________________
પ્રકાશકીય
અનાદિકાળથી સંસારમાં દુ:ખથી પીડાતો પ્રાણીગણ દુઃખમુક્તિ અને સુખપ્રાપ્તિ માટે સતત ઉદ્યમ કરે છે. આમ છતાં ઘણો મોટો વર્ગ સુખ મેળવી શક્યો નથી. “શાસ્ત્ર દરેક વિષયમાં એક દિવ્ય ચક્ષુ સમાન છે અને સર્વકાર્યોની સિદ્ધિ માટે શાસ્ત્ર સાધનરૂપ છે, આથી જ કરુણાસમુદ્ર તારક શ્રીતીર્થંકરદેવો દ્વારા ત્રિપદી પામીને કૃતનિધિ શ્રીગણધરદેવોએ સુખાર્થી જગતને શાસ્ત્રની અમૂલ્ય ભેટ આપી છે. એ જ અમૂલ્ય શાસ્ત્રસંપત્તિને તે તે કાળે માનવીને ઉપકારક બને તે રીતિએ પુર્વમહર્ષિઓએ તેમાંના તત્ત્વોને અખંડ સાચવીને એક યા બીજારૂપે વિકસાવી છે. આ ધર્મસંગ્રહ' નામનો ગ્રંથ પણ એવા જ ઉદેશથી રચાયેલી એક અપૂર્વ કૃતિ છે.
પ.પુ.ઉપાધ્યાય શ્રીમાનવિજયજી ગણિવર આ ગ્રંથરત્નના રચયિતા છે. આ ગ્રંથરત્ન તેઓશ્રીએ વિ.સં. ૧૭૩૧ના વૈશાખ સુદ-૩ અક્ષયતૃતીયાના દિને રચ્યો છે. આ ગ્રંથનું પ્રકાશન સૌ પ્રથમ જૈનધર્મવિદ્યાપ્રસારકવર્ગ' નામની સંસ્થા દ્વારા વિ.સં. ૧૯૬૦માં થયેલ, ધર્મસંગ્રહ ભાગ-૧ તરીકે પ્રસિદ્ધ થયેલા આ સંસ્કરણમાં પ્રસ્તુત ગ્રંથની ૨૯ ગાથાઓ ટીકા અને તેનું ભાષાંતર પ્રકાશિત થયેલ. ત્યારપછી આ ગ્રંથનું સંપૂર્ણ પ્રકાશન સુરતના શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્ધારસંસ્થાન તરફથી બે વિભાગમાં કરવામાં આવેલું છે. તેમાંનો પહેલો વિભાગ વિ.સં. ૧૯૭૧માં અને બીજો વિભાગ વિ.સં. ૧૯૭૪માં પ્રકાશિત થયો છે. તેનું સંશોધન તે સમયના પંન્યાસ શ્રીઆનંદસાગરજી મહારાજ કે જેઓ પછી આચાર્ય શ્રીસાગરાનંદસૂરિમહારાજ થયા હતા તેઓએ કરેલું છે. ત્યારપછી અનેક પ્રાચીન હસ્તલિખિત પ્રતો અને બીજા અનેક ગ્રંથોના આધારે આ ગ્રંથનું સંશોધન-સંપાદન કાર્ય પરમપૂજ્યમુનિચંદ્રવિજયમહારાજ કે જેઓ પછી આચાર્યશ્રી મુનિચંદ્રસૂરિમહારાજ થયા તેમના દ્વારા થયું અને વિ.સં. ૨૦૪૦માં પહેલો ભાગ અને ત્રીજો ભાગ તથા વિ.સં. ૨૦૪૩માં બીજો ભાગ શ્રીજિનશાસન આરાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. તથા પ્રસ્તુત ધર્મસંગ્રહ ગ્રંથનું ભાષાંતર ભા.૧ અને ભા.રમાં પરમપૂજ્ય મુનિશ્રી ભદ્રંકરવિજયમહારાજ કે જેઓ પછી પ.પૂ. આચાર્યભગવંત શ્રીભદ્રકરસૂરિમહારાજ થયા તેમના દ્વારા સંપાદિત થઈને એની અનેક આવૃત્તિઓ અદ્યાવધિ પ્રકાશિત થયેલ છે, તે જ આ ગ્રંથની અત્યંત ઉપયોગિતાને પૂરવાર કરે છે.
પ્રસ્તુત ગ્રંથનું પ્રાકૃત-સંસ્કૃતમાં અદ્યાવધિ પુસ્તકાકારે પ્રકાશન પ્રકાશિત થયેલ ન હોવાથી આ ગ્રંથનું નવીનસંસ્કરણનું સંપાદન કાર્ય પરમપૂજય, પરમારાથ્યપાદ શ્રીમદ્વિજય