________________
સરગવતી.
થાય અને ધમને ઉપદેશ સાંભળ્યા પછી તે અહિંસા ધર્મનું વ્રત લે, તે ઉપદેશકને ઉપદેશ આપે સફળ છે; કારણકે પિતાના ઉપદેશથી તે માત્ર બીજાને જ નહિ, પણ પિતાને પણ પુનર્જન્મના અપાર સમુદ્રથી પાર ઉતારી જાય છે, આથી ધમને ઉપદેશ દે એ તે સદા શ્રેષ્ઠ છે. તેથી હું જે કાંઈ જાણું છું તે કહું છું; તમે ધ્યાન દેઈને સાંભળે,”
૬૨-૬૫. તે વખતે દાસીઓ આનદ તાળીઓ લે છે અને બેલે છે કે “હવે આપણે એકીટસે આ સાધ્વીની અજબ સુંદરતા નિહાળી શકીશું!” પછી એ સાધ્વી અને તેની સહચરી તેમને માંડી આપેલ આસન ઉપર એકાન્ત સ્થાન પર બેસે છે અને આનંદ જેમને માટે નથી એવી દાસીઓ તથા શેઠાણી પણ તેમને સભ્યતાપૂર્વક નમસ્કાર કરીને સામે ફરસબંધી ઉપર બેસી જાય છે.
૬૬-૬૮.પછી એ સાધ્વી રકુટ અને વિશદ વાકાએ કરીને, કાન તથા મનને મધુર લાગે તેવે સ્વરે, ટુંકાણમાં પણ સહજ સમજાય તેવી શૈલીમાં, જગના સર્વ જીને સુખ આપનાર અને જન્મ, જરા, રંગ, મરણ આદિનાં દુખેને નાશ કરનાર એવા જિનમહાત્માએ કહેલા ધર્મને સાર સંભળાવે છે; સમ્યગજ્ઞાનદર્શન, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ પાંચ મહાવ્રત, તપ અને સંયમ; વિનય અને ક્ષમા આદિ ગુણવિશિષ્ટ ધર્મનાં તનું રહસ્ય સમજાવે છે. ( ૬૭૭. જ્યારે સાધી ઉપદેશ આપી રહે છે, ત્યારે શેઠાણ એમને વિનયભાવે કહે છે કે “ધર્મનો ઉપદેશ તે મેં સારી પેઠે સાંભળે; પણ તે પવિત્ર આર્યા! મને બીજી એક વાત કહે, તમારા સુંદર મુખનાં દર્શનથી મારી આંખે તે તૃપ્ત થઈ છે, પણ તમારા જન્મની કથા સાંભળવાને મારા કાન આતુર બની ગયા છે. વિષ્ણુને જેમ પદ્મ વહાલું છે, તેમ તમે કિયા પિતાને વહાલાં હતાં ? અને આખા જગને નમસ્કાર કરવા જેવાં તમારાં માતા કોણ હતાં? તમારા પિતાના ઘરમાં અને પતિના ઘરમાં કેવું સુખ હતું? અને કિયે દુખે તમારે સાધ્વી થવું પડયું ? એ બધું જાણવાની મને બહુ આકાંક્ષા થઈ રહી છે. જગતુમાં એમ કહેવાય છે કે સુંદર નારીનું અને નદીનું, તેમ જ સાધુનું અને સાધ્વીનું મૂળ ન પૂછવું (કારણ કે વખતે એથી એમની તુચ્છતા તરી આવે છે અને અસંતોષ થાય છે અને તેથી તેમના પ્રત્યેનું માન ઘટે છે). વળી હું એ પણ જાણું છું કે ધર્માત્માઓને નકામી વાતે પૂછી મારે કઈ દેવું નહિ જોઈએ. પણ તમારી સુંદરતાથી આશ્ચર્ય પામીને જે એ પ્રશ્ન પૂછવાનું મને મન થાય છે.”
૭૦-૮૦ સાધ્વીએ ઉત્તર આપે કે “એને જવાબ આપે જરા કઠણ છે, કારણ કે આવા નકામા (એટલે કે આત્માની પવિત્રતાને લાભ કરતાં હામિ વધારે કરનારા)
Aho! Shrutgyanam