________________
સંયમિનની પ્રસ્તાવના
IX
તોડી નાખી અને તેના ગભરાયેલા નરના દેખતાં તેને પકડી. એ નર ઉડી તે ગયો, પણ ત્યાંથી દૂર ગયો નહિ; અને બીજા કોઈપણ ચક્રવાકે કર્યું હોત એમ એણે પણ કર્યું કે એ વેદનામય સ્થિતિ માટે કલ્પાન્ત કરી કરીને ચારે બાજુ ગોળ ઉડવા માંડ્યું, છ અવાજ કર્યા પણ એ ત્યાંથી ગયો નહિ અને પોતાની પ્રિયાને માટે અંતે એણે પ્રાણ આપો.”
આ ભારતી કવિએ લખ્યું છે એ જાણે ઉપર જણાવ્યા પ્રમાણેના જીવનનો આધાર લઈને પુનર્જન્મને મત પ્રતિપાદન કરવા માટે પ્રકૃતિની કવિતા ના લખી હોય ! આત્મા માત્ર માણએમાં જ અવતરે છે એવા ખ્રિસ્તિ મતને લીધે, બીજાં પ્રાણીમાં આત્મા નથી એવી માન્યતાઓ, પ્રાણીના આત્મા પ્રત્યેની આપણી લાગણીઓ મરી ગઈ છે, અને તેથી સાધારણ રીતે આપણામાં આવા આત્મભાવ-સમાનવાળી પ્રકૃતિની કવિતા કુરતી જ નથી. પણ એમાં કોઈ સંદેહ નથી કે ભારતમાં એ કવિતા વિકસેલી છે અને તે મનુષ્યના અને પ્રાણીના આત્માને સ્નેહસંબંધે જોડે છે. ભારતના આ વિચારોને રૂપાન્તર કરીને ઓવિડે ( Ovid) અને તેના સમયના ગ્રીક વિચારકાએ લીધા હતા.
એ લાગણી અને પ્રેમે વર્ણવી છે એ અવલોકન માટેની સ્થિતિ જોઈને આપણે આગળ ચાલીએ તો જણાશે કે આપણું કથાકારને ભારતના આદિકવિ વાલ્મીકિ સાથે પણ સંબંધ છે એમ જણાશે. એ કવિએ, જે એક પક્ષીના જીવનસાથીને એક પારધીએ મારી નાખ્યો તે પક્ષીને માટે, બહુ સુંદર કેમાં ખેદ કર્યો છે. આપણી કથાના વણાટમાં ભારતની ભાવનાને, અરે એશિયાની ભાવનાને અને એથીય વિશાળ ભાવનાને હાથ ફર્યો છે.
આ કથાનું વસ્તુ અને એમાં જે કંઈ બીજી ખાસ ખુબીઓ છે તેથી યુરોપમાં એ લોકપ્રિય થશે, એટલું જ નહિ પણ એમાં રહેલી કવિની તેજસ્વિતા તથા સરળતા પણ પ્રકટ થશે. ભારતના કથાત્મક સાહિત્યમાંથી જે કંઈ આપણને મળે છે તેમાંનું ઘણુંખરું આ કથામાં છે. કારણ કે મહાકાવ્યના નીરસ વિસ્તારની અને લઘુ કાવ્યના સરસ અર્કની વચ્ચેનો સુખી મધ્ય માર્ગ ભારતના સાહિત્યમાં ભાગ્યે જ હોય છે.
છતાં યે, આ કાવ્યમાં આવી ભારતીય અને સાર્વદેશિક મહત્તાઓ છતાં, પ્રશ્ન થાય છે કે, મૂળ કથાને નાશ પામવાનું શું કારણ હશે ? નવા સંસ્કરણને લેખક પિતાના પૂર્વ કથનમાં લખે છે, કેઃ “અનેક કારણોને લીધે એ મૂળ કથા, આજે સમજવી કઠણું થઈ પડી છે.” તેથી એને ભવિષ્યમાં કાયમ કરવાને માટે આ જાતના જીવતા રૂપમાં પાછી આવી પડી. તેવી જ રીતે અનુવાદ કરીને આજે હું પણ એને નવું સ્વરૂપ આપું છું જેથી યુરોપમાં એ વાંચી શકાય.
મૂળ કથા તો સમજવી કઠણ છે. પણ આ અનુવાદ પણ સમજવો કઠણ પડે નહિ એટલા માટે મારે અહીં કલ્ક ઉમેરીને વાત સ્પષ્ટ કરવી જોઈએ. - આર્ય કુળની ભારતશાખા દક્ષિણ સૂર્યના પ્રતાપબળે બીજી શાખાઓ કરતાં વહેલી પાકી ઉઠી. તેમજ બીજી શાખા કરતાં એને પ્રવાસમાં આદિવાસીઓ તરફથી વિને પણ બહુ ખમવાં પડેલાં. વળી આર્ય કુળની બીજી શાખાઓને સેમેટીક કુળમાંથી, બાબિલેનિયનોમાંથી, મિસરીઓમાંથી અને પેલેસ્ટીનેમાંથી) જેમ જીવનરસ મળ્યો હતો એવો જીવનરસ ભારતકુળને બહાર કયાંયથી મળેલો નહિ,
ભારતકુળના આર્યો વહેલા પાકી ઉઠયા એની એ જ સાબિતિ છે કે એમણે સાહિત્યધારા * ઈતિહાસમાં સૌથી વહેલી વહેવરાવી અને વળી વારસામાં મળેલા પ્રાકૃતિક ધર્મમાંથી ઉંચા
Aho! Shrutgyanam