SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २७ રાખેલ છે, આમ છતાં મુદ્રણાદિદોષથી કે દૃષ્ટિદોષથી કે અનાભોગથી જે કાંઈ ક્ષતિઓ રહી ગયેલ હોય તેનું મિચ્છા મિ દુક્કડં આપવા પૂર્વક વાચકવર્ગ તેનું પરિમાર્જન કરીને વાંચે એવી ખાલ ભલામણ કરું છું. ઉપકારસ્મરણ ઃ આ ‘દીપાલિકાકલ્પસંગ્રહ'ના પુસ્તકાકારે નવીનસંસ્કરણના પ્રકાશનમાં હું તો માત્ર નિમિત્તરૂપ છું, આ નવીનસંસ્કરણના પ્રકાશનનું સઘળું શ્રેયઃ પૂર્વના પ્રકાશકોના અને સંપાદકોના ફાળે જાય છે. આ સિવાય પ્રસ્તુત નવીનસંસ્કરણના પ્રૂફવાંચન, માટે પરમપૂજ્ય ગણિવર્યશ્રી નયભદ્રવિજયજીમહારાજસાહેબ અને તેઓશ્રીના શિષ્યરત્નોએ ઝીણવટભરી દૃષ્ટિએ જોઈને શુદ્ધિકરણ કરી આપેલ છે. તથા અજ્ઞાતકર્તૃક કલ્પનું લિવ્યંતર શ્રુતપ્રેમી સુ. બાબુલાલ સરેમલજીએ વાગડસમુદાયના સા. નમ્રગુણાશ્રીજીમહારાજ પાસે કરાવી આપેલ છે. આ સર્વના ઉપકારોનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું. આ સિવાય મારી સંયમસાધનામાં, શ્રુતસાધનામાં જે કોઈપણ પ્રત્યક્ષ યા પરોક્ષ સહાયક બની રહ્યા છે તે સૌના ઉપકારોથી ઉપકૃત હોવાથી તેઓનું સ્મરણ કરી કૃતજ્ઞતા દાખવું છું. સૌથી વિશેષ આ ગ્રંથ દીપાલિકાપર્વ માટે ખાસ ઉપયોગી હોવાથી આ દીપાલિકાકલ્પસંગ્રહ તૈયાર કરવા માટે ૫૨મપૂજ્ય ગણિવર્ય શ્રીનયભદ્રવિજયજીમહારાજે મને જે શુભપ્રેરણા કરી અને આવાં ઉપયોગી ગ્રંથના સ્વાધ્યાયનો જે ઉત્તમ લાભ મને મળ્યો. ચરમતીર્થાધિપતિ પરમાત્મા મહાવીરસ્વામીના જીવનથી વિશેષ ભાવિત થવાનું બન્યું, તે બદલ હું તેમની અત્યંત ઋણી છું. પ્રાંતે અંતરની એ જ શુભેચ્છા છે કે ચરમતીર્થપતિ પરમાત્મા મહાવીરસ્વામીએ કઠોર સાધના કરી ચાર ઘાતી કર્મોને ખપાવી કેવલજ્ઞાન પામી શૈલેશીકરણ, યોગનિરોધ કરી બાકીના ચાર અઘાતી કર્મોને પણ ખપાવી નિજી શુદ્ધ ચેતનાનું પ્રગટીકરણ કર્યું એ જ રીતે આ કલ્પોના વાંચન દ્વારા પરમાત્માએ ભાખેલા સ્વપ્નોના ફલાદેશમાંથી અસાર વસ્તુનો ત્યાગ કરી, સાર વસ્તુ જીવનમાં અપનાવી સાધનામાર્ગે આગળ વધી આપણે સૌ પણ નિજી શુદ્ધચેતનાનું પ્રગટીકરણ કરીએ અને સ્વરૂપના ભોક્તા બની મુક્તિમહેલમાં સાદિ અનંતકાળ વાસ કરીએ એ જ શુભકામના !! शिवमस्तु सर्वजगतः એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ પોષસુદ ૧૨+૧૩, વિ.સં. ૨૦૬૭, સોમવાર, તા. ૧૭-૧-૨૦૧૧. kalp-t.pm5 2nd proof ... સાધ્વી ચંદનબાલાશ્રી
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy