________________
૨
તરંગવતી.
(૨. ભૂમિકા સાથ્વીનું ભિક્ષા લેવા માટે જવું.) ૧૪-૨૧. સમૃદ્ધિશાળી લેકેથી ભરેલા એવા અનેક ગામ અને નગરેથી શોભતે મગધ નામે પ્રસિદ્ધ દેશ છે. એ દેશમાં, પૃથ્વીમાં પ્રધાન, અને રમણીય ઉદ્યાન તેમ જ વનથી વિભૂષિત, રાજગૃહ નામે સ્વર્ગના જેવું સુદર નગર છે. એ નગરમાં પિતાનાં પરાક્રમે વડે સઘળા શત્રુઓને જેણે પરાજ્ય કર્યો છે અને વિપુલ સૈન્ય અને સંપત્તિને જે સ્વામી છે એ કેણિક નામે રાજા રાજ્ય કરે છે. એ રાજા પિતાના કુળને પ્રકાશક, શરે, અને સર્વ દેષ રહિત છે. રાગદ્વેષ સર્વથા વિલીન થઈ ગયા છે જેમના એવા પરમ શાન્ત વીતરાગ તીર્થકર મહાવીરના જન્મમરણથી મુક્તિ અપાવનાર શાસન (ધર્મ) ને એ અનુરાગી છે. એ રાજાના શરીર અને જીવિતના રક્ષક જે, તથા સર્વ પ્રજાને પ્રિય, કુળવાન અને સદાચારી એ ધનપાલ નામે નગરશેઠ ત્યાં વસે છે, એ શેઠને અનુરૂપ અને સૌભાગ્યવતી એવી સમા નામે પતિવ્રતા પત્ની છે.
૧ર-ર૩. એ શેઠના મકાનની સમીપમાં એક ઉપાશ્રય આવેલ છે, એમાં પિતાની ઘણી શિષ્યાઓ સાથે સુવ્રતા નામે એક સાધ્વી આવીને રહેલા છે. એ સાથી કૌમારબ્રાચારિણું છે. અનેક પ્રકારનાં તપ તપીને એમણે પોતાની કાયાને ખૂબ કુશ કરી નાંખેલી છે, જેન ધર્મના તત્વજ્ઞાનને એ પૂર્ણ જાણનારી છે અને એકાદશ અંગે એમને સારી રીતે અવગત છે. પોતાના આત્માની મુક્તિના માર્ગમાં એ હંમેશાં ઉક્ત રહે છે.
૨૪–૨૮.એ સાધ્વીની અનેક શિષ્યાઓમાંથી એક બહુ વિનીત શિષ્યાને એક સવારે છટ્ટ (બે ઉપવાસ) વ્રતનાં પારણાં કરવાં હતાં, અને તે માટે બીજી એક નવદીક્ષિત ભિક્ષુણને પોતાની સાથે લઈને તે ભિક્ષા લેવા માટે પોતાની વસતિ (ઉપાશ્રય) બહાર નિકળે છે. નાના મોટા બધા જી ઉપર દયાપ્રેમ-ભાવ ધારણ કરતી અને નીચી નજરે તથા ધીમે પગલે ચાલતી એ સાધ્વી ભિક્ષા ગ્રહણ કરવા યોગ્ય એક ઉંચી હવેલીના પ્રશસ્ત આંગણામાં આવીને ઉભી રહે છે.
ર૩૦. અતિથિઓના આગમનની રાહ જોતી ઘરની કેટલીક દાસીઓ આંગણામાં ઉભી છે તે એ સાધ્વીના સન્દર્યને જોઈને ચકિત થઈ જાય છે.
કુલ-૩૫. મહામહે તે વાત કરવા લાગે છે કે જુઓ આ લક્ષમી સમાન સાધી! એના વાળ કેવા સુન્દર અને આંકડીયા છે ! એનું મુખ ચંદ્રના જેવું મોહક છે. વિના શણગારે છે પણ ચીકણે વચ્ચેથી એના કાન ઢંકાયેલા છે. અને પાણીમાંથી કમળ બહાર નિકળે છે તેને જે એને સુંદર હાથ ભિક્ષા માગતી વખતે વસ્ત્રમાંથી બહાર નિકળે છે,
Aho! Shrutgyanam