________________
[૫] કથાસાર :
આટલી પીઠિકા પછી કવિએ ટુંકાણમાં ઋષિદત્તાકથા ભગવાનના શ્રીમુખે રજૂ કરેલ છે. (૧-૫૧ ૬૨) [૬] કથાપ્રારંભ :
કથાપ્રારંભમાં કવિએ નમિનાથ ભગવાનના તીર્થમાં આ ઋષિદરા મહાસતી થયેલ છે તેવું જણાવ્યું છે અને જે કથા મહાવીરપરમાત્માએ વિસ્તારથી કરી હતી તેને સંક્ષેપમાં કહેવાની પ્રતિજ્ઞા કરેલ છે. (૧-૬૩/૬૬) [૬-૧] કથા :
દક્ષિણભરતાર્ધ, મધ્યદેશ, રથમર્દનનગર તેમાં હેમરથનામના રાજા રાજ્ય કરે છે, જે સમ્યત્વ, જ્ઞાન, દર્શન, તપ અને નિયમમાં ઉદ્યત છે, શ્રાવકધર્મમાં નિરત છે. (૧-૭૫)
તેમને સુવિશુદ્ધકુળમાં ઉત્પન્ન થયેલી સુયશા નામની રાણી છે, તે રાજા-રાણીનો પુત્ર કનકરથનામનો છે, જે સર્વગુણોનો ભંડાર છે. ત્રણે લોકોમાં જે ગુણો હોય તે બધા આ કુમારમાં આવી વસ્યા છે. (૧-૮૫). [૬-૨] આ બાજુ કાવેરીનામની નગરીમાં સુંદરપાણિનામનો રાજા છે તેમને વાસુલાનામની પટ્ટરાણી છે, તેમની અત્યંત રૂપવંતી રૂક્મિણીનામની કન્યા છે. આ કન્યા સુવર્ણવર્ણી અને ચંદ્રરેખા જેવી સૌમ્ય છે.
વાસુલાદેવીએ પોતાની દીકરીને નવયૌવના થયેલી જોઈ એટલે તેના વર અંગેની ચિંતા થઈ અને એવું નક્કી થયું કે, રથમર્દનનગરના રાજા હેમરથના પુત્ર કનકરથને કન્યા પરણાવવી. તે માટે સાગર વગેરે મંત્રીઓ સાથે ચર્ચા કરીને સુંદરપાણિરાજા ગુણસેનનામના મુખ્ય અધિકારીને હેમરથરાજા પાસે મોકલે છે. ગુણસેને વિનંતી કરતાં લગ્નનો પ્રસ્તાવ સ્વીકારીને હેમરથ પોતાના પુત્ર કનકરથને ગુણસેન સાથે કાવેરીનગરી તરફ પ્રયાણ કરાવે છે. આ પ્રસંગે કવિએ ગુણસેન સાથે જે સૈન્ય જાય છે તેનું રોમાંચક વર્ણન કરેલ છે. (૧-૮૬/૧૧૯) [૭] અરિદમન સાથે યુદ્ધ :
પ્રતિદિન સતત પ્રયાણથી સૈન્ય કાવેરી તરફ જઈ રહ્યું છે, ત્યારે અરિદમનનામના કોઈક રાજાએ કનકરથકુમારને પોતાની સીમામાંથી પસાર ન થવાનું અથવા તો યુદ્ધ માટે સજ્જ થવાનું કહેણ મોકલ્યું, ત્યારે કનકરથ અરિદમન સાથે યુદ્ધ કરે છે અને અરિદમનને હરાવે છે. આ યુદ્ધ પ્રસંગને રોમાંચક વર્ણન કવિએ કરેલ છે. (૧-૧૨૦૧૬૩)
datta-t.pm5 2nd proof