SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ જગત્ક્રાંતિનો ઉપાય આજે જગતમાં અશાંતિનો મોટો હુતાશન સળગી રહ્યો છે, તેનું કારણ છે મનુષ્યોની ભૌતિક લાલસા અને તદર્થે જીવાતું સ્વરજીવન. આ ગ્રંથમાં ઉપર્યુક્ત વિશેષધર્મનું જે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે મુજબ જૈન અને જૈનેતર ગૃહસ્થો સ્વજીવન જીવવાનો જો નિશ્ચય કરે, તો જગતમાં આજે શાંતિનું સ્વર્ગ ઉતરી શકે તેવું છે. વર્તમાનયુગનો આ જ ખરો નાગરિકધર્મ સમજવો જોઈએ. તે જ્યારે સમજાશે, ત્યારે જ સ્વ અને પરને વિનાશની ગર્તામાં ફેંકી દેનારી હિંસા અને પરિગ્રહવાદની પાછળ આજે જે આંધળી દોટ મૂકાઈ છે તેનો અંત આવશે. યતિધર્મ યતિધર્મ બે પ્રકારનો છે. એક સાપેક્ષ એટલે સ્થવિરકલ્પી કે જે ગચ્છની મર્યાદામાં વર્તનારો હોય, બીજો નિરપેક્ષ એટલે જિનકલ્પી આદિ, કે જેને ગચ્છ આદિ કશાની અપેક્ષા ન હોવાથી યોગ્યતા પ્રાપ્ત કરીને કેવળ ઉત્સર્ગ માર્ગે વર્તનારો હોય. જીવનપર્યત સંસારના સર્વ આરંભ, પરિગ્રહ, સ્ત્રીસંગ વગેરેનો ત્યાગ કરીને સર્વથી અહિંસા આદિ મહાવ્રતો અંગીકાર કરવાં, તેનું નામ યતિધર્મ કિંવા સાધુધર્મ છે. એનું બીજું નામ “સંન્યાસયોગ” પણ છે. એના જેવું ભૂતોપકારક, શાંત, દાંત અને અવશ્ય ગ્રાહ્ય બીજું એક પણ ઉત્તમ જીવન નથી. જેઓ આ જીવન સ્વીકારી કર્મ સામે સંગ્રામ માંડે છે અને તેને છેલ્લી લપડાક મારી હત-પ્રહત કરી નાખે છે, તેઓને આ સંસારના જન્મોજન્મના અતિ કટુ પરાભવો ભોગવવા પડતા નથી, મૂળ ગ્રંથના ત્રીજા અને ચોથા વિભાગોમાં ગ્રંથકારશ્રીએ છેવટના સારભૂત સુરાસુરાદિ વંદ્ય એવા આ યતિધર્મનું પ્રાયશ્ચિત્તાદિ સમગ્રવિધિ સાથે વર્ણન કરેલું છે. ગ્રંથનું કલેવર આ શ્રી ધર્મસંગ્રહ ગ્રંથનો શબ્દદેહ મૂલ અને ટીકા ઉભયાત્મક છે અને તે ઉભયના રચયિતા ઉપાધ્યાયજી શ્રીમાનવિજયજીગણિવર છે, તેથી આ ગ્રંથ સ્વોપજ્ઞવૃત્તિયુત શ્રીધર્મસંગ્રહના નામે જે ઓળખાય છે તે યથાર્થ છે. આ ગ્રંથનું મૂલ સંસ્કૃત પદ્યમાં છે અને ટીકા સંસ્કૃત ગદ્યમાં છે. મૂલની એકંદર ગાથાઓ ૧૫૯ છે, કે જેમાં પહેલા અને બીજા અધિકારને આવરી લેતી ગાથાઓ ૭૦ છે. અને ત્રીજા અને ચોથા અધિકારને આવરી લેતી ગાથાઓ ૭૧થી ૧૫૯ છે. ભાષા સંસ્કૃત છતાં રોચક, સરળ અને પ્રસન્ન છે. શ્લોક પ્રમાણ આખા ગ્રંથનું સૂત્ર તેમજ વૃત્તિસહિત અનુષ્ટ્રમાં ગણાતું શ્લોકપ્રમાણ ગ્રંથને અંતે ૧૪૬૦૨ આપેલું છે. ગ્રંથનો પહેલો ભાગ કે જેમાં ગૃહસ્થના સામાન્ય અને વિશેષ ધર્મસ્વરૂપ બે અવાંતર વિભાગો છે. તેનું એકંદર શ્લોકપ્રમાણ તે ભાગની વૃત્તિને અંતે D1-t.pm5 3rd proof
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy