું સખીમંડળની વચ્ચે મ્હાલતી મ્હાલતી હવેલીના આંગણામાં આવી ઉભી. ત્યાં આવીને જોયું તે ઇદ્રના સ્વર્ગમાં જાણે જુવાન અપ્સરાઓ ટેળે મળી હોય એમ અમારા આંગણામાં જુવાન નારીઓ પુર ભપકામાં ટેળે મળી હતી.
૨૧-૨૧૪. રથને બળદ જોડી દીધા હતા, અને પિતાની બેઠક પાસે ઉભેલા સારથિએ મને દેખતાં જ કહ્યું: “અહીં બેન; શેઠે તમારે માટે આ અનુપમ સુંદર રથ નક્કી કર્યો છે.” એમ બોલતાંની સાથે જ તેણે મદદ કરીને મને રથમાં ચઢાવી. રથમાં સુંદર મૂલ્યવાન ગાલીચે પાથર્યો હતો. મારી દાસી અને સખી સારસિકા પણ એજ રથમાં આવી બેઠી ને પછી રથ પિતાની ઘુઘરીઓ ખખડાવતે ચાલવા લાગ્યું. પાછળ અમારો
Aho! Shrutgyanam