________________
પ્રકાશના એ એલ.
VII
હાથે નકલ કરી અને પાશુદ્ધિ કરવાના પ્રારંભ કર્યો. એ પછી તેની અર્થ સકલના કરતાં દરમ્યાન મૂળ પાઠ કેટલાક ઠેકાણે વધારે અશુદ્ધ અને યાંક ખડિત જેવા જણાયાથી ખીજી પ્રતિ મેળવવા માટે તેમણે રા. રા. મેઢી સાથે પત્ર વ્યવહાર શરૂ કર્યાં. એમ કરવામાં ઘણા સમય જશે એમ જણાયાથી, વચ્ચે તેમણે આખા ગ્રંથના જર્મન ભાષામાં ઉત્તમ અનુવાદ કરી તેને છપાવીને પ્રસિદ્ધ કરી દીધે. ૐ. લાયમેનને એ અનુવાદ ઘણા સરસ અને કાવ્યમરી ભાષામાં થએઢે હોવાથી તેમજ મૂળ કથાની વસ્તુ પણ એક ભાવપૂર્ણ ભારતીય આદર્શ હોવાથી યુરેપમાં તેના તરફ સારૂ લક્ષ્ય ખેંચાયું છે અને બીજી યુરેાપીય ભાષાએમાં પણ તેનાં ભાષાંતર થવા લાગ્યં છે, અમારી પાસે એ જર્મન અનુવાદ આવતાં અમને પણ એનુ' ગુજરાતી ભાષાંતર પ્રકટ કરવાની ઇચ્છા થઈ. પણ તે પૂર્વે જ શાન્તિનિકેતનમાં રહેતા શ્રીયુત નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલને હાથ જર્મન ભાષાન્તર આવવાથી ગુજરાતી ભાષાન્તર કર્યું. અને તેને પુરાતત્ત્વ મંદિરના આચાર્ય શ્રી જિનવિજયજી મહારાજે મહેનત લઈ, પાલીતાણાવાળી મૂળની પ્રતિની સાથે સરખાવી શેાધી આપ્યું છે.
આ સાથે પાદલિપ્તાચાર્યના સમય વિગેરેના વિચાર સળધમાં એક વિસ્તૃત નિષધ લખી આપવા માટે મુનિશ્રી જિનવિજયજી ને નિવેદન કરતાં તેમણે તેમ કરી આપવાની ઈચ્છા દર્શાવી હતી, પરંતુ સમયાભાવે અદ્યાપિ તેએશ્રી તે લખો ન શક્યા તેથી, હાલ તુરત તે અમે આ સંબંધમાં આટલું જ નિવેદન કરી સતાષ માનીએ છીએ.
ડો. લાયમાન મૂળ ગ્રંથ તૈયાર કરી રહ્યા છે અને તે થાડાજ દિવસમાં પૂર્ણ કરી શકવાનું જણાવે છે. એ મૂળ ગ્રંથ પ્રસિદ્ધ થવાને પ્રસંગે આ સધમાં સ્તર ઐતિહાસિક હકીકત વાચકોને જોવા મળશે એવી આશા રહે છે.
વિ
આ ખાખત માટે અમે શ્રીયુત નરસિંહભાઇ તથા શ્રી જિનવિજયજી ના અત્યંત આભારી છીએ.
તેમજ કેટલાંક પ્રુફે વિગેરે જોવામાં અને ઉપયેગી સૂચનાઓ આપવામાં સાક્ષરવર્યં રા. ખ. શ્રીયુત રમણુભાઈ મહિપતરામ નીલકંઠ, બી, એ.એક્.એ. ખી, તથા શેઠ વર્ધમાન સ્વરૂપ? જે પરિશ્રમ લોધા છે તે બદલ તેમને પણ અમે અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.
અમદાવાદ હાજાપટેલની પેળ.
એપ્રીલ ૧૯૨૪.
Aho! Shrutgyanam
લી.
પ્રકાશક.