________________
[9]
શ્રીમુનિપતિગુણપાલવિરચિત રિસિદત્તાચરિત્રનો કથાસાર [પ્રથમપર્વ]
[૧] નમસ્કારાત્મકમંગલ :
મંગલમાં પંચપરમેષ્ઠી શ્રુતદેવતા અને ગુરુજનોને નમસ્કાર કરેલ છે, તેમાં મહાવીરસ્વામી ભગવાને જન્માભિષેક સમયે મેરુશિખરને ચરણાંગુષ્ઠથી કંપાવ્યો તેનો ઉલ્લેખ છે. (૧-૧/૭)
[૨] સજ્જન-દુર્જનનો ભેદ :
સજ્જન અને દુર્જનનો ભેદ વર્ણવ્યો છે, તેમાં કવિએ જણાવ્યું છે કે મારા કાવ્યમાં ગુણ નથી તો પણ સજ્જનપુરુષો એમાંથી ગુણ ગ્રહણ કરશે, જ્યારે દુર્જનપુરુષો તો ગુણથી ભૂષિત કાવ્યમાં પણ દોષ ગ્રહણ કરે છે. સૂર્યને ન જોતાં ઘુવડની જેમ કાવ્યમાં ગુણોને તેઓ જોઈ શકતાં નથી એટલે મારા કાવ્ય માટે આ બન્નેય યોગ્ય નથી, પરંતુ મધ્યસ્થ પુરુષ જ યોગ્ય છે, કારણ કે મધ્યસ્થપુરુષ ગુણ અને દોષ બન્નેને જુવે છે. (૧-૯/૧૫)
[૩] કથાપ્રકાર :
પ્રસ્તુત કથા મિશ્રકથા છે એટલે તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેયની વાત
આવે છે.
[૪] કથાપીઠિકા :- આટલી પૂર્વભૂમિકા પછી કથાપીઠિકાની માંડણી થાય છે, તેમાં રાજગૃહીનગરીમાં ભગવાન મહાવીરસ્વામી સમવસર્યા છે, બાર પર્ષદા મધ્યે સિંહાસન ઉપર મહાવીરસ્વામી બીરાજમાન છે. રાજગૃહીનગરીનાથ શ્રેણિક૨ાજા વંદન કરવા આવે છે. અહીં કવિએ ભગવાનની બહુ ભાવગર્ભિત સ્તુતિ શ્રેણિકમુખે રજૂ કરી છે, જે મનમોહક છે. (૧-૧૬૪૬)
અહીં પ્રસંગે શ્રેણિકરાજા ઋષિદત્તાની કથા અંગે ભગવાનને પૃચ્છા કરે છે કે ૧આગમકથાઓમાં ઋષિદત્તાકથા આવે છે તે આપ અમને કહો શ્રીવીરભગવાન શ્રીમુખે ઋષિદત્તાની કથા પર્ષદામાં રહેલા ભવિકજનના બોધ માટે જણાવે છે. (૧-૪૮ ૫૦)
૧. જુઓ ભહેસરસજ્ઝાય ગાથા-૯