________________
સાધ્વીની પૂર્વકથાને પ્રારંભ
વિષય સંબંધે અમે વિચાર કરી શકીએ નહિ. પૂર્વે ગૃહજીવનમાં જે આનંદ અને જોગવતાં તે યાદ પણ કરી શકીએ નહિ. તેપણુ જગતનાં દુઃખથી જે ધૃણુ પેદા થઈ એ તરફ જ નજર રાખીને, કર્મનું ફળ મને કેમ પ્રાપ્ત થયું એ વિષેનું જ હું સ્વાનુભવનું શેડું વર્ણન કરીશ.”
૮૧-૮૫. આ શબ્દથી રાજી થઈને શેઠાણી પિતાની દાસીઓને બધુ ધ્યાનથી સાંભળવાની સૂચના કરે છે. અને સાધ્વી હવે પિતાના પૂર્વજન્મની કથા કહી સંભળાવે છે. પેતાના આશ્ચર્યજનક સદભાગ્ય વિષે અભિમાન કર્યા વિના અને માત્ર ધર્મ ઉપર જ દ્રષ્ટિ રાખીને સુંદર સરસ્વતી દેવી જેવી એ સાધ્વી આમ આરંભ કરે છેજે જાણું છું અથવા જે મને થાય છે તે પ્રમાણે મારા જીવનની કથા હું ટુંકામાં
(૩. સાથ્વીની પૂર્વકથાને પ્રારંભ ) ૮૬-૪, મધ્ય દેશમાં વત્સ નામે એક મનહર પ્રદેશ છે. અમૂ ય પદાર્થોથી એ પ્રદેશ પરિપૂર્ણ ભરેલો છે. ત્યાં અનેક ધર્માત્માઓ વસે છે, અને જીવનની ત્રણ કામનાઓ ધર્મ, અર્થ ને કામનું ઉચિત રીતે પરિપાલન કરે છે. તે પ્રદેશની રાજધાની કૈશાખી ખરેખર સ્વર્ગનગરી છે, મધ્યદેશનું જા મોતી એ છે, બીજી નગરીઓને નમુનારૂપ છે, અને જમુનાને કિનારે જાણે રત્ન છે. ત્યાં ઉદયન રાજા રાજ્ય કરે છે, તે યુદ્ધમાં અને પ્રતાપમાં પ્રખ્યાત થયેલ છે, સાધુઓને અને સાધ્વીઓને ભક્ત છે, મિત્રને સુખકર છે, અને શત્રુઓને ભયંકર છે. અરે, હાથીએ, રથે અને પાયદળે બળવાન, હૈહય વંશમાં એ ઉતરી આવેલ છે; પૂર્ણચન્દ્ર જેવી એના મુખની શોભા છે, હંસના સ્વર જે એને સ્વર છે, અને સિંહની ગતિ જેવી એની ગતિ છે. કુળે, રૂપે ને ગુણે પ્રખ્યાત એવી એની વાસવદત્તા રાણું છે. . . ~-૧૦૧.રાજાને સમાન વયનો એક મિત્ર એ નગરને નગરશેઠ છે, એનું નામ અષભસેન છે. નગરના મહાજનને એ મુખી છે, પ્રજામાં એને બોલ વજનદાર ગણાય છે, અર્થશાસ્ત્રના સિદ્ધાન્તને તે સારી રીતે જાણે છે, જેમાં અને વ્યાપારીઓમાં ન્યાય ચુકવી જાણે છે, બધાની સાથે મિત્રભાવે રહે છે, લેકનું ભલું કરવાની વૃત્તિવાળો છે, સત્યનિષ્ઠ અને પ્રમાણિક છે, નિષ્કલંક ગૃહસ્થજીવન જીવે છે, અને જૈન ધર્મના ઉપદેશનું નિરંતર શ્રવણ કરે છે.
૧૦૨-૧૦૬. તે શેઠને આઠ પુત્ર થયા પછી છે. એમણે યમુનાની પ્રાર્થના કરી, અને તેના ફળ રૂપે હું એમને ઘેર અવતરી. અવતર્યા પછી મને સારી તજવીજથી પારણામાં સુવાડી, અને મારી સંભાળને માટે હુશિઆર દાસીએ સખી. થડા સમય પછી નાહ
Aho ! Shrutgyanam