________________
ભૂમિકા
ધર્મનાં ચાર અંગો—
શ્રદ્ધા વિના એટલે કોઈ પણ એક સારા વિષયની જિજ્ઞાસા થયા વિના સાચું જ્ઞાન થતું નથી, સાચું જ્ઞાન થયા વિના વર્તન સુધરતું નથી અને વર્તન સુધર્યા વિના શુભ ધ્યાન સંભવતું નથી. શુભ ધ્યાન માટે શુદ્ધ વર્તનની જરૂર છે, શુદ્ધ વર્તન માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાનને માટે શુદ્ધ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધા વિનાનું જ્ઞાન નિષ્ફળ છે, જ્ઞાન વિનાનું ચારિત્ર કાયકષ્ટ છે અને ચારિત્ર વિનાનું ધ્યાન દુર્ધ્યાન છે, દુર્ધ્યાનનું પરિણામ દુર્ગતિ છે. દુર્ગતિથી ભીરુ અને સદ્ગતિના કામી આત્માઓને જેટલી જરૂર શુભ ધ્યાનની છે, તેટલી જ જરૂર ધ્યાનને સુધારનાર સર્તનની, વર્તનને સુધારનાર સજ્ઞાનની અને સદ્નાનને પેદા કરનાર સશ્રદ્ધાની છે. શ્રી જૈનશાસનની આરાધના એટલે સશ્રદ્ધા, સજ્ઞાન, સર્તન અને સદ્યાન તથા એ ચારને ધારણ કરનારા સત્પુરુષોની આરાધના છે. એ ચારેયમાંથી કોઈની કે એ ચારેયને ધારણ કરનાર કોઈ એકની પણ અવગના, એ શ્રી જૈનશાસનની અવગણના છે. એ ચારેયની અને એ ચારેયને ધારણ કરનાર સત્પુરુષોની આરાધના, એ શ્રી જૈનશાસનની સાચી આરાધના છે. એકલું જ્ઞાન કે એકલું ધ્યાન, એકલી શ્રદ્ધા કે એકલું ચારિત્ર મુક્તિને આપી શકતું નથી. મુક્તિનો માર્ગ એટલે શ્રદ્ધા અને જ્ઞાન, ક્રિયા અને ધ્યાન, એ ચારેયનો સુમેળ અને એ ચારેયની સંપૂર્ણ શુદ્ધિ છે.
અહીં શ્રદ્ધા શબ્દ શ્રદ્ધેય, શ્રદ્ધાવાન અને શ્રદ્ધાદિનાં હેતુ, એ ત્રણેયનો સૂચક છે. એ રીતે જ્ઞાન શબ્દ શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધન, એ ત્રિપુટીને જણાવનારો છે. ક્રિયા શબ્દ ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાનાં સાધનોને તથા ધ્યાન શબ્દ ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોને જણાવનારો છે. એ ચારેયની શુદ્ધિ એટલે અનુક્રમે શ્રદ્ધેય, શ્રદ્ધાવાન અને શ્રદ્ધાનાં હેતુઓ, શેય, જ્ઞાતા અને જ્ઞાનનાં સાધનો, ક્રિયા, ક્રિયાવાન અને ક્રિયાનાં હેતુઓ તથા ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનાં સાધનોની શુદ્ધિ.
શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે વીતરાગ, તેઓના માર્ગે ચાલનારા નિર્પ્રન્થ અને તેઓએ બતાવેલો અનુપમ શ્રુત અને ચારિત્રધર્મ છે. તેમાં—
૧. ‘ભૂમિકા’નું આ લખાણ ધર્મસંગ્રહ ભાષાંતર ભાગ-૨માંથી સાભાર ઉદ્ધૃત કરીને લીધેલ છે.