________________
VI
તરગતી को न जणो हरिसिज्जइ तरंगवइ-वइयरं सुणेऊण । - इयरे पबंध-सिंधू वि पाविया जीए महुरतं ।।
પ્રભાવક ચરિત્રના કર્તાએ પાલિતાચાર્યનું મૃત્યુ સાંભળી કેઈ કવિએ કાઢેલા દુખેગારનિદર્શક એક પ્રાચીન પ્રાકૃત ગાથા સંગ્રહી રાખી છે જેમાં જણાવ્યું છે કે –
सीसं कह वि न फुटुं जमस्स पालित्तयं हरंतस्स। .
जस्स मुहनिज्झराओ तरंगलोला नई बूढा ॥ પાદલિપ્તાચાર્યની તે મૂળ કૃતિ આજે કયાંયે ઉપલબ્ધ નથી. ઘણા જૂના ભંડારેમાં અને તેવી જૂની ટીપમાં પણ આ કથાને ઉલેખ મળી આવતા નથી. આથી જણાય છે કે એ મૂળ કથા ઘણા જૂના સમયમાં નષ્ટપ્રાય થએલી હેવી જોઈએ.
- જે કૃતિને આધારે પ્રસ્તુત અનુવાદ તૈયાર કરવામાં આવે છે તે એક મૂળ કથાના સારરૂપે પાછળથી રચાયેલ સંક્ષેપ છે, અને આ વાત પહેલા જ પાના ઉપરના બીજા પેરેગ્રાફમાં સ્પષ્ટ જણાવેલી છે. આ સારના કતાં હાઈયપુરીય ગચ્છમાં થએલા આચાર્ય વિરભદ્રના શિષ્ય મિચંદ્રગણિ છે, એમ છેવટે આપેલી ગાથા ઉપરથી જણાય છે. એ ગાથા આ પ્રમાણે –
हाईयपुरीयगच्छे मुरी जो वीरभद्दनामेति ।
तस्स सीसस्स लिहिया जसेणा गणिनेमिचंदस्स (2)॥ આ હાઈપુરીય ગ૭ અને તેમાં થએલા આચાર્ય વીરભદ્ર તથા તેમના શિષ્ય નેમિચંદ્ર વિગેરેના સમય ઈત્યાદિના સંબંધમાં હજી કાંઇ વિશેષ જાગૃવામાં આવ્યું નથી, આખો ગ્રંથ પ્રાયઃ ૧૬૪૪ પ્રાકૃત આર્યામાં રચેલે છે.
મૂળ કથા ગદ્યપઘ ઉભયમાં હશે એમ જણાય છે અને તેની ભાષા પ્રાચીન અપભ્રંશ હશે. ઉપર જે મૂળ કથાની પ્રશંસા જણાવનારા પ ટાંકેલાં છે તે ઉપરથી તેનું મહત્ત્વ સહેજે જાણી શકાય તેમ છે. વિદ્વાનું શેધકો અને મુનિએ આ બાબત લક્ષ્ય રાખે અને જૂના પુરાણ ભંડારેમાંથી જે મૂળ ગ્રંથ મળી આવે તે જૈન કથાસાહિત્યની કીતિ દિગંત પર્યંત ઝળકી ઉઠે તેમ છે.
આ ગ્રંથની એક મૂળ પ્રતિ, અમદાવાદમાં, ફતાસાની પિળમાં હરકોર શેઠણીના નામથી ઓળખાતી હવેલીમાંના બેન શ્રીચંચળબાઈ–શેઠ ઉમાભાઈ હઠીસિંગના ધર્મપત્ની—તરફથી મળી આવી હતી, અને એક બીજી પ્રત પાલીતાણાના આણંદજી કલ્યાણજીના ભંડારમાંથી મળેલી છે. - આમાંની એક પ્રતિ જર્મનીના પ્રસિદ્ધ વિદ્વાન પ્રિ. યાત્રીને, શ. રા. કેશવલાલ છે. મોદીએ મોકલેલી, અને તેમણે તે પ્રતિ પિતાના મિત્ર છે. લૈંયમાનને આપી. છે. લાયમાનને એ ગ્રંથ અતિશય રસદાયક જણાયાથી તેમણે પ્રથમ આખા ગ્રંથની પિતાના
Aho! Shrutgyanam