________________
१०
વીતરાગ –
વીતરાગ તે છે, કે જેઓએ રાગાદિ દોષો ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યો હોય. જે રાગાદિ દોષોએ ત્રણેય જગત ઉપર વિજય મેળવ્યો છે, તેના ઉપર પણ જેઓએ વિજય પ્રાપ્ત કર્યો છે, તેઓ ત્રણેય જગતના Victors’ વિજેતા ગણાય છે. દોષો ઉપરના એ વિજયનું નામ જ વીતરાગતા છે. વીતરાગતા ઉપરની શ્રદ્ધા એટલે દોષોના વિજય ઉપરની શ્રદ્ધા, અર્થાત્ ‘જગતમાં જેમ દોષો છે, તેમ તે દોષો ઉપર વિજય મેળવનારાઓ પણ છે' એવી અખંડ ખાત્રી.
એ શ્રદ્ધા દોષોના વિજેતાઓ ઉપર ભક્તિરાગ ઉત્પન્ન કરે છે. દોષોના વિજેતાઓ ઉપરનો આ ભક્તિરાગ એક પ્રકારનો વેધક રસ છે, વેધક જેમ ત્રાંબાને પણ સુવર્ણ બનાવવાની તાકાત ધરાવે છે, તેમ દોષોના વિજેતાઓ ઉપરનો ભક્તિરાગ જીવરૂપી તામ્રને શુદ્ધ કાંચનસમાન-સર્વદોષરહિત અને સર્વગુણસહિત-શિવસ્વરૂપ બનાવવાની શક્તિ ધરાવે છે. દોષરહિતતા અને ગુણસહિતતા સમવ્યાપ્ત છે. જેમ અંધકારનો નાશ અને પ્રકાશનો ઉદ્ગમ એકીસાથે જ થાય છે, તેમ દોષોનો વિજય અને ગુણોનો પ્રકર્ષ સમકાળે જ ઉદય પામે છે. વીતરાગ એ દોષોના વિજેતા છે, માટે જ ગુણોના પ્રકર્ષવાળા છે. એ રીતે વીતરાગ ઉપરની શ્રદ્ધામાં જેમ દોષોના વિજય ઉપરની શ્રદ્ધા વ્યક્ત થાય છે, તેમ ગુણોના પ્રકર્ષની શ્રદ્ધા પણ અભિવ્યક્ત થાય છે. એ ઉભય ઉપરની શ્રદ્ધાથી જાગેલો ભક્તિરાગ જ્યારે તેના પ્રકર્ષપણાને પામે છે, ત્યારે આત્મા એક ક્ષણવારમાં વીતરાગસમ બની જાય છે. નિર્પ્રન્થ
શ્રી જૈનશાસનમાં શ્રદ્ધેય તરીકે પ્રથમ નંબરે જેમ વીતરાગ છે, તેમ બીજે નંબરે નિગ્રન્થ છે. નિર્પ્રન્થ એટલે વીતરાગ નહિ, છતાં વીતરાગ બનવાને સતત પ્રયત્નશીલ. ગ્રન્થ એટલે ગાંઠ અથવા પરિગ્રહ. પરિગ્રહ શબ્દ મૂર્છાના પર્યાય તરીકે ઓળખાય છે. આત્મા અને તેના ગુણો સિવાય જગતના કોઈપણ પદાર્થ ઉપર-મૂર્છાના અત્યંત કારણભૂત સ્વશરીર ઉપર પણ મમત્વ કે રાગભાવ ધારણ કરવો નહિ, એ નિર્પ્રન્થતાની ટોચ છે. આત્મા અને તેના ગુણો ઉપરનો રાગ એ મૂર્છા કે મમત્વસ્વરૂપ નથી, કિન્તુ સ્વભાવોન્મુખતારૂપ છે, તેથી તે દોષરૂપ નહિ પણ ગુણરૂપ છે. નિર્ગન્ધતા ઉપરની શ્રદ્ધા, એ વીતરાગભાવ ઉપરની શ્રદ્ધાનો જ એક ફણગો છે. વીતરાગ દોષરહિત છે, તો નિર્પ્રન્થ દોષસહિત હોવા છતાં દોષરહિત થવાને પ્રયત્નશીલ છે. દોષના અભાવમાં દોષરહિત બની રહેવું, એ સહજ છે. દોષની હયાતીમાં દોષને આધીન ન થવું એ સહજ નથી, કિન્તુ પરાક્રમસાધ્ય છે. દોષોના હલ્લાની સામે અડગ રહેવું અને દોષોને મૂળમાંથી ઉખેડી નાખવા માટે સતત મચ્યા રહેવું, એ જેનું સાધ્ય છે, તે નિર્પ્રન્થતા વીતરાગતાની સગી બહેન છે-બહેનપણી છે. એવી નિર્પ્રન્થતાને વરેલા મહાપુરુષો પ્રત્યે શ્રદ્ધા ‘Respect for the Spiritual Heroes' વીતરાગતાની ભક્તિનું જ એક
D2-t.pm5 3rd proof