SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ २७ કહેવામાં આવ્યો છે અને ચોથા વિભાગમાં નિરપેક્ષ યતિધર્મ કહેવામાં આવ્યો છે. પ્રાણીમાત્રને સુખની અભિલાષા સ્વાભાવિક રહેલી છે, પણ તેને અનાદિકાલીન જન્મમરણાદિ ફળ આપનારા કર્મરોગનો એવો તો પક્ષાઘાત લાગુ પડેલો છે કે—અભિલાષા સુખ મેળવવાની હોવા છતાં મેળવે છે દુઃખ જ. બેભાન, બીમાર અને મદોન્મત્ત મનુષ્યની ચેષ્ટાઓ જગતમાં જેવી જણાય છે, તેવી ચેષ્ટાઓ કર્મના રોગથી ઘેરાયેલા સંસારી આત્માઓની હોય છે. રોગને મીટાવવાની એક જે રામબાણ દવા છે, તેનું જ નામ ધર્મ છે. અનેક વસ્તુઓના સ્વભાવગત અનેક ધર્મો હોય છે, તેનું પરિશોધન કરીને આપણે તો ચેતન આત્માના સ્વભાવગત ધર્મને જ્યારે આચરતા થઈશું, ત્યારે જ મુક્તાત્માઓના આંશિક સુખને ચાખી શકીશું. આ ગ્રંથમાં એવા ધર્મનું શુદ્ધસ્વરૂપ અને તેને હાંસલ કરવાના ક્રમિક ઉપાયો–આ તમામનું ગ્રંથકારશ્રીએ ખૂબ વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે. સામાન્ય ધર્મ પહેલા વિભાગમાં ગૃહસ્થ “ન્યાયથી ધન ઉપાર્જન કરવું વગેરે પાંત્રીશ નિયમોનું વર્ણન કરવામાં આવ્યું છે. દાર્શનિક કિંવા આર્ય-અનાર્ય દૃષ્ટિએ પણ આ વાત માનવમાત્રના હિતની છે. એમ સૌ કોઈને કબૂલ કરવું પડે તેમ છે અને એથી જ એ સૌને માટે આદર કરી શકાય તેવો માનવતાના પાયાનો ધર્મ હોવાથી, તેને “ગૃહસ્થના સામાન્યધર્મ” તરીકે ઓળખાવવામાં આવ્યો છે. વિશેષધર્મ બીજા વિભાગમાં ગૃહસ્થનો વિશેષધર્મ બતાવવામાં આવ્યો છે. એકડિયા અને બાળપોથી ભણતાં બાળકે જેમ પહેલા ધોરણ વગેરેમાં ક્રમે ક્રમે આગળ વધવાનું છે, તેમ સર્વોદયની પરાકાષ્ઠાને સિદ્ધ કરવા માટે ગૃહસ્થ સામાન્યધર્મરૂપી બીજસેવનમાંથી વિશેષધર્મરૂપી વિકાસક્રમમાં આગળ વધવું જોઈએ. આથી જ હવે ગૃહસ્થ પ્રથમ પોતાની શ્રદ્ધાવૃત્તિનો ઝોક જે અસત્ય, અસ્થિરતા, અસંદિગ્ધતા, અણસમજ અને કદાગ્રહ આદિ કચરા તરફ વળેલો હતો, તેને સત્ય, સ્થિરતા, નિશ્ચય, સમજ અને સદાગ્રહ આદિ તરફ વાળવો રહ્યો. આ રીતિએ શ્રીવીતરાગ આદિની પ્રતીતિ કરીને તેઓશ્રીની પૂજા-ભક્તિપૂર્વક શૂલથી હિંસાત્યાગ’ આદિ વિશેષ વ્રતોનું પરિશીલન પણ કરવું રહ્યું. આનું નામ છે ગૃહસ્થનો વિશેષ ધર્મ.' આ વિભાગમાં ગ્રંથકાર મહારાજે યોગદષ્ટિઓનું, શ્રાવકના સમ્યક્નમૂલક બાર વ્રતોનું, તેમાં ન લગાડવા જોઈતા અતિચારોનું, ગૃહસ્થ નિત્ય કરવા લાયક શ્રીજિનપૂજા આદિનું, દેવવંદન-પ્રતિક્રમણાદિ નિત્ય ક્રિયાના સૂત્રોનું તથા તેના અર્થોનું, ભક્ષ્યાભઢ્યનું, દેવદ્રવ્યાદિ દાન વ્યવસ્થાનું, ગુરુવંદનનું, સાંજ-સવારના પચ્ચક્કાણોનું, પર્વ-વાર્ષિક તથા જન્માદિ કૃત્યો વગેરેનું ખૂબ ઝીણવટથી વર્ણન કરેલું છે. D1-t.pm5 3rd proof
SR No.009691
Book TitleDharma Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2011
Total Pages500
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy