________________
સંપાદકીય
ધર્મસંગ્રહ ગ્રંથના ભાગ-૧માં ગૃહસ્થના સામાન્યધર્મ અને વિશેષ ધર્મ ઉપર વિસ્તારથી પ્રકાશ પાથરવામાં આવ્યો છે. બાકી રહેલ સાપેક્ષ યતિધર્મ-સાધુધર્મ અને નિરપેક્ષયતિધર્મસાધુધર્મ ઉપર આ ભાગ-૨માં ખૂબ જ ઊંડો અભ્યાસ પૂર્ણ પ્રકાશ પાથરવામાં આવ્યો છે. તક ન ગુમાવો
દેહાધ્યાસમાં પડેલા ઘણા મનુષ્યો આત્મા-પરમાત્મા, આલોક-પરલોક, પુણ્ય-પાપ, સંસાર-મોક્ષ, કશાની ચિંતા નહિ કરતાં કેવળ ખાવું-પીવું-કમાવું અને મોજ-મઝા કરવામાં જ હાલી રહેલા જોવાય છે, એવા પણ કોઈ મનુષ્યોને જ્યારે તેમના ધારેલા પાસા ઊંધા પડે છે, સગાં સ્નેહી વિપરીત બને છે, શરીરમાં અસહ્ય રોગ થાય છે, પ્રિયા કે પુત્રનું અણધાર્યું મોત થાય છે, કિંવા પોતાના ઉપર મરણ ત્રાટકી પડે છે, ત્યારે આત્મા વગેરે કંઈક છે એમ લાગે છે, જ્ઞાનીના વચનોની સત્યતા ભાસે છે અને અંતરમાં ધર્મની ભૂખ જાગે છે. પરંતુ અફસોસ ! ત્યારે કદાચ ઘણું મોડું થયું હોય છે. યોગ્ય સામગ્રીનો વિરહ પણ હોય છે, માટે જ મનુષ્ય હાથમાં આવેલી આત્મસિદ્ધિની અણમોલ તક ક્ષણિક-માયાવી ભૌતિક વાસનાઓની પરાધીનતામાં ગુમાવી દેવી જોઈએ નહિ. એ યાદ રાખવું જોઈએ કે ચારિત્ર વિના આત્માની મુક્તિ નથી અને મુક્તિ વિના સાચું સુખ નથી. આદર્શ સંસ્કારજીવન
નિરપેક્ષયતિધર્મ સાપેક્ષયતિધર્મની સાધના વિના સિદ્ધ થઈ શકતી નથી, એ સત્યને નજરમાં રાખીને ગ્રન્થકાર મહર્ષિએ આ ગ્રંથનો ઘણો મોટો ભાગ સાપેક્ષયતિધર્મના વર્ણન કરવામાં રોક્યો છે અને તેને પ્રામાણિક અનેક પ્રાચીન શાસ્ત્રપાઠો આપીને ઘણો જ સદ્ધર બનાવ્યો છે. એને વાંચતાં જ સમજાય છે કે જૈન સાધુધર્મ એટલે તથાવિધ યોગ્યતાને પામેલા આત્માનો કર્મજન્ય જન્મ-મરણાદિ કષ્ટોનો નાશ કરવાનો સફળ પ્રયત્ન. તેમાં ભોગ નથી ત્યાગ છે, રાગ નથી વિરાગ છે, આરામ નથી આકરા કષ્ટોનું સમભાવે વેદન છે. ઇત્યાદિ અનેક વિશેષતાઓથી અન્ય ત્યાગી-વૈરાગીની અપેક્ષાએ જૈનશ્રમણોની સાધુતા વિશિષ્ટ ચીજ છે. આ ગ્રંથમાં જૈન સાધુજીવનના સિધારવ સમા ત્યાગ-વૈરાગ્યથી ભરપૂર
૧. સંપાદકીય આ લખાણમાં ધર્મસંગ્રહ ભાષાંતર ભાગ-૨ના “પ્રાક્કથન’ અને ‘ઉદ્ધોધનમાંથી
કેટલુંક લખાણ સાભાર ઉદ્ધત કરીને લીધેલ છે.