SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ २६ અગાઉના કલ્પમાં કહેલ દરેક વિષયો આ વ્યાખ્યાનમાં આવરી લીધા છે. આ વ્યાખ્યાનમાં પણ અગ્રહિલગ્રહિલનૃપનું દૃષ્ટાંત, ચંદ્રગુપ્તરાજાએ પૂછેલા ભદ્રબાહુસ્વામીએ કહેલ સોળ સ્વપ્નોનો ફળાદેશ જીવિતસ્વામીની પ્રતિમાનો સંબંધ લૌકિકોએ કહેલ કલિયુગના વ્યપદેશથી પાંચમાં આરાનું સ્વરૂપ, આ પર્વમાં લોકો પરસ્પર પ્રણામ શા માટે કરે છે, એ સંપ્રતિરાજાના પ્રશ્નના ઉત્તરમાં આર્યસુહસ્તીસૂરિમહારાજે કહેલ વિષ્ણુકુમાર અને નમુચિનો પ્રસંગ વગેરે દરેક પદાર્થોનું વર્ણન આ વ્યાખ્યાનમાં આપેલ છે. પ્રસ્તુત દીપાલિકાવ્યાખ્યાન શ્રીઆર્યજયકલ્યાણકેન્દ્ર ટ્રસ્ટથી વિ. સં. ૨૦૪૩માં ક્રમાંક૪૭ તરીકે પ્રકાશિત થયેલ છે. નવીનસંસ્કરણ અંગે : પરમપૂજ્ય, પરમારાધ્યપાદ રામચંદ્ર-ભદ્રંકર-કુંદકુંદસૂરીશ્વરજીમહારાજસાહેબના શિષ્યરત્ન પરમપૂજ્ય, વર્ધમાનતપોનિધિ ૧૦૦+૭૨મી ઓળીના આરાધક ગણિવર્ય શ્રીનયભદ્રવિજયજીમહારાજની શુભ પ્રેરણાથી ઉપરોક્ત આઠ કલ્પો અને વ્યાખ્યાનોનું આ નવીનસંસ્કરણ પુસ્તકાકારે તૈયાર કરીને દીપાલિકાકલ્પસંગ્રહ’ નામે ભદ્રંકરપ્રકાશનથી પ્રકાશિત કરવામાં આવે છે. આ રીતે દીપાલિકાકલ્પોનો આ સંગ્રહ એકી સાથે પુસ્તકાકારે પ્રથમવાર પ્રકાશિત થઈ રહેલ છે. પ્રસ્તુત નવીનસંસ્કરણમાં ૯ પરિશિષ્ટો તૈયાર કરેલ હોવાથી ગ્રંથ વિશેષ સમૃદ્ધ બનેલ છે. પ્રથમપરિશિષ્ટમાં શ્રીજિનપ્રભસૂરિવિરચિત વિવિધતીર્થકલ્પમાં અપાપાપુરી (સંક્ષિપ્ત) કલ્પ ક્રમાંક-૧૪ તરીકે આપેલ છે તે લીધેલ છે. ત્યારપછી પરિશિષ્ટ ૨-૩-૪-૫માં અનુક્રમે પૂ. હેમચંદ્રસૂરિમહારાજવિરચિત, પૂ.વિનયચંદ્રસૂરિમહારાજવિરચિત, પૂ.જિનસુંદરસૂરિમહારાવિરચિત અને અજ્ઞાતકર્તૃક કલ્પોના પદ્યોનો અકારાદિક્રમ તૈયાર કરીને આપેલ છે. પરિશિષ્ટ ૬-૭માં અનુક્રમે સંસ્કૃતકલ્પોના વિશેષનામો અને પ્રાકૃતકલ્પોના વિશેષનામોનો અકારાદિક્રમ આપેલ છે. પરિશિષ્ટ-૮માં પૂ.આ. જિનસુંદરસૂરિમહારાજવિરચિત કલ્પનું ભાષાંતર હીરાલાલ હંસરાજે કરેલ છે તે સાભાર ઉદ્ધૃત કરીને આપેલ છે. પરિશિષ્ટ-૯માં પૂ.આ.જિનસુંદરસૂરિમહારાજવિરચિત શ્રીલબ્ધિસૂરીશ્વર જૈનગ્રંથમાલાથી પ્રકાશિત થયેલ પ્રતમાં પૂ. મુનિશ્રી હેમેન્દ્રવિજયમહારાજે સંયોજિત કરેલ ભાવી તીર્થંકરના નામો સંબંધી વિશેષવિમર્શ, તે અંગેના કોષ્ટક તથા પ્રતમાં ટિપ્પણીમાં આપેલ પાંચમા આરા, છઠ્ઠા આરા વગેરે સંબંધી વિશેષ ભાવોનું નિરૂપણ આપેલ છે. પ્રસ્તુત પ્રકાશનમાં યથાશકચ શુદ્ધિકરણ માટે ઘણી કાળજી चन्द्रशून्यखनेत्राब्दे, व्याख्यादीपालिपर्वणः । मार्गस्य कृष्णसप्तम्यां, स्वपर श्रेयसे कृता ॥२॥ मुनिमण्डलमुख्यस्य, गौतमाब्धेः शुभाज्ञया । मया नीत्यब्धिशिष्येणो-पाध्यायेन गुणाब्धिना ||३|| [उ० गु०वि०दी० कल्पे] kalp-t.pm5 2nd proof
SR No.009693
Book TitleDipalika Kalpa Sangraha
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages304
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy